________________
શારદા દર્શન
૨૭ ત્યાં જ પડયા રહેશે, પણ એંજિન સાથે જોડવામાં આવતાં ત્યાં લઈ જવું હશે ત્યાં લઈ જશે. તે રીતે આપણી જીવનરૂપી ગાડીને આપણે આ સંસારરૂપી પાટા ઉપરથી મોક્ષમાં લઈ જવી છે પણ પ્રાર્થના વિનાનું જીવન એ એંજિન વિનાના ડબ્બા જેવું છે. પ્રાર્થનારૂપી એંજિન જોડાતાં ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાને વેગ વધે છે. જીવને ધર્મ પ્રત્યેને રસ જાગે છે. ધર્મની શરૂઆત પ્રાર્થનાથી થાય છે, નાના બાળકોને પણ આપણે પ્રાર્થના શીખવાડીએ છીએ. ભગવાનની પ્રાર્થના કરતાં બાળક ભગવાનના સ્વરૂપને સમજે છે. ભગવાને કેવી ઉત્તમ આરાધના કરી, કષ્ટ પડતાં ભગવાન કેવા અડગ રહ્યા, આ બધી બાબતેનું જ્ઞાન થતાં તેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે છે ને ધર્મ-કર્મનું જાણપણું થાય છે. પછી સત્સંગમાં જોડાતાં તપ-ત્યાગ વિગેરે ધર્મક્રિયાઓમાં રસ લેતે થાય છે. જુઓ, પ્રાર્થનામાં કેવું બળ છે. માટે હું તે તમને કહું છું કે તમે બધા દરરોજ પ્રાર્થનામાં આવે. જેમને કંઈ આવડતું ન હતું તેવા આત્માઓ માત્ર નવકારમંત્રનું મરણ કરતાં કરતાં આત્મકલ્યાણ કરી ગયા છે.
બંધુઓ! આપણે પ્રાર્થના ભૌતિક લાભ માટે કરવાની નથી પણ આત્મિક લાભ માટે કરવાની છે. ઘણાં અજ્ઞાની છે ભગવાનને પ્રાર્થના કરતાં ભૌતિક સુખની ભીખ માગે છે કે હે ભગવાન! મને પૈસા મળે, સંતાન વગરના સંતાન માંગે, રોગી રોગ મટાડવાનું માંગે. આ રીતે દરેક પિતાપિતાના કાર્યની સફળતા માટે પ્રાર્થના કરે છે, અને ઈચ્છિત સુખની પ્રાપ્તિ થાય તેવી આશા રાખે છે. તે સાચી પ્રાર્થના નથી. પ્રાર્થનામાં માંગે તે શું માંગે? હે પ્રભુ! મને એવું આપ કે
આરૂષ્ણ બહિલાભં,” “સમાવિવરમુત્તમ દિનુ” સિધ્ધ સિધ્ધિ મમ દિસતુ.” જેથી મારા ભવની ભાવટ ટળી જાય. જેમણે સંસારનાં સુખે વિષને કટેરા જેવા સમજીને ત્યાગી દીધા છે તેવા ભગવાનની પાસે શું વિષય સુખે મંગાય? એમની પાસે તે એવું માંગવું જોઈએ કે હે ભગવાન! મને સમ્યકત્વની પ્રાપ્તિ થાઓ, જેથી હું દ્રવ્ય અને ભાવરોગથી જદી મુક્ત બની જાઉં. મને ઉત્તમ પ્રકારની સમાધિ આપે અને આપ જે સિધ્ધ સ્થાનમાં બિરાજીને અનંત આત્મિક અવ્યાબાધ સુખને આનંદ માણી રહ્યાં છે તેવું સ્થાન છે સિધ્ધ ભગવંતે ! મને બતાવે હું જલદી સંયમ માગે આવું અને ઉત્તમપદ પામું આવું માંગે. સમજાય છે ને સંસારનું સુખ અજ્ઞાની છ માંગે પણ જ્ઞાની ના માંગે.
ખરેખર, પારસમણી કરતાં પણ ઉત્તમ ભગવાનના ગુણેની માંગણી કરવાની છેડીને જગતની જડ ચીજોની માંગણી કરવી તે જીવનું ઘોર અજ્ઞાન છે. ભગવાનના ઉત્તમ ગુણોને રાગ કરવાનું છોડીને જડ ચીજોને રાગ કરે તે જ્ઞાનીની દ્રષ્ટિએ