________________
૨૩છે.
શારદા દર્શન ચરિત્ર – અર્જુનનું મને હસ્તિનાપુર જવા માટે ઉત્સુક બન્યું છે. તેથી અત્યંત હર્ષ પામતાં અર્જુનછ વિમાનમાં બેસીને હસ્તિનાપુર તરફ જવા માટે પ્રયાણ કરે છે. માર્ગમાં એક મોટું વન આવ્યું. તે વનમાં ઘણાં માણસો કે લાહલ કરતાં હતાં. એ કોલાહલમાં દુખ ભરેલાં શબ્દ સંભળાતાં હતાં. આ સાંભળીને અર્જુનને વિચાર થયે કે આવા ગાઢ જંગલમાં આટલે બધો કલાહલ કેણ કરે છે? આ કલાહલમાં પણ દુઃખની કીકીયારીઓ સંભળાય છે. માટે નક્કી કઈ વ્યક્તિના માથે સંકટ આવ્યું હશે. લાવ, તેની તપાસ કરું. કેઈ માણસ બિચારે મહાન દુઃખમાં હોય ને મારાથી એને વચમાં મૂકીને કેમ ચાલ્યા જવાય? કરૂણાવંત પુરૂષની કરૂણા કેઈ ઓર હોય છે. પિતાના દેહની છાલ ઉતરી જાય તેની પરવા નથી કરતાં પણ બીજાને દુઃખ ન થાય તેની ખાસ કાળજી રાખે છે,
મહાનપુરૂષોની જીવન કહાની વાંચતાં મારી આંખમાં આંસુ આવી જાય છે. બંધક મુનિની ચામડી ઉતારવાને રાજાને હુકમ છૂટે ત્યારે ચંડાળ તેમની ચામડી ઉતારવા ગયા. તે વખતે મુનિએ ચંડાળને શું કહ્યું? ભાઈ! તું કહે તે ઉભું રહે. તે કહે તે બેસી જાઉં ને કહે તે સૂઈ જાઉં. પણ મારા શરીરની ચામડી ઉતારતાં તને કષ્ટ ન થવું જોઈએ. તારી આંગળી ન કપાઈ જાય તેને ખ્યાલ રાખજે. જુઓ, મહાનપુરૂષોની કરૂણા કેવી હોય છે ! પિતાના શરીરની ચામડી ઉતરી જશે તેનું દુઃખ કે ખેદ નથી, પણ ચામડી ઉતારનારને કંઈ ન થાય તે માટેની કેટલી સાવધાની રાખે છે. અર્જુનને હસ્તિનાપુરનું રાજભવન છોડીને નીકળ્યા બાર બાર વર્ષ વીતી ગયાં છે. વનવાસમાં કેટલો કષ્ટ વેઠયાં. હવે તે પોતાના માતા-પિતા, ભાઈઓ, પત્ની બધા યાદ આવ્યા છે છતાં વનમાં કેટલાહલ સાંભળીને દુઃખીનું દુઃખ મટાડવાની ભાવના થઈ. અર્જુનછ તે એકલા હતાં પણ મણીચૂડ આદિ વિદ્યારે તેમને વળાવવા આવ્યાં ત્યારે એક કેસર નામના વિદ્યાધરને અર્જુનની સાથે મૂકીને ગયા હતા.
કેસર નામ બેચરકે ભેજા, ખબર લેન કે કાજ, ચોક્કસ કર આ કહે તુરત વહ, સુન અજુન મહારાજ હે...શ્રોતા
અને કેસર વિદ્યાધરને તપાસ કરવા એક કે આ બધું શું છે તે તું તપાસ કરી આવ. કેસર તે વિદ્યાધર હતું એટલે તરત નીચે ઉતર્યો, અને જ્યાં બધા માણસે કોલાહલ મચાવતાં હતાં ત્યાં આવીને બધી પૂછપરછ કરી. ચોક્કસ વાત જાણીને અર્જુન પાસે આવીને કહે છે હે મહારાજા! સાંભળે.
| હિરણ્યપુરી નામની અલ્કાપુરી સમાન નગરી છે. તે નગરીમાં હેમાંગદ નામના પરાક્રમી રાજા રાજ્ય કરે છે. તે રાજાને સતી શિરોમણી પ્રભાવંતી નામની પવિત્ર રાણી છે. તે રાણી ગઈ રાત્રે તેના શયનખંડમાં સુતી હતી. રાત્રીના પાછલા પ્રહારે