________________
૨૮
શારદા દર્શન અને ભીષ્મપિતાના ચરણમાં પડ્યા. ત્યારે એમણે આશીષ આપ્યા. પછી અર્જુન પિતાના ચાર ભાઈઓને મળ્યા. આખા હસ્તિનાપુરમાં અર્જુનછ આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કે તેમના સ્વાગત માટે બગીચામાં આવ્યા.
ગુણેથી પૂજાએલા અજુન” – પાંડુરાજાએ આખું નગર શણગારવાને હુકમ કર્યો. જોત જોતામાં આખું નગર શણગારાઈ ગયું. નગરજનોને ઉત્સાહને પાર નથી. પાંડુરાજાએ કાઈને કહ્યું નથી કે અજુન બાર વર્ષે આવે છે તે સ્વાગત કરવા ચાલે. છતાં પ્રજામાં આ ઉત્સાહ કયારે આવે ? પ્રજાને પ્રેમ કર્યો હોય ત્યારે ને! આજની સરકાર પ્રજાને ચૂસીને પ્રિય થવા માંગે છે તે કયાંથી બને? માનવી ગુણથી પૂજાય છે. અર્જુનછમાં ઘણાં ગુણે હતાં. એના સદ્ગુણની સુવાસથી પ્રજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. રાજા અને પ્રજા સૌને ખૂબ આનંદ છે. ખૂબ ઉત્સાહભેર સીએ નગરમાં પ્રવેશ કર્યો.
આઈ પુર કે બીચ સવારી, વાજા કે ઝનકાર ઘર ઘર હર્ષ વધાયા હવે ઘર ઘર મંગલાચાર હે શ્રોતા
અર્જુનછની સ્વારી હસ્તિનાપુરની મધ્યમાં આવી ત્યારે કંઈક નગરજને અર્જુનને હાર પહેરાવે છે. કેઈ સાચા મિતીથી, કેઈ ફુલથી અને ચોખાથી તેને વધાવે છે. અર્જુનને જોઈને લેકે બોલવા લાગ્યાં કે ધન્ય છે અર્જુનના માતાપિતાને કે આવા પવિત્ર પુત્રને જન્મ આપે છે. કેઈ અર્જુનને ખૂબ ગુણગાન કરે છે. ઘર ઘરમાં આનંદ મંગલ વર્તા.
અર્જુનછ આવીને માતાના ચરણમાં પડયા અને સુભદ્રા સાસુના ચરણમાં પડી ગઈ. એટલે સાસુજીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તમારી જોડી અખંડ રહે. એમ કહીને કુંતાજીએ ખૂબ વસ્ત્રાભૂષણે સુભદ્રાને આપ્યા. આજે તે વહુ પરણીને આવે ને સાસુને પગે લાગે ત્યારે સાસુ કહે બેટા ! આ બધું તમારું છે, પણ તિજોરીની ચાવીને ગૂડે તે પહેજ રેઢા મૂકતી નથી. (હસાહસ) પણ અહીં તે સુભદ્રા સાસુજીના ચરણમાં પડયા એટલે આશીર્વાદ સાથે વસ્ત્રાભૂષણે પણ આપ્યા.
બીજી બાજુ જે વાળની ગાય ચોરાઈ હતી તે અજુનછ તેમની વહારે ગયા હતા તે ગવાળો દેડતા આવીને અર્જુનના ચરણમાં પડીને કહે છે વીરા ! અમારી ગાયે લાવવા માટે તારે વનમાં જવું પડ્યું ને. ધન્ય છે તમારી ધીરતાને ! એમ કહી પગમાં પડી ખૂબ રડ્યા. છેવટમાં અર્જુનને આશીર્વાદ આપીને પિતાને ઘેર ગયા. આ રીતે બધા કાર્યથી નિવૃત્ત થઈને અર્જુનછ દ્રૌપદીના મહેલે ગયા. દ્રૌપદીએ કુશળ સમાચાર પૂછયા. સ્વામીનાથ ! આપનું શરીર તે સારું છે ને ? વનવાસમાં આપને કેટલું કષ્ટ પડયું હશે. આટલું કહેતાં દ્રૌપદી રડી પડી. હવે અને તેને બધી વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.