________________
શારદા દર્શન કરવું? બાળકને કહ્યું બેટા! હમણાં જ હું આવું છું. એમ કહીને એક ખૂણામાં સંતાઈ ગયે. બાળક નિર્ભયપણે બેઠે. આવી નિરાધાર સ્થિતિમાં નિર્ભયતા રાખવી એ પણ પુણ્યની સહાય છે. છોકરે બેઠે છે ને ચંડાળ ખૂણામાં બેસીને યક્ષને પ્રાર્થના કરે છે કે હે યક્ષદેવ ! આ બાળકનું રક્ષણ કરજે. હું પરાધીન છું. રાજાના હુકમથી મારે પાપનું કામ કરવા આવવું પડ્યું છે પણ હવે હું જાઉં છું. આનું રક્ષણ કરજે. આમ કહીને ચાલ્યા ગયે. હવે અહીં તમે વિચાર કરજે. વિધિના લેખ કહે કે પોતાના કરેલાં શુભાશુભ કર્મો કહો તે અહીં શું કામ કરે છે તે જેવા જેવું છે. કર્મની લીલા આગળ માનવીનું ધાર્યું કંઈ થતું નથી. સારું ધારેલું કાર્ય બગાડી નાંખે છે ને ખરાબ કાર્ય સુધારી દે છે. અહીં એવું જ બન્યું. સંતદર્શનથી ઉપાર્જન કરેલું પુય એને એવી સહાય કરે છે કે એને રક્ષણદાતા મળી જાય છે.
બાળક ઉપર યક્ષની ઉતરેલી કૃપા” – પેલા ચંડાળે યક્ષને પ્રાર્થના કરી. ત્યારે જે યક્ષની મૂર્તિનું મંદિરમાં સ્થાપન કરેલું હતું તેને સાક્ષાત દેવ ત્યાં હાજર હતા. તેણે ચંડાળની પ્રાર્થના સાંભળીને બાળકને બચાવવાને ઉપાય શેળે. યક્ષ તે દેવ છે. એણે તેના જ્ઞાન દ્વારા દષ્ટિ કરી તે મંદિરની બાજુમાં એક સાર્થવાહન ઉતારે છે. એ સાર્થવાહને કંઈ સંતાન ન હતું. એટલે યક્ષદેવે 'તેને સ્વપ્ન આપ્યું. યક્ષે તેને સ્વપ્નામાં કહ્યું કે તારે દીકરો નથી તે આ બાજુના મંદિરમાં એક દેવકુમાર જે દીકરો છે. તારે દીકરો જોઈએ છે ને? તે તું એને લઈ જા. આવું સ્વપ્ન પૂરું થયું ને સાર્થવાહ જાગે. એની પત્નીને જગાડીને વપ્નની વાત કરીને કહે છે ચાલ, બાજુના મંદિરમાં દીકરો આવ્યા છે. તને દીકરો અપાવું. અમારી બહેનને દીકરો બહુ વહાલું હોય છે. એ દીકરાનું નામ સાંભળીને ગાંડી ઘેલી બની ગઈ. ચાલે, જરદી મને દીકરી બતાવે. દીકરા માટે મેં ઘણા ફાંફા - માર્યા પણ દીકરો ન મળે. હાશ હવે મારા કેડ પૂરા થશે. એમ વિચાર કરીને બંને પતિ-પત્ની મંદિરમાં આવ્યા.
આ બાજુ પેલે કરો ચંડાળ પૅડ લેવા જાઉં છું કહીને ગયો હતે. ઘણીવાર થઈ છતાં ન આવતાં તેમની રાહ જોતા હતા. ત્યાં પેલા શેઠ-શેઠાણી આવી પહોંચ્યા, અને જોયું તે બે વર્ષને બાલુડો ત્યાં બેઠો હતે. જાણે સ્વર્ગમાંથી ઉતરે દેવકુમાર ના હોય! તરત જ શેઠ-શેઠાણીએ તેની પાસે જઈને તેને ઉંચકી લીધે. આવ મારા વ્હાલા દીકરા! બેટા! તું એકલે બેઠો હતે? એમ કહીને બાથમાં લઈ લીધે. બાળક તે પ્રેમ ભૂખે છે. બંને એને પિતાના ઉતારે લઈ ગયા. ત્યાંથી પિતાને ઘેર લઈ ગયા ને ફુલની માફક બાળકને ઉછેરવા લાગ્યા. એના સુખને પાર ન રહો, કયાં ગયા જન્મમાં ભિખારીના દુઃખ અને કયાં શ્રીમંતાઈને