________________
શારદા દર્શન
૨૯૧ આંખે આંસુથી ભરેલી હોય છે. આપના વિગથી તે પણ ખૂબ સૂરે છે. આ કુટુંબ અને પ્રજાના તલસાટ સામું તે જુએ.
ઈસ કારણ તુમ ચલો શીધ્ર હી, મત ના દર લગાઓ,
કરે યાદ દિન રાત આપકે, જાકર પ્રેમ બઢાએ હે શ્રોતા
માટે હવે આપ વાર ન કરે. જદી હસ્તિનાપુર પધારી દરેકને આનંદ કરાવે. દૂતે સમાચાર આપ્યા પછી એમણે પિતાજીને પત્ર વાંચ્યા. એમનું હૃદય પીગળી ગયું, આહાહા...માતા પિતાને પ્રેમ કઈ અલૌકીક છે. માતાને ભાંગ્યા તૂટયા અક્ષરને દશ વીંટી લખેલો પત્ર હેય ને મિત્રને અલંકારિક ભાષાથી દશ પાના ભરેલે પત્ર હેય છતાં માતાને પત્ર વાંચતા પુત્રના દિલને જે આનંદ આવે છે તે મિત્રને પત્ર વાંચતા નથી આવતે કારણ કે તેમાં અંતરને પ્રેમ નથી હોતે, મિત્રો તે સ્વાર્થના સગા હેય છે.
પાંડુરાજાને પત્ર વાંચતા અર્જુનનું હૃદય પીપળી ગયું ને હવે હસ્તિનાપુર જવા મન ઉપડયું, અને જવા તૈયાર થયા. તેમણે દૂતને કહ્યું કે તમે પહેલાં જાઓ. હું હવે અહીંથી નીકળું છું પણ મારી ઈચ્છા એવી છે કે હું દ્વારકા જઈને આવું. એટલે તમે જલદી જઈને માતાપિતાને સમાચાર આપે. આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો. હવે અજુનજીએ વિમાન તૈયાર કર્યું. ત્યારે મણીચૂડ અને હેમાંગદે કહ્યું. ભાઈ ! તમને જવા દેવાનું મન થતું નથી ને હવે જવા દીધા વિના છૂટકે નથી. તે જે આપ કહે તે અમે આપની સાથે હસ્તિનાપુર આવીએ. આપને અમારા બંને ઉપર મહાન ઉપકાર છે. આપ તે અમને જીવતદાન દેનાર છે. આ૫ આવા પવિત્ર છે તે આપના માતા પિતા તે કેવા પવિત્ર હશે! આપના માતાપિતા એ અમારા માતાપિતા છે. અમે તેમના દર્શન કરીને પાવન બનીએ. અજુને કહ્યું ભલે, ખુશીથી ચાલો.
પિતાના વતનમાં જવાને અનેરો આનંદઃ અર્જુનને હવે હસ્તિનાપુર જવાને ખૂબ તલસાટ ઉપડે છે પણ મનમાં વિચાર થયો કે હું ત્યાં જઈશ પછી નીકળી શકાશે નહિ અને મને કૃષ્ણને મળ્યા બાર બાર વર્ષો વીતી ગયાં છે. તે તેમને મળવાની ખૂબ ઈચ્છા છે. કૃષ્ણ અને પાંડવે વચ્ચે દૂધ સાકર જે પ્રેમ હતે. તેઓ સગા ભાઈની માફક રહેતાં હતાં. એટલે અર્જુનજી કૃષ્ણને મળવાની ઈચ્છાને રોકી શક્યા નહિ. તેઓ ત્રણે હિરણ્યપુરથી પ્રભાવતીની રજા લઈને નીકળ્યા પ્રભાવતીને ધર્મના વિરા અર્જુનના જવાથી ખૂબ દુખ થયું. તેણે દુખિત દિલે વિદાય આપી. ત્રણે જણા વિમાનમાં બેસીને દ્વારકા આવ્યા. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને ખબર પડી કે અર્જુનજી નારદજી પાસેથી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા