________________
૨૫૬
શારદા દર્શન
આત્મસાધના કરવી હાય તા દુ:ખદાયી મમતાના ત્યાગ કરી સુખદાયી સમતાનુ સેવન કરો. સર્વ પદાર્થો ઉપરથી મમતા ઉતારીને એવી ભાવના કરો કે “નૈદ નથિ મે ચે, નામમ્નસ સ ! ” હું એકલે છું ને મારું કઈ નથી. આવ્યે છું એકલા ને જઈશ પણ એકલા. પુત્ર પત્ની આદિ પરિવાર કે આ ક્રોડાની સંપત્તિમાંથી એક રાતી પાઈ સાથે આવવાની નથી. એક દિવસ બધુ છેડીને જવાનુ છે. આ સંસારમાં હું તેા ચાર દિવસના મહેમાન છું. તા મહેમાને પારકા ઘરની આટલી બધી મમતા કે માહુ શા માટે રાખવા જોઇએ ! આવુ... રાત દિવસ જો આત્મા ચિંતન કરે તેા મમતા ઓછી થયા વિના ન રહે, આટલા માટે જ્ઞાની પુરૂષો કહે છે કે
માયા મમતા દુઃખનું કારણુ એના ત્યાગ કરી દે, સમષ્ટિ સમતા સંયમથી, તારુ જીવન ભરી દે.
.
જો આત્માને શાશ્વત સુખ જોઈતુ હોય તેા મમત્વને ત્યાગ કરી સમત્વથી જીવન ભરી દે. છ અણુગારાએ જીવનમાંથી મમતાના ત્યાગ કરી સમતા અપનાવી હતી. આવા ત્યાગી, તપસ્ત્રી સ'તાને જોઈને અનેક આત્માઓને આનંદ થાય છે. આ છે ત્યાગનું મહત્વ. ત્યાગની સાથે તપ પણ ચાલુ હતા. એમને જાવજીવ સુધી છઠ્ઠું કરવા તેવા નિયમ હતે. કેટલે કાયાનેા માહ ઉતાર્યા હશે ! આજે તે એક એકાંતરા છઠ્ઠ કે અઠ્ઠમનેા વર્ષીતપ કર્યાં તેા કહેશે કે અમે તેા આટલા વર્ષીતપ કર્યાં છે. પર્યુષણુ પના પવિત્ર દિવસેા આવે ત્યારે સતા તપ કરવાનું કહે તે કહે કે અમે તા બધું કર્યું છે પણ વિચારેા કે અનાદિકાળથી અનંત ભવમાં ભમતાં જીવે કર્માંના કેટલા પહાડ ખડયા છે ! તેને તેડવા માટે શુ આટલી સાધના ખસ છે ? ‘ના.' જરા વિચાર કરો. ૫૦૦ ફૂટના ઊંડા કૂવા હાય તેમાં એક રાઈના દાણા નાંખે તે દેખાય ખરા? ના.” તે રીતે ક્રર્મોના મેટા પહાડ ખડકીા છે તેને તેડવા માટે આજની સાધના તેા રાઈના દાણા જેટલી છે. શુ` એટલી સાધનાથી કર્મોના પહાડ તૂટે ? માટે શરીરની મમતા છોડીને બને તેટલી સાધના કરી àા. કારણ કે જિંદગીને દિપક ક્યારે મૂત્રાશે તેની ખબર નથી. માટે સમજીને અને તેટલા સત્કાર્યો કરી લે, આવે અવસર ફ્રી ફ્રીને નહિ મળે, આજે પંદરના ધરને પવિત્ર દિન છે. તે સિગ્નલ આપે છે કે હવે આજથી પ'દરમે દિવસે સ ́વત્સરી પર્વના પવિત્ર દિન આવશે. જો મહિનાના ધરને દિવસે ચેત્યા ન હેા તે આજે ચેતી જાએ ને આત્મસાધના પુરૂષાર્થ કરે.
કરવા
જેમને જલ્દી માણે જવાની લગની લાગી હતી તેવા અણુગારા દેવકીજીના સંશયનું સમાધાન કરીને ચાલ્યા ગયા પણ દેવકીજીના મનમાં એક વાતના ખટકારા થવા લાગ્યા, તમને કોઈ દિવસ ખકારા થાય છે કે આ સંસારથી મારા છૂટકારા