________________
શા દર્શન.
૨૬૯ ભય નહિ, પરાધીનતા નહિ કે કઈ જાતની આકુળતા વ્યાકુળતા ના હોય. બાલે, તમારા સંસારમાં આવું સુખ છે? મોટા ચક્રવતિ સમ્રાટને કે ઈન્દ્રને પણ સુખ નથી કારણ કે એને પણ મૃત્યુને ભય છે. તે સિવાય બીજી કઈને કઈ ચિંતાઓ ઉભી થયા કરે છે. કેઈ વખત સગાસબંધીના કારણે આકુળતા વ્યાકુળતા આવી જાય છે. બેલે, આવા ભય અને ચિંતા તથા શેકથી ભરેલા સુખને સુખ કહેવાય? જે સુખમાં દુઃખનું મિશ્રણ હેય તે સાચું સુખ કહેવાય નહિ. આ જીવને સુખ તે બહુ ગમે છે પણ તેમાં દુઃખનું મિશ્રણ ગમતું નથી. કેમ બરાબર છે ને ? વિચારે, પચ્ચીસ માણસમાં વીસ માણસે તમારું સન્માન કર્યું. ફક્ત એક માણસે અપમાન કર્યું તે શું થાય? ચારે તરફ સહુ ગુણગાન ગાય તે ગમે પણ કેઈક અવગુણ બેલે તે શું થાય? ટૂંકમાં આપણને ગમતું થાય તે આનંદ નહિતર ખેદ થાય. બરાબર છે ને ? આનું નામ દુખમિશ્રિત સુખ. એક સંસ્કૃતકારે કહ્યું કેक्व चिद्वीणा नादः क्वचिदपिचहाहेति रुधितं.
क्वचिद विद्वद् गोष्ठी क्वचिदपि सुराभत्तकलह : । क्वचिद् रम्या रामा क्वचिदपि जरा जर्जरतनु,
__न जाने संसार : किममृतमय : किं विषमय :॥ આ સંસારમાં ક્યાંક વિણાના મધુર નાદ સંભળાય છે તે કયાંક કરૂણ રૂદનના સ્વર સંભળાય છે. ક્યાંક વિદ્વાનેને જ્ઞાનગોષ્ટી કરતાં જોવામાં આવે છે તે કયાંક શરાબીઓના કલેશ જવામાં આવે છે. ક્યાંક સુંદર સૌંદર્યવાન યુવાન સ્ત્રીએ જોવામાં આવે છે તે ક્યાંક જર્જરિત શરીરવાળી વૃધ્ધ સ્ત્રીએ જોવામાં આવે છે. કવિ કહે છે કે સમજણ નથી પડતી કે આ સંસારમાં અમૃતમય શું છે ને વિષમય શું છે? ટૂંકમાં
જ્યાં તમે સુખ માને છે ત્યાં દુઃખ ઉભું છે. એટલે આ સંસાર સુખ અને દુઃખનું મિશ્રણ છે. જેમ તમને મીઠા પકવાન બહુ ભાવે છે તેથી વધુ પડતા ખાધા. હવે ખાવાના આનંદ સાથે અકળામણ વધી ગઈ. બોલે, પકવાન ખાવાનું સુખ અનુભવશે કે અકળામણ થઈ તેનું દુઃખ અનુભવશે? બીજી રીતે મનુષ્યભવમાં ખૂબ દાનપુણ્ય કર્યા એટલે દેવલોકમાં ગયા. ત્યાં મહાન સુખે મજ્યા, પણ અંતે તે આયુષ્ય પૂરું થતાં એ સુખ છેડવાના ને ? એ સુખ છોડીને ત્યાંથી ચ્યવીને માતાના ગર્ભની કેટડીમાં નવમાસ પૂરાઈ જવાનું. દેવકમાં સુગંધ સુગંધ મહેંકતી હતી ને ગર્ભમાં દુધને પાર નહિ. દેવલોકમાં અમૃતમય શુભ પુદ્ગલેને આહાર કરવાને ને ગર્ભમાં અશચીમય પુદ્ગલે આરોગવાના. દેવકમાં રતનજડિત સિંહાસન ઉપર બેસવાનું મળે છે ને દેવતાઈ પુષ્પની શય્યામાં આરામ કરવાનું હોય છે. ત્યારે માતાના ગર્ભમાં તે ટૂંટીયું વાળીને ઉંઘે મસ્તકે કેરીની માફક નવ નવ મહિના સુધી લટકીને રહેવું પડે છે.