________________
૩૦૪
શારદા દર્શન જતુએ પણ પિતાનું તે પેટ ભરે છે. એમાં કઈ વિશેષતા નથી, પણ પિતે ભૂખ્યા રહીને બીજાનું પેટ ભરે છે તેની વિશેષતા છે.
જે મનુષ્ય પુણ્યના ઉદયથી સુખી છે તેના દિલમાં તે એમ જ થવું જોઈએ કે મારે સ્વધર્મી ભાઈ કેમ સુખી થાય ને ધર્મ પામે! જે આ રીતે જીવન જીવી જાય છે તેને જીવનમાંથી દુનિયાના લેકે પ્રેરણા લે છે પણ જે સંપત્તિના દાસ બનેલા છે તેવા મનુષ્યોની ધ ઈતિહાસના પાને નેધાતી નથી. જ્યારે દાનવીરોના જીવન વહેતા ઝરણાની માફક આજે અનેકને ત્યાગની પ્રેરણા આપી રહ્યા છે. કુલ એમ વિચાર કરે કે સુગંધ મારામાં છે એટલે એને ઉપલેગ કરવાને માટે જ હક્ક છે. આમ વિચારીને પુષ્પ જે બીજાને સુવાસ ન આપે તે તેની કિંમત ખરી ?
ના? આ રીતે પુર્યોદયે મળેલી સંપત્તિથી જે બીજાના દુઃખ ના મટાડે તે માનવજીવન મડદાલ બની જાય છે.
જેમ પુષ્પની કિંમત તેની સુવાસમાં છે, સરેવરની કિંમત જળમાં છે, વૃક્ષની કિંમત ફળમાં છે તેમ માનવની કિંમત તેના હૈયામાં રહેલી ઉદારતામાં છે. માટે તમને જે કંઈ મળ્યું છે તેનાથી દુઃખીનું દુઃખ ટાળો. જ્યાં સુધી તમારું પુણ્ય છે ત્યાં સુધી બધું છે. બાકી પુય ખતમ થશે પછી જીવનમાં ઘોર અંધકાર છવાઈ જશે. પુણ્યની લીલા અજબ છે. જ્યાં સુધી માણસનું પુણ્ય જીવતું જાગતું હોય છે ત્યાં સુધી કેઈ તેને વાળ વાંકે કરી શકતું નથી. બાકી પાપને ઉદય કેવી દશા કરાવે છે તે એક દષ્ટાંત આપીને સમજાવું.
એક નગરમાં એક ભિખારી ઘર ઘરમાં ભીખ માંગતે પણ તેને કેઈ એક બટકું પણ ના આપે, આમ કરતાં ત્રણ દિવસો ગયા. તે ખૂબ રડતે. શું એ ગામમાં બધા કંજુસ હતા? કઈ દાતાર ન હતા ? એમ ન હતું. એ વખતની આર્યપ્રજા અતિથિ સત્કારના મંગલકારી ધર્મને વરેલી હતી, પણ ભિખારીના કમભાગ્ય હતાં કે એ માંગવા જાય ત્યારે ઘરના માણસે કંઈ ને કંઈ કામમાં રોકાયેલા હોય, અથવા બધું પતી ગયું હોય, કોઈ ઈર્ષાળુ ભિખારીએ અમુક શેરીમાં બીજા ભિખારીને આવવા ન દે. જેમ એક શેરીનું કૂતરું બીજી શેરીના કૂતરાને આવવા ના દે ને આવે તે મારી નાંખે તે રીતે એ સમયમાં ભિખારીઓ એવાં હતાં કે બીજા ભિખારીને પિતાના મહાલામાં પેસવા ન દેતાં. આવું કંઈ ને કંઈ બન્યા કરતું એટલે પેલા ભિખારીને ખાસ મળતું નહોતું. છેવટે ભૂખે ને તરસ્ય કંટાળી ગયો કે અહે! આ નગરમાં આટલા બધા દાતારે વસે છે. બીજા ભિખારીઓને ખાવા મળે છે ને મને કેઈ બટકું
ટલે નથી આપતું. આવું જીવન જીવીને શું કામ છે? આના કરતાં આપઘાત કરીને મરી જાઉં,