________________
૨૮૮.
શારદા દર્શન આટલા માટે ભગવાન કહે છે કે ચારિત્રથી પડવાઈ થયેલાનું કલ્યાણ થાય છે પણ શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલાનું કલ્યાણ થવું મુશ્કેલ છે.
- નંદીષેણે ભગવાનની વાણી સાંભળી અને તેના અંતરમાં વૈરાગ્યની ત ઝળહળી ઉઠી. એ ભગવાન પાસે દીક્ષા લેવા ત્યાર થયા. તે વખતે તેને કહેવામાં આવ્યું કે હે નંદીષેણ! હમણું થોભી જા, તારા ભેગાવલી કર્મ હજુ બાકી છે પણ જેના અંતરમાં વૈરાગ્યનાં મોજા ઉછળી રહ્યા છે તેવા નંદીષેણ દીક્ષા લેવા માટે અડગ રહ્યા ત્યારે આકાશવાણી થઈ કે નંદીષેણ હમણાં રોકાઈ જા. બાર વર્ષ તારા ભોગાવલી કર્મ બાકી છે. ત્યારે કહે છે કે આત્માની શક્તિ અનંત છે. મન મજબૂત છે પછી ભેગાવલી કર્મની શું તાકાત છે ! કર્મ તે શિયાળીયા છે. મારા આત્માની શકિત આગળ ભેગાવલી કર્મ ભાગી જશે. કેઈન વાર્યા ન રહ્યા ને સિંહની જેમ સંયમ લીધે. સંયમ લઈને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
એક વખત નંદીષેણ મુનિ ગૌચરી નીકળ્યા. ઘર ઘરમાં ગૌચરી કરતાં શ્રાવકનું ઘર માનીને વેશ્યાના ઘરમાં ગયા, ને ધર્મલાભ કહીને ઉભા રહ્યા. આ સમયે રૂપ અને યૌવનના મદમાં મસ્ત બનેલી વેશ્યા કહે છે હે મુનિ! આ ધર્મલાભનું ઘર નથી. અર્થલાભનું ઘર છે. મુનિના કર્મનો ઉદય થવાનું હતું એટલે આ નિમિત્તા મળી ગયું. આગળના સંતે અઘોર તપશ્ચર્યા કરતા હતા. તપના પ્રભાવથી નંદીષેણ મુનિને લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. જૈન મુનિઓને લબ્ધિ પ્રાપ્ત થાય પણ તેને ઉપયોગ કરે નહિ, પણ આ મુનિના કર્મને ઉદય થવાને હતું એટલે એ પણ અભિમાનમાં આવીને ભાન ભૂલ્યાં કે શું તું મને ભિખારી સમજે છે? દેખ, એમ કહીને રજોહરણની દશીમાંથી એક તાંતણે તેડીને ફેંકે તે સાડાબાર કોડ સોનૈયાને ઢગલે થયે. આ જોઈને વેશ્યાની આંખ સ્થિર થઈ ગઈ. આ પુરૂષ સારે. મારે આ પાપના ધંધા કરવા મટી જાય. મુનિ એને ઘેરથી પાછા ફરવા જાય છે. ત્યાં આડી ફરી વળીને કહે છે હું તમને નહિ જવા દઉં. તમે અહીં જ રોકાઈ જાઓ. મુનિ કહે છે હું સાધુ છું તારે ઘેર રોકાવાય નહિ, ત્યારે કહે છે તે આ તમારા ધનનો ઢગલે લઈ જાવ. નંદીષેણ મુનિને ધન મેળવવાની શકિત હતી પણ સંહરણ કરવાની શક્તિ ન હતી એટલે મૂંઝવણમાં પડયા ને વેશ્યા તે બરાબર પાછળ પડી કે જવું હોય તે લઈને જાઓ. નહિતર રોકાઈ જાઓ. જૈન મુનિને ધન રખાય નહિને સંહરણ કરતાં આવડતું નથી. કર્મવશ વેશ્યાને ઘેર રોકાઈ ગયા.
બંધુઓ ! નંદીષેણ મુનિ ભેગાવલી કર્મના ઉદયથી વેશ્યાને ઘેર રોકાયા પણ સંયમ રૂપી ચૈતન્યને ધબકાર બંધ થયું ન હતું, એમણે સાધુના કપડાં રજોહરણ,