________________
ર૭ર
શારદા દર્શન જાપ કરતાં કરતાં એક ધ્યાન થઈ ગયે ને પરસેવાથી રેબઝેબ બની ગયા. જ્યાં વાંકે વળીને પાણીને ગ્લાસ લે છે ત્યાં કપાળમાંથી એક ટીપું પડયું. હવે એ ગ્લાસ રાજાને આપે. ગ્લાસમાં ભરેલું પાણી દવા માનીને રાણીને પીવડાવ્યું. રાણીનું ઘણા વખતનું દર્દ થડી વારમાં શાંત થઈ ગયું. આ જોઈને રાજા આશ્ચર્ય પામી ગયા ને પેલા માણસને કહ્યું કે ભાઈ! તે કઈ દવા આપી ? તારી દવા તે બહુ અકસીર છે. મને દવાનું નામ લખી આપ તે હું એવી દવાના બાટલા મંગાવી લઉં. ફરીને આવું કંઈ થાય ને જરૂર પડે તે કામ આવે. તેણે કહ્યું. સાહેબ ! એ દવાનું કઈ નામ નથી. તે કહે છે એનું નામ ન હોય તે તે શેમાંથી બને છે એ મને બતાવ. તે હું માણસો દ્વારા એ તૈયાર કરાવું. એણે કહ્યું સાહેબ ! એ કઈ ચીજમાંથી બનતી નથી. એ દવા બ્રહ્મચર્યનું પાલનથી બને છે. જે મન-વચન-કાયાથી શુધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જ આવી અમેઘ ઔષધિ આપી શકે છે. તમને સમજાણું ને કે બ્રહ્મચર્યમાં ને નવકારમંત્રના જાપમાં કેવી શક્તિ છે ! હવે પ્રતિજ્ઞાની વિધિ થાય છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૬ શ્રાવણ વદ ૮ ને સોમવાર
તા. ૮-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંત ઉપકારી, વિશ્વ વંદનીય શાસનપતિ ભગવતે જગતના ના ઉધ્ધાર માટે, કલ્યાણકારી વાણી પ્રકાશી. વીતરાગ ભગવાનના ગુણની સ્તુતિ કરીએ તે અનંતા કર્મની ક્રોડ ખપી જાય છે ન ઉત્કર્ષ રસ આવે તે આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. કહ્યું છે કે “સહિત વિશ્વ જવળ જુથ શેર સુખ તરિણg” અરિહંતભગવંત, સિધપ્રભુ, ભવ સાગરથી તારનાર સદ્દગુરૂ, સ્થવિર, બહુશ્રત, અને તપસ્વીઓનાં ગુણગ્રામ ગાવાથી, તેમના ઉપર વાસલ્યભાવ રાખવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને આ જીવ, છવ મટીને શીવ બને છે. આ મહાન લાભ પ્રાર્થનામાં રહેલે છે.
એક ચિત્ત પરમાત્માની પ્રાર્થના કરવાથી મન પવિત્ર બને છે. અને આત્માને નવું બળ મળે છે. કેઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરે. અન્ય ધર્મોમાં જોશો તે ત્યાં પણ સવારના પ્રહરમાં પ્રાર્થના કરે છે. આ જગતમાં એક પણ ધર્મ એ નથી કે જેઓ પ્રાર્થના નહિ કરતા હોય. હિન્દુ, મુસ્લીમ, કીશ્ચન, પારસી, વૈષ્ણવ, જેને સૌ સૌની રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રાર્થના એ એંજિન છે. ગાડીનાં ઘણું ડબ્બા પડ્યા હશે પણ એંજિન નહિ હોય તે તે ડબ્બા