________________
૨૮૧
શારદા દર્શન નામ ઉજવળ કરે છે. માતા-પિતાને દેશદેશમાં ઓળખાવે છે. મુનિએ ગૌચરી કરીને ગયા પછી દેવકીજીને શંકા થઈ છે કે શું મુનિના વચન બેટા પડયા? મુનિના વચન ત્રણ કાળમાં અસત્ય થાય નહિ. જે મુનિના વચન અસત્ય કહું તે મને દેષ લાગે, અને આમ જોઉં છું તે આ મુનિઓને જોઈને અસત્ય જેવું દેખાઈ રહ્યું છે. આ પ્રમાણે શંકાના કારણે દેવકીજીને ચેન પડતું નથી. આચારંગ સૂત્રમાં ભગવંત કહે છે કે “જિનિછા સમાજોળ નો ધર્મમાં સંદેહ રાખનાર મનુષ્ય સમાધિ પ્રાપ્ત કરી શક્તા નથી. દેવકીરાણાને આ જાતને સંશય થયે એટલે એના ચિત્તમાં ક્યાંય ચેન પડતું નથી. મનમાં વિચાર થયે કે શંકાનું સમાધાન કરનાર નેમનાથ પ્રભુ તે મારી નગરીમાં બિરાજે છે તે દિલમાં શંકાનું શલ્ય શા માટે રાખવું જોઈએ? કેઈને એપેન્ડીસને દુઃખાવે ઉપડે ત્યારે જે ડોકટર હાજર ન હોય તે ગોળી વિગેરે લઈને તાત્કાલિક રાહત કરે પણ છે, ત્રણ વખત જીવલેણ દુખા ઉપડે પછી તે દદી' એમ જ વિચાર કરે કે હવે તે સર્જન પાસે જઈને ઓપરેશન કરાવી લઉં તે દ મૂળમાંથી નાબૂદ થાય. એ દદ ડેકટર પાસે જઈને ઓપરેશન કરાવે છે તે દર્દ મટાડે છે. તેમ દેવકીરાણી વિચાર કરે છે કે મારી શંકા રૂપી એપેડીસનું ઓપરેશન કરનાર મહાન સર્વજ્ઞ રૂપી સર્જન નેમનાથ પ્રભુ મારા પુદયે બિરાજે છે તે મારે મનમાં શંકા રાખવાની शी १३२ छ ? तं गच्छामि णं अरहं अरिडुनेमि वंदामि नमसामि, वदित्ता नमसित्ता इमं च णं एयारुवं वागरण पुच्छिस्तामि त्ति कटु एवं सपेहेइ।" હું ભગવાન અહત અરિષ્ટનેમિની પાસે જાઉં. ત્યાં જઈને તેમને વંદન નમસ્કાર કરીશ. વંદન નમસ્કાર કરી મારા મનમાં જે વાતને સંદેહ છે તેનું નિવારણ કરીશ. આ પ્રમાણે દેવકીજી મનમાં વિચાર કરવા લાગ્યા.
બંધુઓ ! શંકા એ શ્રધ્ધાને માટે સડે છે. જેમ શરીરના કોઈપણ ભાગમાં સડે થયે હેય તે તે તરત કપાવી નાંખે છે ને? તેમ જિન વચનમાં જ્યાં શંકા થાય તેનું સદ્દગુરૂ પાસે જઈને તરત સમાધાન કરી લેજે. જે સમાધાન નહિ થાય તે માટે બગાડ થશે. સંસાર વ્યવહારની બાબતમાં પણ જે શંકા થાય છે તે માટે અનર્થ થઈ જાય છે. શંકા જાય ત્યારે શાંતિ થાય છે. અહીં દેવકીમાતાના મનમાં પણ ઉપરોક્ત શંકા થઈ છે. એનું સમાધાન કરવા માટે તે નેમનાથ પ્રભુ પાસે જવાને વિચાર કરે છે. હવે તે નેમનાથ ભગવાન પાસે કેવી રીતે જશે, જતાં પહેલાં શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અને મેઘનાદને પ્રભાવતી આપવાની કહી પણ તે ન માને. છેવટે યુધ્ધ થતાં એક જ બાણથી ભેય પડી ગયે. અને તેને શીતળ જળ છાંટીને