________________
ર
શારા દર્શન પાણીનું સિંચન કરવાથી બગીચે લીછમ રહે છે. તે હવે હું તમને બધાને પૂછું છું કે તમને ક્યા સર્પનું ઝેર ચઢયું છે તે જાણે છે? જે તમારે તેનું નિદાન કરાવવું હોય તે વીતરાગ ભવનમાં આવીને શાંતિથી બેસ. વીતરાગના વારસદાર સંતે તમને નિદાન કરીને કહે છે કે હે દેવાનુપ્રિયે! તમને અજ્ઞાન નામના સપનું ઝેર ચઢયું છે. તમને સ્વચ્છંદતા નામનો તાવ આવી ગયેલ છે અને તમારા જીવનમાં ધર્મ નામને બગીચા સૂકાઈ રહ્યો છે. બેલે, આ નિદાન સારું લાગે છે ને? તમને સાચું લાગે તે ઔષધિ લેજે. આ નિદાન સાચું છે ને રેગ નાબૂદ કરવાના ઈલાજે પણ રામબાણ છે. સાંભળે. અજ્ઞાનરૂપી સર્પનું ઝેર ઉતારવા માટે શારૂપી મહાન મંત્રનો જાપ કરે. તપ-ત્યાગરૂપી ઔષધિ લે તો તાવ ઉતરી જશે અને ભગવંતના વચનામૃતરૂપી પાણીની નીક વહેવડાવે જેથી તમારે ધર્મરૂપી બગીચે લીલાછમ થઈ જશે. આત્મા ઉપર અજ્ઞાનનું વિષ અનંતકાળથી ચઢેલું છે. એટલે બે ત્રણ મહિના કે એકાદ વર્ષ સુધી શાસ્ત્રના સ્વાધ્યાય રૂપ જાપ કરવાથી અજ્ઞાન રૂપ સર્ષનું ઝેર નહિ ઉતરે પણ જીવનમાં રાત-દિવસ શાસ્ત્ર સ્વાધ્યાયને જાપ ચાલુ રહે જોઈએ. તેમાં રમતા રહેવી જોઈએ. સ્વચ્છંદતારૂપી તાવ ઉતારવા માટે ઈન્દ્રિઓને કાબૂમાં રાખી તપ ત્યાગ આદિ ઉપવાસ કરવા પડશે. કારણ કે આ તાવ આજકાલને નથી વણે જૂને છે. તમને કઈ વેગ ઘણાં સમયથી લાગુ પડે હોય તેને મટાડવા માટે દવા ઘણું લાંબા સમય સુધી લેવી પડે છે ને? તેમ આ વછંદતા રૂપી તાવ ઘણે જૂનો હોવાથી તેની ખરાબ અસર આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપી ગઈ છે. તેને દૂર કરવા માટે ઘણે ટાઈમ સાધના કરવી પડશે, શાસ્ત્ર સ્વાધ્યાયની નીક દ્વારા ધર્મ રૂપી બગીચાને દરરોજ સિંચન કરવું પડશે. જે સિંચન નહિ થાય તે સૂકાઈ જતાં વાર નહિ લાગે.
ઉપર કહ્યું તે લક્ષથી જે શાસ્ત્રનું અધ્યયન કરશે તે આત્માની રોનક બદલાઈ જશે. ઝેર ઉતરી જતાં કે આનંદ થાય! તાવ ઉતરી જતાં તિ આવે છે ને બગીચો લીલાછમ થતાં સુગંધ અને શીતળતા મળે છે, તેમ નિર્વિષ અને નિરોગી બનીને ધર્મ બગીચામાં બે ઘડી તમે આવીને બેસશે તે દેવલોકના ઈન્દ્ર કરતાં પણ અલૌકિક સુખને અનુભવ કરી શકશે. શરીરમાં ઝેર વ્યાપેલું હોય, તાવથી શરીર બળતું હોય ત્યારે તમને બગીચામાં આનંદ નહિ આવે, બગીચાની રમણીયતા તમને સુખપ્રદ નહિ લાગે, ત્યાંના વિશ્રામસ્થાનમાં આરામ નહિ લાગે, અને ત્યાંના પુષ્પ સુગંધમય નહિ જણાય, પણ જે સાચો આનંદ જોઈતું હોય તે તીર્થંકર પ્રભુની વાણીરૂપ શાસ્ત્રના વચનનું વારંવાર ચિંતન-મનન કરે. શાસ્ત્ર સ્વાધ્યાય એ આપણા જીવનમાં વ્યસન બની જવું જોઈએ. જેમ જે મનુષ્યને જેનું વ્યસન હોય છે તેના