________________
શારા દર્શન
૩૦૯ નથી કે ઉત્તમ માનવ જીવનની વિશેષતા બીજા ને અભયદાન આપવામાં છે. મારી નાખવામાં નહિ. બેલે, તમે સવારથી ઉઠીને કેવી કાર્યવાહી કરે છે? માનવ જન્મ પામીને કર્મના ભાર વધાર્યા કે ઘટાડ્યા? શું કર્યું? રાજાને કર્મબંધનની કઈ ચિંતા નથી. બસ, છોકરાને મારી નાખું એવી લગની લાગી છે.
“કપટ કરી માલણ પાસેથી દીકરે લેવાની યુકિત -રાજાએ માલણને કહ્યું કે બહેન ! આ તારે છોકરે મને બહુ ગમે છે. મને આપી છે. ત્યારે માલણે કહ્યું સાહેબ ! આ તે મને હૈયાના હાર જે વહાલે છે. હું નહિ આપું. ત્યાં રાજાએ સત્તાના બળે ઝૂંટવી લીધો એટલે માલણ રડતી રડતી ત્યાંથી જાય છે ત્યારે છોકરે એની કાલીઘેલી ભાષામાં કહે છે બા ! તું મને મૂકીને ક્યાં જાય છે? મને સાથે લઈને જા. ત્યારે કહે છે બેટા ! હું તારા માટે પંડે લેવા જાઉં છું . એમ કહીને આંસુ સારતી ચાલી ગઈ. બીજી બાજુ રાજાએ છોકરાને મારવા માટે એક ચંડાળને બોલાવીને કહ્યું આ છોકરાને લઈ જઈને મારી નાખે. એટલે સંધ્યાકાળ થતાં ચંડાળ બાળકને લઈને જંગલમાં જાય છે પણ જેનું પુણ્ય પ્રબળ હોય તેને શે ભય? પુણ્ય હોય ત્યાં ખૂનીનું દિલ પણ પીગળી જાય છે અને પુણ્ય ન હોય ત્યાં સારા માનવીની બુદ્ધિ પણ બગડી જાય છે. જુઓ, હવે પુછ્યું શું કામ કરે છે? છોકરે રસ્તામાં પેલા ચંડાળને એની કાલીઘેલી ભાષામાં કહે છે કાકા! મને
ક્યાં લઈ જાવ છો? મારી બા મને મૂકીને પેંડા લેવા ગઈ છે. તે શું તમે મને પેંડા અપાવશે?
બાળકની મીઠી વાણીથી ચંડાળને હૃદય પલટે” - બાળકના નિર્દોષતા ભર્યા શબ્દો સાંભળીને પથ્થર જેવા કઠેર હદયના ચંડાળનું દિલ દ્રવી ઉઠયું. ચાંદનીના પ્રકાશમાં બાળકનું મુખ જોતાં અલૌકીક તેજ જોયું. અહો ! શું આવા પવિત્ર નિર્દોષ બાળકને મારી નાંખવાને? આ તે કેઈ પુરયવાન જીવે છે. રાજાએ ભલે મને મારી નાખવાનું કહ્યું પણ મારે એને નથી માર. એને એવા કેઈ સારા સ્થાનમાં મૂકી દઉં કે એને કઈ રક્ષણદાતા મળી જાય. આ વિચાર કરીને આગળ ચાલે ત્યાં એક યક્ષનું મંદિર આવ્યું. ચંડાળને વિચાર થયે કે આ ઠીક છે. આ મંદિરમાં ઘણું ભક્તો દર્શન કરવા માટે આવશે તે હું એને અહીં મુકી દઉ તે કેઈને કઈ રક્ષણદાતા મળી જશે. એમ વિચાર કરીને મંદિરમાં આવ્યું. યક્ષના દર્શન કર્યા અને બાળકને કહે છે બેટા! તું અહીં બેસજે હું તારે માટે આટલા બધા પિંડા લઈને હમણાં પાછે આવું છું. બાળકે કહ્યું સારું કાકા તમે વહેલા આવજો
હે મારી બાની માફક મને મુકીને જતાં ન રહેતાં. - “અશ્રુભીની બનેલી ચંડાળની આંખો : ચંડાળ મુંઝવણમાં પડયો. શું