________________
૨૨
શારદા દર્શન વનવાસ ગયા હતા. તે વનવાસ પૂરો કરીને મને મળવા આવે છે. એટલે તેમને ખૂબ આનંદ થયે ને સ્વાગત કરીને પિતાના મહેલે લાવ્યા. કૃષ્ણ અને અર્જુન એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. તેમના આનંદને પાર નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૩૮ શ્રાવણ વદ ૧૧ ને બુધવાર
તા. ૧૦-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! મહાન પુણ્યદયે આપણને જિનશાસન મળ્યું છે. જિનશાસન પામ્યાની એ વિશેષતા છે કે આત્માને આંતરિક શત્રુને ઓળખે. આજે દુનિયાની કઈ વસ્તુને કઈ વસ્તુ બગાડી નાંખે છે તેનું જાણપણું છે પણ આત્માને બગાડનાર કેણ છે તેની ખબર નથી. કેટલું અજ્ઞાન છે! દૂધમાં મીઠું પડી જાય તે દૂધ ફાટી જાય. ગરમ કપડાંમાં કંસારી પેસી જાય તે કાણું પડી જાય, તે કપડું નકામું થઈ જાય. વાસણને કાટ ચઢી જાય તે વાસણ બગડી જાય. રૂની ગંજીમાં અગ્નિને એક તણખે લાગી જાય તે ગંજ બળીને સાફ થઈ જાય. આ બધી બાબતેની તે તમને ખબર છે ને? અને તેને માટે કેટલી બધી સાવધાની રાખે છે? પણ પિતાના આત્માને રાગ-દ્વેષ, મોહ, ઈર્ષા, વાસના, વિકારે આદિ દેવો લાગી જાય તે આત્મા ખરાબ થઈ જાય એની ખબર પડે છે? જો આટલી ખબર ન હોય અને એનાથી બચવાની સાવધાની ન હોય તે આત્મા ખરાબીમાંથી કેવી રીતે બચી શકશે ? તેને વિચાર કરો. આત્માની ખરાબી કરનારા દૂષણે તમને સમજાશે અને હૈયામાં અંકાઈ જશે કે આ દોષો આત્માનું અહિત કરનાર છે. પછી તમને તેના પ્રત્યે અણગમો થશે. કદાચ હેજ રાગ-દ્વેષ કે ક્રોધ આવી જશે તે પણ મનમાં ભારે પશ્ચાતાપ થશે અને ધીમે ધીમે આત્મા સમજણના ઘરમાં આવી જશે. પછી એને અનંતાનુબંધી કષાય નહિ આવે. જ્ઞાની પુરૂષ કહે છે કે જે મનુષ્ય સમજીને અનંતાનુબંધી કષાય ન કરે, રાગ-દ્વેષ છોડી દે છે. એની કક્ષા ઉંચી વધી જાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેબ, સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મહનીય એ સાત પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે સોપશમ કરે ત્યારે સમ્યકત્વ પામે. પછી નરક, તિર્યંચ અને મનુષ્ય ગતિના કર્મબંધને અટકાવી દેવગતિને એગ્ય કર્મ ઉપાર્જે છે. દેવગતિમાં ભવનપતિ, વાણવ્યંતર અને જતિષીમાં નહિ પણ વૈમાનિક દેવમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. અને પછી કમે કમે વિકાસ સાધતે જીવ મોક્ષને અધિકારી બની જાય છે. બેલે, જિનશાસન પામ્યાની કેવી બલીહારી છે !