________________
શારદા દર્શન જવા દે. એ તે મારા બાપ છે. તેમના ઋણમાંથી મુક્ત થવા મને એમના દર્શન કરવા દે. આ રીતે વાણું કરગર્યો, તેથી ગુરખાએ શેઠની પાસે જઈને વાત કરીને સુરેશને અંદર આવવાની પરવાનગી આપી. સુરેશ આંખમાં આંસુ પાડતે શેઠના ચરણમાં પડીને બે, બાપુ.બાપુ! તમને શું દુખ છે? તમે મૂંઝાવ મા. મને બધું કહો. બેટા! તું કોણ છે? હું આપને સુરેશ. આપે આજથી ૧૦ વર્ષ પહેલાં મને એક હજાર રૂપિયા આપ્યા હતા. બેટા! તે વખતે મારી સ્થિતિ હતી. હાલ હું લાચાર છું. બાપુ! મને પૈસા નથી જોઈતા. હું તે યત્કિંચિત ત્રણમાંથી મુક્ત થવા આવ્યો છું. માટે આપની મૂંઝવણ મને વિના સંકેચે કહે.
શેઠ કહે-દીકરા! હું તને શું વાત કરું? હમણાં મારા કર્મચગે મને નુકશાની ગઈ છે, અને લગભગ પાંચ લાખનું મારા માથે કરજ થઈ ગયું છે. લેણીયાતે લેવા માટે દેખાડી કરે છે ને હાલ હું ભરી શકતું નથી તેની મને મૂંઝવણ છે. સુરેશે ફટ દઈને ખીસામાંથી ચેકબુક કાઢીને રૂ. પાંચ લાખનો ચેક લખીને શેઠના ચરણમાં ધરી દીધું. બેટા! આ શું? બાપુ! આ બધું તમારું છે. મારું કાંઈ નથી. સુરેશની આટલી ઉદારતા જોઈ શેઠનું હદય ગળગળું બની ગયું, અને બોલ્યા-બેટા! હું તારા આગ્રહથી દુઃખને માર્યો લઉં છું પણ તને જરૂરથી વ્યાજ સહિત પાછા આપીશ. આજે તેં મારી ઈજજત ને આબરૂ સાચવી છે. તે મને ઉજળો કર્યો છે. ધન્ય છે બેટા તને ને તારી જન્મદાતાને ! - સુરેશ કહે–બાપુ! આવું બોલીને મને શરમાવે નહિ. હું તે તમારો કિંકર છું. તમે મને ઉજળે કર્યો છે. આ બધે પ્રતાપ આપની ઉદારતાને છે. હું તે તમારા જણમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકવાને નથી. આપે મને જે આપ્યું છે તેના બદલામાં હું કાંઈ પણ આપી શકતું નથી. આ૫ કુલ સમાન છે ને હું કળી સમાન છું. સુરેશના આવા વચન સાંભળી શેઠ ગદ્ગદ્ થઈ ગયા ને રડતી આંખે તેને વિદાય આપતાં એટલું બોલ્યા-બેટા! હું તારા પૈસા જરૂર વ્યાજ સહિત પાછા આપીશ. સુરેશ કહે આપ શું બોલ્યા? આપે મને જ્યારે આપ્યા હતા ત્યારે શું બોલ્યા હતાં તે ખ્યાલ છે ને ? કે દીકરા! પાછા લેવા માટે નથી આપતા. આપે મને ભણાવ્યો છે માટે આપ પાછું આપવાનું કયારે પણ વિચારશો નહિ.
બંધુઓ ! જેણે દિલાવર દિલથી આપ્યું છે તેને દેનાર જરૂર મળી રહે છે. સુરેશ અને શેઠ બાપ દીકરા જેવા બની ગયા શેઠે લેણીયાતને પૈસા ચૂકવવા માંડયા ત્યારે લેણીયાતે કહે છે બાપુ! તમારી તિજોરીમાં છે તે અમારી તિજોરીમાં છે. અમારે હાલ જરૂર નથી. સમજાણું ને કે દુનિયાને ક્રમ કે છે! શેઠની ચડતીના દિવસો આવી ગયા. શેઠ અને સુરેશ દુઃખીઓના આંસુ લુછનાર બન્યા, અને સુરેશે