________________
શારદા દર્શન
૩૦૭ વિકસાવવાની સોનેરી તક છે. વધુ શું કહ્યું? કોઈનું સારું જોવા મળે, કેઈના ગુણે સાંભળવા મળે ને આપણને ઈર્ષ્યા ન આવે ત્યારે પ્રમોદ ભાવનાને આવવાને અવકાશ મળે ને? આ પાપ ભરેલા સંસારમાં આવી તક મળે તેને વધાવી લે. અહીં રાજા વિચારે છે કે ઠીક થયું. મને ખબર પડી તે હું નિકાલ કરીશ. કારણ કે હું સત્તાધીશ રાજા છું. ન હવે પુરોહિત રાજસભામાંથી ઉઠીને ખુશ થતે ઘેર ગયે. બીજી બાજુ રાજાએ દાસીના છોકરાને મારવા માટે કાવત્રુ રચ્યું અને એક માણસને તૈયાર કર્યો, અને તેને સૂચના કરી કે પુરોહિતની દાસીના છોકરાને ગમે તેમ કરીને ઉઠાવી જે ને જંગલમાં લઈ જઈને મારી નાંખે. અહાહા. રાજા કેટલી નિષ્ફરતા કરી રહ્યા છે! રાજાને માણસ તક શોધે છે કે કયારે બાળકને ઉઠાવી જાઉં! ગયા જન્મમાં બાળકે સંતના દર્શનથી જમ્બર પુય ઉપાર્જન કર્યું હતું પણ વચમાં વચમાં એના મનમાં એવા ભાવ જાગેલા કે મહારાજે ક્યાં પ્રતિજ્ઞા કરાવી! કે મને ખાવાનું મળે છે છતાં સંતના દર્શન વિના ભૂખ્યા રહેવું પડયું ! તેનાથી બંધાઈ ગયેલું પાપ પણ તક શોધે છે કે કયારે ઉદયમાં આવું! જોયું ને રાજા તક શેધ છે મારવા અને કર્મ તક શેાધે છે બાળકને હેરાન કરવા. આ દુનિયામાં જયાં જુઓ ત્યાં બધે તક સાધવાનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ આ દુનિયાની ઘટમાળમાં મહાપુરૂષો આત્મસાધના કરવાની અમૂલ્ય તકને શેધે છે. મારા ભાઈઓને બહેન ! આ પર્યુષણ પર્વમાં તપ-ત્યાગને વહેપાર ધમધોકાર ચાલે છે. તેમાં આત્મકલ્યાણની કમાણી કરી જીવનની સફરને સફળ બનાવવાની તક તમે શેષો છે ને ? યાદ રાખજે. ગઈ ઘડી પાછી નહિ મળે.
હવે પેલા બાળકને ચંડાળ લેકેએ તક શેાધીને ઉપાડ ને જંગલમાં લઈ ગયા. એક વૃક્ષ નીચે જઈને બાળકને મારવાની તૈયારી કરે છે. ત્યાં બાળક ખિલખિલાટ હસવા લાગ્યું. સુકોમળ, નિર્દોષ બાળકને ખીલેલા કુલની જેમ હસતું જોઈને ચંડાળના મનમાં વિચાર આવે કે એણે મારું શું બગાડયું છે? આવા નિર્દોષ બાળકને માર મારવે નથી. આમ વિચારી આગળ ચાલે ને એક સુકા વૃક્ષ નીચે મૂકી દીધો. બાળકના પુણ્યથી સૂકાયેલે બગીચે લીલુંછમ થઈ ગયે. તેથી ચંડાળ વિચારમાં પડી ગયે ને એક જગ્યાએ સંતાઈ ગયે. એના મનમાં થયું કે જે તે ખરે કે આ છોકરાનું શું થાય છે? ડીવારમાં બગીચાને મળી આવ્યું. પિતાને સૂકાઈ ગયેલે બગીચે લીલુંછમ જોઈને આશ્ચર્ય પાર ન રહ્યો. આ શું! આમ વિચાર કરતે માળી બગીચામાં ફરે છે ત્યાં વૃક્ષ નીચે બાળક ખીલખીલાટ રમતું જોયું. આ જોઈને માળીના મનમાં થયું કે નક્કી, આ બાળક પુણ્યવાન છે.