________________
૨૫૯
શારદા દર્શન - તેમાં તેને એક દયાળુ અને દાનવીર શેઠ મળી ગયા. શેઠ એવા હતા કે તેના આંગણે રાતે આવે ને હસતે જાય. બધાના આંસુ લુછનાર એવા દયાળુ શેઠ હતા. તેમની પાસે જઈને તે નમસ્તે કરીને ઉભો રહ્યો. શેઠ પૂછે છે બેટા! કેમ ઉદાસ છે? શા માટે તારી આંખમાં આંસુ છે? સુરેશ ગળગળે થઈને બોલ્યા. બાપુ ! મારે ભણવું છે. અને એ માટે ૧૦૦૦ રૂ. ની મદદ જોઈએ છે, મને કેઈ સાથ આપતું નથી. આપ દુઃખીના બેલી છે. મને સંપૂર્ણ આશા છે કે આપ મને નિરાશ નહિ કરે. હું આપને વ્યાજ સહિત આપની મૂડી પાછી આપીશ, ફક્ત મને ૧૦૦૦ રૂ. આ. શેઠ કહે બેટા! તું આટલે બધે ઢીલ કેમ થઈ ગયું છે કે, લઈ જા. એક હજાર શું પાંચ હજાર આપું. સુરેશ કહે નહિ બાપુ નહિ. બસ, ફક્ત ૧૦૦૦ રૂ. આપે. શેઠે એક હજાર આપ્યા. શેઠ! આપના ચેપડે નેધી રાખજે. જા બેટા જા. નેધવાનું શું હોય ! આનંદને હર્ષભેર સુરેશ જાય છે. અને સારા એક શહેરમાં અભ્યાસ કરવા માટે તૈયાર થાય છે. ભણતે જાય છે ને નેકરી કરતો જાય છે. આમ કરતાં એંજિનિયર થયે. ભાગ્યને સિતારે ચમકો ને લાખો રૂપિયા કમાયે. આથી જે કઈ સુરેશના સામું જોતાં ન હતાં તેના બદલે સુરેશભાઈ સુરેશભાઈ થવા લાગ્યા. શું લક્ષમીના માન છે! સારા ઘરની કન્યા સાથે તેના લગ્ન થયા, પણ સુરેશ પિતાની અમીરી છોડતું નથી. તે વિચારે છે કે હું દેશમાં જાઉં ને મારા દુઃખી ભાઈઓને ઉધ્ધાર કરું. આમ સમજીને પોતાના ઘર ભણી આવે છે.
ઉપકારને ઉપકાર યાદ કરતે સુરેશ” :- સુરેશ પિતાના ગામમાં આવ્યું. કુટુંબીજને તથા ગામના લેકે તેનું સ્વાગત કરવા લાગ્યા. સુરેશ વિચારે છે આ બધા હતા ને હું પણ હતો. શું લક્ષમીજી તમારા માન છે! સુરેશે તે ગામમાં આવીને ઘણું લોકેના દુઃખ દૂર કર્યા. કુટુંબીઓના દુઃખ દૂર કરવામાં સાથ આવે. તેને વિચાર થયે કે હું ચાર દિવસથી આ છું. ઘણાં માણસોને જોઉં છું પણ મારા દયાળુ ઉપકારી શેઠ કેમ દેખાતા નથી ? એમ વિચાર કરીને સુરેશ દાનવીર શેઠ દલતરાયને ઘેર ગયે. આ સમયે બંગલા પાસે ઉભેલા ગુરખાએ સુરેશને જતાં કર્યો. સુરેશ કહે-મને શા માટે રેકે છે? ગુરખાએ કહ્યું-શેઠના મોટા દીકરાની મનાઈ છે. કારણ કે શેઠ લાખના પાળનાર છે. જેણે લાખ રૂપિયાના દાન દીધા છે, પણ કર્મચગે હાલ પેઢીમાં મોટું નુકશાન થયું છે, અને શેઠને ઘેર લેણીયાતને ધસારો છે તેથી શેઠના મન ઉપર અસર થઈ ગઈ છે. માટે કેઈને જવા દેતા નથી. સુરેશ કહે હે! લાખોના પાળનાર એવા મારા શેઠ દુઃખી છે? અહાહા... એમને શું દુઃખ છે? એમ આંખમાં આંસુ પાડતે સુરેશ ગુરખાને કહે છે તું મને