________________
૨૭ર
શારદા દર્શન નરસિંહ મહેતાના પૂરા પુયને ઉદય હતું એટલે માણેકબાઈ જેવી પવિત્ર પતિવ્રતા પત્ની મળી હતી. એક દિવસ નરસિંહ મહેતા એમની ભજનમંડળીમાં બેસીને ભજન ગાવામાં મસ્ત બનેલા હતાં અને ઘરે એમના પની માણેકબાઈને એકાએક દેહ છૂટી ગયે. તે વખતે કેઈએ આવીને નરસિંહ મહેતાને સમાચાર આપ્યાં કે મહેતાજી! તમારી ધર્મપત્ની વૈકુંઠવાસી થયા છે. આ સાંભળીને નરસિંહ મહેતા રડવા ન બેઠા કે હાય હાય મારી પત્ની મરી ગઈ. હવે મારું શું થશે ? હવે મને કેણું ખવડાવશે? જેને ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે તે નરસિંહ મહેતા ભગવાનનું ભજન ગાતાં ગાતાં બોલી ઉઠયા કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગેપાળ”. હાથમાંથી મંજીરા લઈને ભજન ગાતાં ગાતાં નરસિંહ મહેતાના મુખમાંથી આ શબ્દ સરી પડયા. તેમના મુખની ઉપર શેકની આછી રેખા પણ ન દેખાઈ. શું નરસિંહ મહેતાને એમની પત્ની પ્રત્યે પ્રેમ ન હતો. તેથી દુઃખ ન થયું ? “ના” એમ નથી. એમને માણેકબાઈ પ્રત્યે પ્રેમ હતો પણ સાથે એવું જ્ઞાન હતું કે એક દિવસ આ નશ્વર દેહનો ત્યાગ કરીને સૌ કોઈને જવાનું છે. મારે પણ એક દિવસ જવાનું છે. મરણને કઈ રોકી શકે તેમ નથી તે પછી એમાં રડવાનું શું ?
આર્યદેશ-હિન્દુસ્તાનના નરસિંહ મહેતા ઝાઝું ભણેલા કે વિદ્વાન ન હતાં. છતાં એ જાણતાં હતાં કે એક દિવસ મરી જવાનું છે, એટલે પત્નીનું મૃત્યુ થયું છતાં દુઃખી ન થયા ને પશ્ચિમ દેશને સુધરેલે ભણેલ ગણેલે વિદ્વાન શેકસ ની અર વિદ્વતામાં નરસિંહ મહેતાને આંટી મારે તે હતે છતાં પત્નીના મૃત્યુની કલ્પના કરીને રડવા લાગ્યું. એણે એ વિચાર ન કર્યો કે પહેલાં કેનું મરણ થશે એ કયાં નક્કી છે. કદાચ પહેલાં હું મરી જઈશ તે! આ કંઈ વિચાર કર્યા વિના દુઃખી થવા લાગે. ટૂંકમાં આપણે ભારતદેશ ધર્મપ્રધાન છે ને આવા નરસિંહ મહેતા જેવા ભક્તોમાં આવું તત્વજ્ઞાન હોવાના કારણે અભણ છતાં ઘણું ભણેલા હતાં અને પાશ્ચમ દેશના ભણેલાગણેલા શેકસપીઅર જેવા વિદ્વાને તત્વજ્ઞાનના અભાવે ભણેલાં છતાં જ્ઞાનીની દષ્ટિએ અભણ છે. - આજે આપણે ત્યાં બ્રહ્મચર્ય મહોત્સવ છે. ભગવાને મોક્ષમાં જવા માટે ચાર ભવ્ય દરવાજા બતાવ્યા છે. દાન-શીયળ–તપ અને ભાવ તેમાં સૌથી પ્રથમ દાનને નંબર છે. તેનું કારણ શું? પરિગ્રહ સંજ્ઞાને તેડવા માટે દાન છે. ભગવાન કહે છે કે તમે જરૂરિયાતથી અધિક સંગ્રહ ન કરે. જેટલું વધુ સંગ્રહ કરશે તેટલી વધુ ઉપાધિ છે. તમારી પાસે પરિગ્રહનો ટેકરે થશે તે સરકાર તમારે કેડે પકડશે. તેના કરતાં સમજીને સત્કાર્યમાં એને સદુપયોગ કરતાં શીખે. જેટલી પરિગ્રહની