________________
૩૦૨
શારદા દર્શન મને આ દેહ ઉધારે નરકમાં એ જ ગબડાવે, દયું તે પાર ઉતરાવે, નમું તે પાપ બંધાવે, સાધન તરી જવાનું કાંઠા ઉપર ડુબાવું છું
આ દેહની પૂળમાં આ માનવ દેહરૂપી હડી સંસાર સાગરથી તારનાર છે, પણ તારનાર કયારે બને? તપ-ત્યાગ દ્વારા એનું દમન કરવામાં આવે તે. તપ-ત્યાગ દ્વારા એનું દમન થાય તે આત્મા કર્મોના ભારથી હળ બને ને હળ બને એટલે તરે છે તે વાત નક્કી છે. અને જે દેહનું લાલનપાલન કરવામાં રપ રહે તે પાપકર્મ બંધાય અને એ પાપ ભોગવવા નરક અને તિર્યંચ ગતિમાં જવું પડે છે. એટલે કહ્યું છે કે તરવાનું સાધન જીવનને ડૂબાડનાર ન બને તે ધ્યાન રાખજે. માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે તમારે માનવજીવનની સફરને સફળ બનાવવી હોય તે સૌથી પહેલાં ભોગ આપ પડશે, કષ્ટ વેઠવું પડશે. કષ્ટ વિના સફળતા નહિ મળે.
પાર્લામેન્ટની ચુંટણી થાય છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે કેટલા બધા ઉમેદવારે ઉભા થાય છે! એ ઉમેદવારને ખુરશી મળશે કે નહિ તે નક્કી નથી. ભાગ્યાધીન છે છતાં પહેલાં કેટલા પૈસા વેરે છે! એ ખુરશી મેળવવા માટે ઉદારતાથી પૈસા વાપરે છે. તે સમયે એની ઉદારતા જોઈને તે એમ લાગે કે આ દાનવીર જગડુશા અને ભામાશા જોઈ લે. આ ખુશી તે માત્ર ત્રણ વર્ષ માટે છે છતાં કેટલે ધનનો વ્યય કરે છે ! તે મોક્ષની કાયમી ખુરશી મેળવવા માટે કેટલે પુરૂષાર્થ કરે જઈએ! તેને જરા વિચાર કરો. મહાન પુરૂષોએ પણ પુરૂષાર્થ કર્યો તે જીવનની સફરને સફળ બનાવી શક્યા છે. આ ઉપરથી આપણે જરૂર વિચાર કરવો જોઈએ કે પુરૂષાર્થ વિનાનું જીવન જીવન નથી પણ પુરૂષાર્થ સહિત જાગૃતિમય જીવન તે સાચું જીવન છે.
માનવ પાસે બે આંખ અને બે પાંખ છે. તમને થશે કે આંખ તે બરાબર પણ પાંખે કઈ? પાંખો તે પક્ષીને હેાય છે. ભાઈ! એ આંખે અને પાંખે જુદી છે ને હું તમને જે કહેવા માંગુ છું તે જુદી છે. સદાચાર અને સદ્દવિચાર રૂપી બે આંખે છે ને પરોપકાર અને સેવાભાવ રૂપી બે પાંખે છે સદાચાર અને સદ્દવિચાર રૂપી છે. દિવ્ય આંખે દ્વારા માનવી વિકટ ભવમાર્ગ ઓળંગી શકે છે અને પરોપકાર તથા સેવાભાવ રૂપી બે પાંખે વડે પિતાના લક્ષ્ય તરફ ઉડ્ડયન આદરી શકે છે. વિચારે તે માનવજીવન એવું અમૂલ્ય છે કે વિવેકપૂર્વક તેને ઉપયોગ કરવામાં આવે તે તે માનવને મહાત્મા બનાવી શકે છે ને મહાત્મામાંથી પરમાત્મા પણ બનાવી શકે છે. પણ આ કયારે બને? માનવને મળેલી શક્તિની પ્રત્યેક અંશને વિવેકપૂર્વક આત્મલક્ષે સદુપયોગ કરે છે. આપ જાણે છે ને કે આ દુનિયામાં માનવ તે ઘણાં છે પણ માનવ માનવમાં ફેર છે. હું તમને એક ન્યાય આપીને સમજાવું.