________________
શારદા દર્શન
૨૫૫ છે. હવે તું એને ભૂલી જા ને મારી પટ્ટરાણી બનઆ રીતે પ્રભાવતીને સમજાવતે હતું. આ સાંભળીને પ્રભાવતીનું લેહી ઉકળી ગયું ને તેણે જોરથી કહ્યું કે હે દુષ્ટ ! હે પાપી! પરસ્ત્રી સામે કુદષ્ટિ કરવી તે મહાન પા૫ છે. તને વાત કરતાં શરમ નથી આવતી. હું સ્વપ્ન પણ તને ઈચ્છતી નથી. જે મને સ્પર્શ કરીશ તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. આ પ્રમાણે પ્રભાવતી મેઘનાદ રાજાને કહી રહી છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૩૩ શ્રાવણ વદ ૬ ને શુક્રવાર
તા. ૫-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે એ જગતના જીવના હિત માટે મહા મંગલકારી પવિત્ર વાણી પ્રકાશી, અને કહ્યું કે મમતા એ સર્વ દુઃખનું મૂળ છે ને સમતા સર્વ સુખનું મૂળ છે. મમતા ત્યાં માર અને સમતા ત્યાં સાર છે.
जस्सि कुले समुप्पन्ने, जेहि वा सबसे नरे। મારૂ સુq૬ વાઢે, અને અહિં મુછિપ ા સૂય, અ, ૧ , ૧ ગાથા ૪
જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે તેની ઉપર આ મારા” છે એવું મમવ કરીને લેપાય છે, અને તેથી પીડાય છે. એ અજ્ઞાની આત્મા અન્ય-અન્યમાં આસક્ત થતું જાય છે.
મનુષ્ય જે રાષ્ટ્રમાં અથવા જે કુળમાં ઉત્પન્ન થયે હોય અને સાથે રમેલ જે મિત્ર કે ભાર્યા સાથે તે નિવાસ કરતે હોય તે માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા અને મિત્ર વગેરેમાં આ મારા છે એવું મમત્વ રાખીને, તેમનામાં નેહ રાખીને દુખી થાય છે. તે પુરૂષ મમતાથી ઉત્પન્ન કરેલ કર્મથી ચતુર્ગતિ સંસારમાં જમણ કરતે પીડા પામે છે. તે અજ્ઞાની છે કારણ કે તેને સત કે અસને વિવેક નથી. તે અન્યોન્યમાં આસક્તિ કરતે તેના ઉપર ઘણું મમત્વ રાખે છે. તે પહેલા માતાપિતામાં, પછી ભાર્યામાં ને પછી પુત્રાદિમાં નેહ કરે છે. જ્ઞાની કહે છે કે જેને મમતા વધારે તેને દુઃખ વધારે ને જેના જીવનમાં સમતા તેને સુખ વધારે, કહેવાનો આશય એ છે કે ધન, સ્ત્રી, પુત્ર, પુત્રી, સગાંસ્નેહીઓ, ખાનપાન, ઘર, દુકાન, માલ મિલ્કત, જમીને જાગીર વિગેરેનું મમત્વ જીવને મોક્ષમાર્ગ તરફ આગળ વધવા દેતું નથી. બસ, આ મારું છે ને હું તેને સ્વામી છે. આવા સવપણની મમતાના કારણે જીવ આત્મસાધના કરતે અટકી જાય છે. માટે જ્ઞાની પુરૂષો કહે છે કે જે તમારે