________________
શારદા ન
ઈશું'ન
૨૮૩
ચલાવીને અહીં પહોંચી ગયા. તે વખતે તમારી ચિતા સળગી ઉઠી હતી, પશુ પ્રભાવતીના હસ્ત સ્પર્શથી પવિત્ર ખનાવેલું પાણી છાંટવાથી ચિતાએ શીતળ ખની ગઈ. આ છે સાચી પ્રભાવતી. વિદ્યાના મળથી બનાવેલી કૃત્રિમ પ્રભાવતી આકાશ માગે" ઉડી ગઈ. આ પ્રમાણે "ધી વાત કેસર વિદ્યાધરના મુખેથી હેમાંગદ રાજા અને તેની પ્રજાએ સાંભળી.
“હેમાંગદ રાજાએ અર્જુનના માનેલા ઉપકાર ” – હેમાંગદ રાજાના હ ના પાર ન રહ્યો. હર્ષાવેશમાં આવીને તેમણે કહ્યું કે હું કુરૂવ ́શના શણુગાર ! તમને ધન્ય છે. તમારા માતા પિતાને પણ ધન્ય છે. જેમ જગતને પ્રકાશ આપવા માટે સૂર્યના ઉય થાય છે તેમ આપના જેવા પવિત્ર પુરૂષના જન્મ પણુ પરાપકારને માટે થયા છે. આપે હજારો જીવાને મરતા ખચાવીને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું છે, મેં ઘણી વખત આપની વીરતાની પ્રશ'સા સાંભળી છે, પણ આજે તે આપની વીરતા પ્રત્યક્ષ જોઈ લીધી, આપ તેા મારા મહાન ઉપકારી છે. મારી પાસે એવી કોઈ મૂલ્યવાન ચીજ નથી કે જેના વડે હું આપના ઉપકારને બદલેા વાળી શકુ. હવે હું આજથી આપના સેવક છું. મારું રાજ્ય તે મારું નહિ પણ આપનુ છે.
આપ સ્વીકારી લે. અર્જુને કહ્યું. ભાઈ! મેં કંઈ ઉપકાર કર્યાં નથી ને મારે રાજ્ય જોઈતું નથી. હવે આપ રજા આપેા તેા હું અહીંથી વિદાય થાઉં, પણ એમ કાણુ જવા ઢે? હેમાંગદ રાજાએ કહ્યું કે મારા રાજ્યમાં આવ્યા સિવાય નહિ જવા દઉં. અર્જુન એના આગ્રહને નકારી શક્યે નહિ. એટલે રાજા-રાણી, અર્જુન તેમજ બધા પરિવાર હિરણ્યપુરમાં આન્યા. રાજા-રાણી, સહિત અર્જુનના પધારવાથી સારા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયા. રાજા-રાણી, અર્જુન બધા મહેલમાં ગયા.
“ સિ'હાસન ઉપર બિરાજેલા અર્જુન” :- મહેલમાં જઈને હેમાંગદ રાજાએ અર્જુનને સિંહાસન ઉપર બેસાડીને કહ્યું-હે મહાભાગ! આપ આ રાજ્ય ગ્રહણ કરો. હું આપના ચરણના દાસ છું. અમે બંને આપની સેવામાં હાજર રહીશું', પણ અર્જુને કહ્યું. ભાઈ! મારે રાજ્યની જરૂર નથી. આપ મને જવાની રજા આપે. ત્યારે હેમાંગદ રાજા અને પ્રભાવતીએ કહ્યું કે અમે હમણાં તમને જવા દેવાના નથી. આપ થાડા સમય શાંતિથી અહી રહેા. એટલે અર્જુનજી થાડા દિવસ ત્યાં રોકાઈ ગયા. આ તરફ પ્રભાવતીના અપહરણની વાત ખીજા વિદ્યાધરા દ્વારા મણીચૂડે સાંભળી. તેથી તે પણ ત્યાં આવ્યેા. બહેન, મનેવી અને ધર્મના ભાઈ મળતાં ખૂબ આનંદ થયા. તેણે અર્જુનના ચરણમાં પડીને કહ્યું–વીરા ! તમે તે ભાઈ ને બચાવ્યે ને બહેનઅનેવીને પણ ખચાવ્યા. તમે આ પ્રભાવતીને પાપીના પંજામાંથી છેડાવીને મને દેવાદાર બનાવ્યેા. હું આપના ઉપકારના ઋણમાંથી કયારે મુક્ત થઈશ ? ત્યારે અર્જુને