________________
૩૦૬
- શારદા દર્શન
જઈને દર્શન કરી આવતે ને પછી ભીખ માંગતે જે મળે તે ખાતો. આમ કરતાં એક સમય એવો આવ્યા કે ગામમાં કે નજીક આજુબાજુમાં સાધુ સંત ન માન્યા. તેથી ખાધું નહિ. આમ કરતાં સાત દિવસ ગયા પણ જમતા નથી. ત્યારે લોકો એને સામેથી ભિક્ષા દે છે પણ તે નથી પણ મનમાં બે ત્રણ વખત એ વિકલ૫ આવી ગએ કે સાધુએ મને આવી પ્રતિજ્ઞા કયાં આપી? હવે લેકે આપવા આગ્રહ કરે છે છતાં પણ સંતના દર્શન કર્યા વિના લાવીને શું કરવાનું ? એમ વિચાર કરીને ભિક્ષા લેતે નથી, પણ મનમાં ખાવાના વિકલપ આવી જાય છે. કારણ કે ગમે તેમ તે ય આ ખાવાને લાલચુ ભિખારી હતે. છતાં મનને વાળ ને પ્રતિજ્ઞા પાળતે, અને વિચારતે કે અરે! ધર્મ પ્રવૃત્તિના ફળમાં નડે તેવું પાપ કયાં આચરી રહ્યો છું ! મુનિએ મને કહ્યું છે કે સંતના દર્શનથી બધા દુઃખે ટળી જાય છે છતાં મેં કેવા હલકા વિચાર કર્યા. કુદરતે સાત દિવસ પૂરા થતાં ગામમાં સંત પધાર્યા. ખૂબ ભાવથી તેણે દર્શન કર્યા. ત્યાં વિચાર આવે કે સાત દિવસ મારા પાપના ઉદયથી મેં ખાધું નથી પણ આજે દર્શન થવા છતાં હું ખાવાને ત્યાગ કરું તે મને લાભ થાય. આમ સમજી આઠમે ઉપવાસ કર્યો. તેના મનમાં ખૂબ આનંદ હતું, પણ પારણું થતાં પહેલાં તે તેણે નશ્વર દેહને ત્યાગ કર્યો.
પેલે ભિખારી કરીને રાજપુરોહિતની દાસીની કુક્ષીમાં આવ્યા. સવા નવ મહિને તેને જન્મ થયે. આ સમયે પુરેહિત રાજસભામાં બેઠે હતે. એટલે તેને તરત સમાચાર પહોંચાડયા. સમાચાર મળ્યા કે તરત રાજપુરોહિતે રહે ને એગ જોયા. આ વખતે રાજોગ જોઈને એનું મસ્તક હર્ષથી નાચી ઉઠયું. ત્યારે રાજાએ પૂછયું કે પુરોહિતજી! આપના મુખ ઉપર એકાએક આટલો બધો આનંદ કેમ દેખાય છે? ને માથું કેમ હલા છે ? પુરેહિતે કહ્યું. મહારાજા ! શું વાત કરું ? અત્યારે એવા રોગ ચાલે છે કે આ દાસીપુત્ર તમારા પછી તમારા રાજ્યને માલીક બનશે, અને જૈન શાસનને દીપાવશે. આ શબ્દો સાંભળીને રાજાના હૈયામાં અગ્નિ જ્યાળા પ્રગટી, ને દિલમાં ખૂબ આઘાત લાગ્યો કે હું આ શું સાંભળી રહ્યો છું. શું મારી રાજગાદીને વારસ એક દાસીપુત્ર થશે? શું મારા પુત્રને રાજ્ય નહિ મળે. બીજા રાજાએની ગાદીએ તે રાજપુત્રો આવ્યા ને મારા જેવા કમભાગી અને સત્વહીન રાજા પછી એક દાસીપુત્ર રાજા બનશે ? “નાના” હું પુરૂષાર્થહીન નથી. આ છોકરાને ગમે તેમ કરીને નિકાલ કરાવી દઈશ પછી એ રાજા કયાંથી બની શકે? આવા વિચારથી રાજા ક્રોધથી ધમધમવા લાગ્યા. પુણ્યશાળી જીવનાં જતન કરવાને બદલે તેને મરાવી નાંખવા ઉઠયાં. ખરેખર સમજીએ તે માનવજીવનમાં કેઈની વડાઈનું મેટાઈ) શ્રવણુ મળે એ આપણે માટે ગુણાનુરાગ અને પ્રમોદ ભાવનાને