________________
શારદા દર્શન સંયમી લાગે છે. એને ખોરાક કેટલે ઓછો છે. રાજા ઉપર તેની સારી છાપ પડી. રાજાએ તેને ખૂબ આદર સત્કાર કરીને વિદાય કર્યો. એ તે જલ્દી ઘેર આવ્યું ને તેની પત્નીને કહ્યું કે તું મને જલદી ખાવાનું આપ. આજે તે લાંબી નમાજમાં ઉઠ બેસ કરી તેથી ભૂખ કકડીને લાગી છે, ત્યારે એની પત્નીએ કહ્યું કે કેમ? આજે તે તમે રાજાના મહેમાન બનીને જમવા ગયાં હતાં. ત્યાં તે ઘણું સારું જમીને આવ્યા હશે! ફકીરે કહ્યું કે વાત સાચી છે. રાજાને ત્યાં ખાવાનું ઘણું હતું. રાજાની ભકિત ઘણી હતી પણ રાજા અને હું બંને સાથે જમવા બેઠાં. રાજાએ એછું ખાધું ને હું વધુ ખાઉં તે રાજાની દ્રષ્ટિમાં હું ખાઉધરો ગણાઉં એટલે મેં પણ એાછું ખાધું ને નમાજ લાંબી પઢી છે એટલે ખૂબ ભૂખ લાગી છે. એની પત્નીએ કહ્યું. સ્વામીનાથ! તમને ભૂખ લાગી છે તે ભેજન તે આપું છું. તમે ખુશીથી પેટ ભરીને જમી લે પણ મારી એક વાત ધ્યાનમાં રાખજે કે રાજાની દ્રષ્ટિમાં સંયમી દેખાવા માટે. રાજા ઉપર સારી છાપ પાડવા માટે પેટ ભરીને ખાવું નથી તેમ તમે નમાજ ભલે ઘણી લાંબી પઢી પણ જે બાહા દેખાવથી જ નમાજ પઢતા હશે તે અંદર બેઠેલા અલા પણ તમારી નમાજથી પ્રસન્ન નહિ થાય. માટે હવે તમારે સાચા દિલથી રોજ નમાજ પઢવી પડશે. બોલે, કબૂલ છે? તે ખાવાનું આપું.
બહેને ! ફકીરની પત્નીએ એને કહી દીધું કે સાચી નમાજ પઢશે તે ખાવાનું આપીશ. તેમ તમે શ્રાવકજીને કઈ દિવસ કહે છે ખરા કે આઠમ-પાખી પ્રતિક્રમણ કરવાનો નિયમ લે તે જ હું તમને ખાવાનું આપીશ. તમારા સંતાનોને કદી એમ કહે છે કે તમારે રોજ સવારમાં નવકારમંત્રની માળા ગણવી પડશે. રોજ જૈનશાળામાં જવું પડશે. જે નહિ જાવ તે તમને દૂધ પીવા નહિ મળે. છે આટલે ખટકારો ! જેટલું ધ્યાન સ્કૂલ માટે રાખે છે તેટલું જૈનશાળા માટે રાખો છો ખરા? આજે તે રોજ છોકરાને સ્કૂલે લેવા ને મૂકવા જવું પડે છે. અરે, બપોરે જમાડવા પણ જવું પડે છે. આટલી મુશ્કેલી વેઠીને પણ એ ભૌતિક જ્ઞાન મેળવવાની કેટલી જિજ્ઞાસા છે! એને માટે માતાપિતાની કેટલી સાવધાની છે. જ્યારે આત્મજ્ઞાન તરફ કેટલી બેદરકારી છે ! તમારા સંતાનના જીવનમાં જો તમે ધર્મના સંસ્કાર આપશે તે એનું જીવન સુધરશે ને તમારું ઘડપણ સુધરશે, અને જે તે સંતાન સારા સંસ્કાર પામ્યું હશે તે વૈરાગ્ય પામીને દીક્ષા લેશે તે તમારું કુળ ઉજજવળ કરશે.
નાગ ગાથાપતિ અને સુલશામાતાએ પિતાના દેવકુમાર જેવા છ છ પુત્રોના જીવનમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. એક વખત તેમનાથ ભગવાનની વાણી સાંભળીને 'વૈરાગ્ય પામી ગયા ને દીક્ષા લીધી. જે સંતાને દીક્ષા લે છે તે તેમના માતા-પિતાનું