________________
२७०
શારદા દર્શન બંધુઓ! બોલે, થોડા સમય પહેલાંના ક્યાં દેવના સુખ અને કયાં ગર્ભનાં દાખ! અને જન્મ થયા પછી મનુષ્યનું એવું કયું સુખ છે કે જેમાં દુઃખ નથી. એક મેક્ષ જ એવી અવસ્થા છે કે જે પામ્યા પછી બીજું કાંઈ મેળવવાનું રહેતું નથી. ત્યારે સંસાર એ એવી અવસ્થા છે કે જેમાં કાંઈ ને કાંઈ મેળવવાનું બાકી રહે છે. જમ્યા પછી બાળક થયાં, બાળકમાંથી યુવાન બન્યાં, પરણ્યાં, ઘર માંડયું, ધંધે સારો મળી ગયા ને ખૂબ કમાયા, મનગમતી ચીજે ઘરમાં વસાવી દીધી. છતાં તૃપ્તિને આનંદ કેણ અનુભવી શકે છે? એ તે બતાવે. એક તુણા પૂરી ન થાય ત્યાં બીજી તૃષ્ણ ઉભી ને ઉભી રહેવાની છે. કદાચ કેઈ સંતોષી જીવડે સંસાર સુખ અને તેની સામગ્રી મળતાં સંતોષ અનુભવ હોય છતાં અંતે મૃત્યુનું દુઃખ તે ઉભેલું છે. જ્યાં સુધી જીવ સિધ્ધ અવસ્થાને ન પામે ત્યાં સુધી મરણ પછી પાછી જન્મની કેદ તૈયાર છે. આવા સંસારમાં જીવને સુખ કયાંથી મળે? સંસાર કેવો છે? એક સાગર જે છે, ઉપરથી મેહક પણ ભીતર ભૂડ છે,
તાગ મળે ના જેને એ ઉડે ઉડે છે સંસાર સંસાર એ સાગર જે વિશાળ છે. ઉપરથી સોહામણે છે પણ અંદરથી બિહામણે છે, અને સંસારનાં સુખ એવા લેભામણું છે કે જે એને મેળવવા માટે દેડે છે તે તેની તૃષ્ણામાં રગદોળાઈ જાય છે. કદાચ જીવનની જરૂરિયાત જેટલું મળી જાય તે પણ તેને શાંતિ નથી. એટલે જ્ઞાની પુરૂષ કહે છે કે સાચું સુખ તે મોક્ષમાં છે. જ્યાં શરીરની કેદ નહિ. કંઈ મેળવવાની ઉપાધિ નહિ કે પાપ નહિ. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ ઉત્તમ મનુષ્ય જન્મ પામીને મોક્ષ મેળવવાની ચાવી સિધ્ધાંતમાંથી મળશે.
દેવકીજ વિચારે છે કે છ અણગારો એક જ માતાના પુત્રો છે ને તે પણ એક સરખા સૌંદર્યવાન છે. એમને જોતાં જાણે મારી આંખડી કરી ગઈ. બંધુઓ! આવું સુંદર રૂપ મળવું તે પણ પુણ્યને ઉદય હેય તે મળે છે. આજે માણસ રૂપની પાછળ કેટલા મુગ્ધ બને છે ! અને પિતાનું રૂપ વધારવા માટે કેટલા ઉપાયે કરે છે. પાવડર છાંટે, સને ચેપડે ને લાલીના લપેડા કરે છે છતાં એ રૂપ નકલી છે, કંઈ અસલ રૂપ નથી. છેવટે કાયા એક દિવસ અગ્નિમાં ભરપાઈ જવાની. તે તેને આટલો બધે મોહ શા માટે રાખવું જોઈએ? પણ આજને માનવી રૂપની પાછળ મુગ્ધ બને છે ને સૌંદર્ય ચાલ્યું જતાં શેક કરે છે, ગુરે છે જ્યારે આત્માથી જીવને રૂપને મેહ હોતે નથી. એ ગુણની સૌંદર્યતા જુવે છે. આજના કહેવાતા વિદ્વાન રૂપ અને સૌંદર્યની પાછળ પાગલ છે, જ્યારે જેને આત્મા જાગે છે તે