________________
શારદા દર્શન
૨૭૫ તેના શરીરના અવયવે ચોદ વિભાગમાં વહેંચાઈ ગયા ને તેના ચૌદ પેકેટ તૈયાર થઈ ગયા. પિતાની કળાનું પ્રદર્શન કરાવીને અંગ્રેજો સ્વામી વિવેકાનંદજીની સામે જેવા લાગ્યા. સ્વામીજી તે કંઈ બોલ્યા નહિ ત્યારે તેમણે સામેથી પૂછયું કે બોલે, તમારા ભારતમાં શું છે? અમે ત્રણ કલાકમાં કેવું સુંદર કાર્ય કરી શકીએ છીએ! હવે તમે અમારા વખાણ કરશે કે નહિ? ત્યારે વિવેકાનંદજીએ ગંભીરતાથી કહ્યું કે મેં ત્રણ કલાકમાં એક ભેંસ કપાઈ અને તેને જુદા જુદા અવયના ચૌદ પિકેટમાં વિભાગ થતાં જયાં ત્યારનું મારું હૃદય કંપી ઉઠયું છે.
- કોઈ નિર્દોષ પ્રાણીને મારી નાંખવા તે શું કઈ કળા છે? તમને કોઈ આ રીતે મારી નાંખે તે કેવું થાય? તમને મરવું ગમે છે? અમે આવી કળાને કળા માનતા નથી. અમારા ભારતવાસીઓને એક મુખ્ય સિદ્ધાંત છે કે “જી ને જીવવા દે”. તમે પિતે છે ને બીજાને સુખપૂર્વક જીવવા દે. વિવેકાનંદજીએ કહ્યું કે તમે ભેંસના શરીરમાંથી જે આ ચૌદ પેકેટ તૈયાર કર્યા છે તેમાંથી હવે પાછી ભેંસને જીવતી કરી દે તે હું તમારી કળાને કળા માનું. સ્વામીજીની વાત સાંભળીને અંગ્રેજી બોલતાં બંધ થઈ ગયા. આ હતી તેમના બ્રહ્મચર્યની શક્તિ. તેઓ ભારતને કંઈ રૂપિયાની કેથળીઓ આપી ગયા નથી પણ આવી ઉચ્ચ સંસ્કૃતિ મૂકીને ગયા છે તેથી આજે આપણે તેમને યાદ કરીએ છીએ. આવા પુરૂષોના જીવનનાં પ્રસંગે વાંચીને પણ તમે બ્રહ્મચર્યનું પાલન કરો.
જે આત્મા શુધ બહાચર્યનું પાલન કરે છે તેના શરીરના પુદ્ગલમાં પણ એવી તાકાત હોય છે કે રોગીઓના રોગ મટી જાય છે. એક વખત એક રાજાની રાણીને કઈ ભયંકર રોગ થયે. ખૂબ દવા ઉપચારો કર્યા છતાં કઈ રીતે તેને રોગ શાંત થયો નહિ ત્યારે રાજાએ જાહેરાત કરાવી કે જે કઈ વૈદ, હકીમ કે ડેકટર રાણીને રોગ મટાડશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. રાજા તરફથી ઈનામ લેવા કેણ ન આવે? રાણીનો રોગ મટાડવા માટે ઘણાં માણસે આવવા લાગ્યા, પણ કોઈ મટાડી શક્યું નહિ. છેવટે એક સીધો સાદે દેખાતે માણસ આવીને કહેવા લાગ્યું કે હું મહારાણીસાહેબને રોગ મટાડું. ત્યારે લોકો કહે છે કે મોટા મોટા રાજદે, અને હકીમ કિંમતી દવાઓથી મટાડી શકયા નથી તે તું શું કરી શકવાને છે? તારી પાસે તે દવા વિગેરે કંઈ દેખાતું નથી. એને બિચારાને કેઈ રાજા પાસે જવા દેતું નથી. ત્યારે તેણે કહ્યું કે ભાઈ! મને જવા દે. મને શ્રદ્ધા છે કે હું જરૂર રોગ મટાડીશ. ખૂબ કહ્યું એટલે રાજા પાસે મોકલ્યા. એણે રાજાને કહ્યું કે મને એક રૂમ આપ ને એક પાણીને ગ્લાસ આપે. તેના કહેવા પ્રમાણે રાજાએ બધી સામગ્રી આપી. પેલા ભાઈએ રૂમમાં જઈને થોડીવાર એક ચિત્તે નવકાર મંત્રનો જાપ કર્યો