________________
શારદા દર્શન છે. જે આત્મા જ્ઞાન અને શીલ બંનેથી સંપન્ન છે તે સર્વ આરાધક છે. જે આત્મા જ્ઞાનસંપન નથી ને શીલસંપન્ન પણ નથી તે સર્વ વિરાધક છે. જિનેશ્વર પ્રભુના માર્ગની વિરાધના કરશે તે ક્યાંય આરે નહિ આવે. આરાધક સાધુ જઘન્ય પહેલા દેવકમાં ને ઉત્કૃષ્ટ સર્વાર્થસિધ્ધ વિમાન સુધી જાય, પણ જૈન સાધુ થયા પછી આરંભ ને પરિગ્રહની પ્રવૃત્તિમાં પડી જઈને મૂળ ગુણ તથા ઉત્તર ગુણમાં દેવ લગાડે તે જઘન્ય ભવનપતિ ને ઉત્કૃષ્ટ પહેલા દેવલોક સુધી જઈ શકે. આરાધક શ્રાવક જઘન્ય પહેલા દેવલેકે ને ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી જાય. શ્રાવકપણામાં માત્ર બારમા દેવલેક સુધી જવાય. તેનાથી આગળ ન જવાય. માટે સાધુપણું લીધા વિના સિધ્ધ થઈ શકાતું નથી વિરાધક આત્માની ગતિને વિચાર કરીને આપણાથી એવી વિરાધના ન થઈ જાય તેનો ખ્યાલ રાખજે તે પૂર્વે જે વિરાધના કરી હોય અગર કઈ દેષ લાગ્યું હોય તે આ ભવમાં આવી, પડિકમી, નિંદી નિસલ બની જજે.
બંધુઓ ! ભગવાન મહાવીરની પેઢીના તમે નાયક બન્યા છે તે બરાબર નાયક બનજે આ પિઢી ઉપર તમે ગમે તે વહેપાર કરે તેમાં સદા નફ, નફને નફે છે. અહીં કદી ઓટ આવતી નથી. માટે નાને માટે જે વહેપાર કર હોય તે કરવા માટે તૈયાર થજે પણ પ્રમાદ ના કરશે. છ અણગારે પ્રમાદરહિત બની માનસન્માનને મોહ છોડીને સાચા સાધક બની ગયા છે. તેઓ દેવકીજીના મહેલેથી ગૌચરી કરીને ગયા પછી દેવકીજી વિચાર કરવા લાગ્યા કે મને અતિમુક્ત મુનિએ કહ્યું હતું કે હે દેવી ! તું આઠ પુત્રને જન્મ આપીશ. અને તે આઠ પુત્રો કેવા
से ? "सरिसए जाव नलकुबर समाणे नो चेव ण भारहेवासे अण्णाओ तारिसए કુત્તે પરિરિતા નં મા તારા બધા પુત્ર આકાર, વય અને કાંતિ આદિમાં સમાન થશેને દેખાવમાં બધા નલકુવરના જેવા સુંદર હશે. આ ભારત વર્ષમાં બીજી કેઈ માતા એવા પુત્રોને જન્મ આપી શકશે નહિ. તે આ અતિમુક્ત અણગારનાં વચન અસત્ય થયા કે શું? આ પ્રમાણે વિચાર થશે. દેવાનુપ્રિયે એક માતાની કુખેથી રૂપ, ગુણ અને કાંતિમાં એકસરખા પુત્રને જન્મ થ તે જેવી તેવી વાત નથી. મહાન પુણ્યને ઉદય હોય તે એવા પુત્રો મળે છે. આજે આપણે જોઈએ છીએ કે એક માતાએ જન્મ આપેલાં દીકરા હોય તે પણ સરખા હોતા નથી. એક રૂપાળે હેય તે એક કાળે હાય. એક બુદ્ધિશાળી હોય તે એક ગાંડે હોય છે. ત્યારે અહીં તો આઠે આઠ પુત્રો સરખાં છે. દેવકીએ સંતેને જોઈને વિચાર કર્યો કે આ સંતે કહે છે કે અમે સુલશામાતાના પુત્રો છીએ. તે શું સુલશાએ આવા નળકુંવર સરખા પુત્રોને જન્મ આપે હશે ! આવા પુત્રોની માતા તે મા બનવાન