________________
શારદા દર્શન
૩૦૧ જીવનની ક્ષણભંગુરતા, સંપત્તિની ચંચળતા અને સંસાર સબંધની અસારતાનું જેને ભાન છે એ જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારે તૈયારી કરી રાખે છે. બાર મહિનાની પુણ્ય-પાપની, ધર્મ–અધર્મની પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢી માનવ જીવનને ઉજજવળ બનાવનાર આરાધક ભાવ જેના હૈયામાં સતતપણે સારાયે વર્ષ દરમ્યાન જીવંત રહ્યો છે તે આરાધક આત્મા પર્વાધિરાજને સન્માનવા સદા ઉત્સુક રહે છે. આ પર્યુષણ પર્વને મહામંગલમય સુઅવસર જીવનમાં મહામૂલ્ય ચૈતન્યની પ્રેરણું આપી જીવનને સફળ બનાવવા માટે પ્રેરણા આપી જાય છે.
હે દેવાનુપ્રિયે ! તમે જાગૃત બને. પર્વાધિરાજ મહાપર્વની આરાધના માટે સજજ થાઓ. ભાવના-શ્રદ્ધા-ભક્તિ-દઢતા આદિ મંગલમય સ્વસ્તિકેની રંગોળી આત્માના આંગણે પૂરી પર્વાધિરાજને સત્કારવા ઉજમાળ બને, અને જીવનને સફળ બનાવે. પર્યુષણ પર્વને અનુલક્ષીને આજના વ્યાખ્યાનને વિષય રાખે છે જીવન સફળતાની સફર.” માનવજીવનની સફરને સફળ બનાવવા માટે આપણને આવે અનુપમ અવસર મળે છે. તમને એમ થશે કે આજે વ્યાખ્યાનને વિષય આવે કેમ રાખ્યું હશે? જ્ઞાની પુરૂષો કહે છે કે આપણે આત્મા અનંતકાળથી સફર કરતે આવે છે પણ હજુ તેની સફર સફળ થઈ નથી. સફર એટલે શું? મુસાફરી, તમે કેઈ લાંબી સફરે જાઓ છો ત્યારે ભારતની સંસ્કૃતિ મુજબ વડીલેને નમસ્કાર કરે છે ત્યારે તમારી માતા શું કહેશે? બેટા ! સંભાળીને જજે, અને જ્યાં જાય ત્યાં સંભાળીને રહેજે ને તારા કુશળ સમાચાર આપતે રહેજે. પછી તમારા શ્રીમતીજી પાસે જશે તે એ શું કહેશે? એ તો તમારા અનુભવની વાત છે. મારે તમને કહેવાની જરૂર નથી. કેમ બરાબર ને? મારે માટે સાડી-દાગીના વિગેરે લાવજે. (હસાહસ) હવે ધર્મગુરૂઓની પાસે જશે તો એ તમને શું કહેશે? દેવાનુપ્રિયા ! તમે આ દ્રવ્ય સફર કરવા જાય છે ત્યાં તમે ધર્મને સાથે લઈ જજે ને જીવનની સફર સફળ બનાવજે. કારણ કે માનવભવ મળ અતિ દુર્લભ છે. જીવનની સાચી સફળતા માનવભવમાં કરી શકાય છે. ચોર્યાશી લાખ છવાયોનિમાં ભટક્ત જીવ મહાન પુણ્યના ઉદયથી માનવજીવન પામ્યો છે. માનવજીવનને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરવા માટે જીવને અકથ્ય યાતનાઓમાંથી પસાર થવું પડે છે. અને માનવભવ મેળવ્યા પછી જે આત્માને તેની દુર્લભતાનું ભાન થાય છે ને આત્મસાધના કરે છે તે તેને પણ પૂજનીક બની જાય છે, અને જે માનવ જન્મ પામીને દેહની આળપંપાળમાં પડી જાય છે તે માનવજીવનની સફરને સફળ બનાવી શક્યું નથી, અને જે તરવાનું સાધન છે તેનાથી ડૂબી જાય છે, એક ભક્ત ગાયું છે કે