________________
શારદા દર્શન ગુન્હો છે. રાગ એ ગુન્હો શાથી કહેવાય? તે તમને સમજાવું. સાંભળે, કઈ માણસ પત્નીને છેડીને પરસ્ત્રી ઉપર રાગ કરે તે તે ગુન્હો કે નહિ? (જવાબ – હા.) તે રીતે સમ્યગ્ર દષ્ટિને મને પિતાના આત્મા સિવાયની જગતની બધી ચીજો પરસ્ત્રી જેવી છે. એટલે એના ઉપર રાગ કરો તે ગુન્હો છે. માટે સમજે, જે આત્માને ઉધ્ધાર કરવો હોય તે સ્વ આત્માને રાગ કરો. આત્માનું ભાન કરાવનાર પરમાત્મા પ્રભુ ઉપર રાગ કરો. જગતની ચીજે ઉપર રાગ કરશે તે આત્મા અને પરમાત્માને ભૂલી જશો. કારણ કે જગતની ચીજોને રાગ આત્માના અને પરમાત્માના મહત્વને ભૂલાવી દે છે. કહ્યું છે કે બહારની વસ્તુઓને રાગ કાયા અને ઈન્દ્રિઓના રાગના કારણે થાય છે. દેહ અને ઈન્દ્રિ તરફ જેટલું આકર્ષણ વધશે તેટલા આત્મા તરફથી ખસી જવાના અને પરમાત્માને ભૂલી જવાના. છેવટે ચતુર્ગતિ રૂપ સંસારમાં ભમવાના.
બંધુઓ. આજે પ્રત્યક્ષ દેખાય છે કે જેટલે રાગ જડ પદાથોને છે એટલે આત્માને નથી. સંસારના સુખ માટે આત્મા પાણીની માફક પૈસા વાપરે છે તેટલા ધર્મના કાર્યમાં વાપરે છે? પૂર્વે કમાણી કરીને આવ્યાં છે તે પુણ્યને ચેક વટાવીને મોજશોખ ઉડાવી રહ્યા છે. પરિણામે કર્મ બંધાય છે. એ કર્મના કારણે દુર્ગતિની જેલ ભેગવવી પડે છે. જગતની ચીજે ઉપર રાગ કર્યો તે આ દુઃખ ભોગવવું પડયું ને? ગુન્હો કરનારને જેલમાં પૂરાવું પડે છે ને સજા ભોગવવી પડે છે. તે હવે બરાબર સમજાઈ ગયું ને ? જગતની ચીજે ઉપર રાગ થાય એટલે એને મેળવવા માટે છકાય છની હિંસા, આરંભ-સમારંભ, જૂઠ-અનીતિ, પરિગ્રહ, વિગેરે અઢાર પાપસ્થાનકનું સેવન થાય છે. દુષ્કૃત્યનું આચરણ થાય છે ને સુકૃત્ય ભૂલી જવાય છે. જે ધર્મ તત્વને બરાબર સમજે છે તે આ વાત બરાબર સમજી શકે છે કે જગતના પદાર્થો પ્રત્યે રાગ કરે તે ગુન્હો છે. એ ગુન્હો કર્યા પછી એની સજા કેવી જોગવવી પડશે તેનું સ્મરણ થતાં ભયને આંચકે અનુભવે છે, પણ જેને જગતની ચીજે ઉપર રાગ કરે તે ગુન્હો છે ને મેં રાગ કર્યો તે ખોટું કર્યું એમ નથી લાગતું તે પાપ કરતાં પાછા પડતા નથી. આટલા માટે મહાન પુરૂષે કહે છે કે તમે આ એક વાતને જરૂર ખ્યાલમાં રાખો કે પિતાના આત્માને અને પરમાત્માને ભૂલાવનારી અને અઢાર પાપ સ્થાનકનું આચરણ કરાવનાર જગતની ચીજે ઉપર રાગ કરે તે માટે ગુન્હો છે, ભયંકર ભૂલ છે. અહીં એક જ વખત જેલ અપાવનાર કૃત્ય એ ગુન્હી ગણાય છે તે ભવોભવમાં અનેક ભવની ભયંકર જેલમાં જીવને પૂરાવી દેનાર રાગ એ મહાભયંકર ગુન ગણાય ને? એ રાગના કારણે જીવ અનાદિકાળથી ભવરૂપી જેલમાં ફસાયેલો રહ્યો છે, અને આ ઉત્તમ માનવભવ પામીને હજુ પણ જીવને ભવ જેલમાંથી મુક્ત કરાવનારા ઉત્તમ ધર્મના અનુષ્ઠાન કરવા ગમતા નથી ને પ્રમાદની પથારીમાં જીવ નિરાંતે પિઢી રહ્યો છે. આવા જીવનું થશે? જ્ઞાનીની