________________
ઉપર
શારા દર્શન શક્તિવાન હતાં. આ ત્રણે જણાં એમનાં દર્શન કરીને તેમની સન્મુખ બેસી ગયાં. છોકરાને હાથ-પગ બાંધીને લાવ્યાં હતાં. એટલે મહાત્માએ કહ્યું કે આ છોકરાના બંધન છોડી નાખે ત્યાં તે શેઠ થરથર ધ્રુજવા લાગ્યા. શેઠનો મિત્ર કહે છે ગુરૂદેવ! જે એને છૂટે કરીશું તે શેઠનું ગળું દબાવી દેશે. મહાત્માએ કહ્યું તમે ચિંતા નહિ કરે. એ બધી મારી જવાબદારી છે. એટલે તરત જ દીકરાના હાથ પગનાં બંધન એડી નાંખ્યા.
મહાત્માએ સમજાવેલું પૂર્વભવનું વૈર” - મહાત્માએ શેઠને કહ્યું કે તમે પાંચ મિનિટ એકાગ્ર ચિત્ત કરીને ધ્યાન ધર. શેઠને ધ્યાન ધરાવીને મહાત્માએ પણ ધ્યાન ધર્યું. પાંચ મિનિટ પછી બંને ધ્યાનમાંથી મુક્ત થયા ત્યારે મહાત્માએ કહ્યું-શેઠ! તમે ધ્યાનમાં કંઈ દશ્ય જોયું ? પણ શેઠ તે એવા ગભરાઈ ગયા હતા કે કંઈ બેલી શકયા નહિ. આ છોકરો પણ હાથ જોડીને બેસી ગયે. જાણે કંઈ છે જ નહિ! ત્યારે મહાત્માજીએ કહ્યું. શેઠ! તમે કઈ ગાઢ જંગલમાં એક યુવાનનું ખૂન કર્યું હતું એવું કંઈ જોયું ? શેઠે કહ્યું. હા, ગુરૂદેવ. જુઓ શેઠ! આ ભવમાં તે તમે એટલે બધે ધર્મ કરે છે કે આવતે ભવ સુધરી જશે પણ ગત જન્મમાં નિર્જન વનમાં એક યુવાનનું ખૂન કર્યું હતું તે યુવાન વૈરની વસૂલાત કરવા માટે તમારે પુત્ર બનીને તમારે ઘેર જન્મે છે, અને તમને મારવા માટે ફરે છે. આ તમારા ગત જન્મનું પાપનું ફળ તમે જોગવી રહ્યાં છે. પાપકર્મના ફળ તે દરેકને ભોગવવા પડે છે, ને જે બાકી રહે તે બીજા ભાવમાં પણ જોગવવા પડે છે. તે શેઠ! તમારે શું કરવું છે? તમારે આ ભવમાં કર્મનાં દેણુની પતાવટ કરવી છે કે આવતા ભવ માટે બાકી રાખવું છે? શેઠ સંતના ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ ! મારે તો આ ભવમાં જ જૂના ચોપડા ચેખા કરવાં છે. મારે કમનાં દેણું પતાવી દેવાં છે. દીકરે ભલે ગમે તેટલું કષ્ટ આપીને એને વૈરાગ્નિ શાંત કરે પણ મને એ કષ્ટ સહન કરવાનું બળ મળે એવા આશીર્વાદ આપજો. આટલું બોલતાં શેઠ મહાત્માના ચરણમાં માથું મૂકીને રડી પડયા. મહાત્માના મુખેથી વાત સાંભળીને દીકરાની આંખમાં આંસુ આવી ગયા. છેકરાનાં સામે દષ્ટિ સ્થિર કરીને મહાત્મા સાત વખત નવકારમંત્ર બોલ્યા ને કહ્યું. બેટા! હવે તું ડાહ્યો થજે. જા, આજથી તું બંધન મુક્ત બન્યા. ત્યારથી કરે તદ્દન શાંત થઈ ગયો, અને મહાત્માને વંદન કરીને તેમને મહાન ઉપકાર માનતે પિતાને ઘેર ગ.
બંધુઓ! કરેલાં કર્મો તે દરેકને ભોગવવા પડે છે. તેમાં મીનમેખ ફેર પડતે નથી. પણ મહાત્મા પુરૂષોને સમાગમ કે લાભદાયી નીવડે છે. આ બાપ-દીકરાનાં પૂર્વજન્મનાં વૈર પતી ગયા ને પ્રેમથી રહેવા લાગ્યા. આટલા માટે જ્ઞાની કહે છે કે કર્મ કરતાં ખૂબ વિચાર કરજે. કર્મ કેઈને છેડશે નહિ માટે બને તેટલે ધર્મ કરે.