________________
૨૭૪
શારદા દર્શન છે! ઘણે દૂર ચાલ્યા પછી એક ગુફા આવી. સંન્યાસીએ પોતાની ગુફાનું દ્વાર ખેલ્યું ને અંદર પ્રવેશ કર્યો. જે પ્રવેશ કર્યો તેવા ત્રણ સિંહ પાળેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા આવીને તેની સામે ઉભા રહ્યા. આ સિંહને જોઈને પેલો યુવાન તે થરથર જવા લાગ્યો. રખેને મને ખાઈ જશે તે ? એ તે સંન્યાસીના પડખામાં ભરાઈ ગયે, યુવાનને ભયભીત બને જોઈને સંન્યાસીએ ત્રણ સિંહને ઉદ્દેશીને કહ્યું કે “અર? ના દi Rા સમારે ના , અતિથિ in g” આટલું કહેતાંની સાથે ત્રણે સિંહ સંન્યાસીના ચરણમાં મસ્તક નમાવીને ચાલ્યા ગયા. સંન્યાસીએ યુવાનને કહ્યું કે ભાઈ! હવે તું સમજી ગયે ને કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી વીર્યનું કેવું રક્ષણ થાય છે ને તેમાંથી કેવી દૈવી શક્તિ પ્રગટ થાય છે.
આપણું જૈનદર્શન તે પહેલેથી બ્રહ્મચર્યને મહત્વ આપતું આવ્યું છે. પણ અન્ય દર્શનમાં પણ બ્રહ્મચર્યનું કેટલું મહત્વ બતાવ્યું છે ! સ્વામી વિવેકાનંદને થયાં કેટલા વર્ષો થયા છતાં હજુ કે તેમને યાદ કરે છે. તેમનામાં બ્રહ્મચર્યની શક્તિ અજોડ હતી. તેમના માટે કહેવાય છે કે તે એક વખત પુસ્તક વાંચે ને તેમને યાદ રહી જતું હતું. એક વખત સ્વામી વિવેકાનંદ પરદેશ ગયા હતા. ત્યાં તેમણે સભામાં ફક્ત એક મિનિટ બોલવાની માંગણી કરી ત્યારે તેમને કેઈ બેલવા માટે ઉભા થવા દેતું ન હતું, પણ આવેલા અતિથિનું અપમાન ન કરાય તે દ્રષ્ટિથી સભ્યતા જાળવવા ફકત અડધી મિનિટ બોલવા ઉભા કર્યા. તેમાં સૌથી પ્રથમ શબ્દ બોલ્યાં કે માતાઓ ને બહેને ! શુદ્ધ બ્રહ્મચર્યની તાકાતથી અંતરના નીકળેલા ઉદ્દગારોએ ત્યાંની પ્રજા ઉપર જાદુઈ અસર કરી. અડધી મિનિટ માટે બેલવા ઉઠેલા સ્વામી વિવેકાનંદ બે કલાક સુધી બોલ્યાં પણ સભામાંથી કેઈ ઉઠતું નથી. તેમનું ભાષણ સાંભળીને સભા સ્તબ્ધ બની ગઈ. ભાષણ બંધ કર્યું ત્યારે લેકે કહે છે સ્વામીજી ! હજુ બોલે.
પરદેશી પ્રજા તેમના તરફ આકર્ષાઈ અને તેમના બે મેઢે વખાણ કરવા લાગી. દરરોજ તેમનાં ભાષણે થવા લાગ્યા. તેમાં સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિનાં ભારોભાર વખાણ કરતાં હતાં. કેટલાક અંગ્રેજોથી સહન થયું નહિ. તેમના મનમાં એમ થવા લાગ્યું કે આપણે દેશ આટલો બધે સમૃદ્ધ છે છતાં તેના ગુણ ગાતાં નથી ને ભારતીય સંસ્કૃતિનાં જ ગુણ ગાય છે. પણ એમને ખબર નથી કે આપણે કેટલા બધા આગળ વધી રહ્યાં છીએ. આપણી કળા તેમને બતાવીએ.
એક વખત અંગ્રેજો વિવેકાનંદજીને કતલખાનું જોવા લઈ ગયા. ત્યાં જવાની તેમની બિલકુલ ઈચ્છા ન હતી પણ ન છૂટકે જવું પડયું. કતલખાનામાં દાખલ થયા ત્યાં એક ભેંશને મશીન દ્વારા કાપવામાં આવી. ત્રણ કલાકમાં ભેંસ કપાઈ ગઈ,