________________
શારદા દર્શન હતું. મુનિના વચન પેટ ન પડે ને આમ કેમ બન્યું? આ પ્રમાણે દેવકી વિચાર કરવા લાગી. હવે તેના મનનું સમાધાન કેવી રીતે થશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર -મેઘનાદ સામે અર્જુનને પડકાર?”-પ્રભાવતી રાણ મેઘનાદ રાજાને ધડાકા બંધ જવાબ આપી રહી હતી. તે વખતે જ અમે ત્યાં પહોંચી ગયા. પ્રભાવતીના એકેક જવાબ એવા હતા કે ભલભલા માણસ પ્રજી ઉઠે. અજુનને પણ સંતોષ થયે કે હું જેની વહારે આવ્યો છું તે સાચી સતી છે. મેઘનાદ અને પ્રભાવતી વચ્ચે વાતચીત ચાલતી હતી. ત્યાં જ વચમાં અર્જુને જઈને કહ્યું કે હે અધમ પાપી ! આ સતી પ્રભાવતીને હરણ કરીને તેં મોટું પાપ કર્યું છે. તારા મુખમાંથી નીકળતા શ્વાસે છૂવાસથી આ પતિવ્રતા નારીને અપવિત્ર શા માટે બનાવે છે? આનું હરણ કરતાં તારું શરીર બળી કેમ ન ગયું ? હવે તું આ પ્રભાવતીને મને સોંપી દે. હું એને લેવા આવ્યો છું. આ પ્રભાવતીને તું હજુ ઓળખતા નથી. આ મણીચૂડ રાજાની બહેન છે ને મણીચૂડને મેં ભાઈ કર્યો છે. એટલે મણુંચૂડની બહેન એ મારી ધર્મની બહેન છે. આ સાંભળીને પ્રભાવતીના રોમેરેામે આનંદ થા. વચમાં જ તે બેલી ઉઠી કે વીરા ! મને શ્રદ્ધા હતી કે જરૂર તમે મારી વહારે આવશે. મારા સદ્ભાગ્યે તમે અહીં આવી પહોંચ્યા છે. ભગવાન તમને બળ આપે ને આપ મને આ પાપોના પંજામાંથી છોડાવે. આમ કહેતી સતીએ પડકાર કર્યો કે વિધાધરના કુળમાં કલંક લગાડનાર હે મેઘનાદ! હવે તું જોઈ લે. કુંતામાતાને જાય ને મારો લાડીલે વીર મારી વહારે આવે છે. એ મહાન યોધે છે. મોટા મોટા મહારથીઓ પણ એને જીતી શક્યા નથી તે તું શું હિસાબમાં! હજુ પણ કહું છું કે તું સમજીને મને સેપી દે તે બંનેની મિત્રાચારી થશે ને પ્રેમ વધશે. જે નહિ સમજે તે તું હતે ન હત થઈ જશે.
સુનકર વચન ધનંજય હર્ષા, કહે વિદ્યાધર તાઈ, અરે દુર્મતિ હે જા તૈયાર ત, મજા દિખાવે આઈ હૈ...શ્રોતા....
પ્રભાવતીના શબ્દો સાંભળીને અર્જુનને ખૂબ આનંદ થયો ને તેના પગમાં જેમ આવ્યું ને ગર્જના કરીને બોલ્યો તે પાપી મેઘનાદ! તું હવે શસ્ત્ર હાથમાં લે ને તૈયાર થઈ જા. નહિતર મારી તલવાર તને યમરાજાને ઘેર પહોંચાડશે. ત્યારે મેઘનાદે અભિમાનથી કહ્યું કે હે અર્જુન! તું તે મારી પાસે કીડા છે. તારા જેવા તે કંઈકને મેં ચપટીમાં રોળી નાંખ્યા. મારી પાસેથી આવી અદ્દભૂત અંગનાને કેણુ છોડાવી જનાર છે? સિંહના પંજામાંથી મૃગલીને કણ છેડાવી શકે છે? હું જોઉં છું. ત્યારે અને પડકાર કરીને કહ્યું. હે દુષ્ટ ! સાંભળ. વાણીમાં વીરતા તે ઘણને હોય છે પણ ભુજામાં શૂરવીરતા કયાં છે? જે હું પાંડુપુત્ર અર્જુન છું ને