________________
શારદા દર્શન
૨૫૭, ક્યારે થશે? ખટકા થાય તે એને છૂટકારો થાય ને ? સંસારને કાંટે જે તમને ખટકતે હેય તે કહેજે. અમે કાઢવા તૈયાર છીએ. દેવકીરાણીને એ વાતને ખટકારે થવા લાગે કે હું જ્યારે કુંવારી હતી ત્યારે અતિમુક્ત નામના અણગારે મને આ પ્રમાણે કહ્યું હતું કે “તુનું સેવાનુષિ કપુરે પારિ ” હે દેવકી ! તું આઠ પુત્રોને જન્મ આપીશ. બંધુઓ ! સાધુથી આમ બોલાય નહિ પણ વાત એમ બની હતી કે જીવયશા કંસની પત્ની હતી. તે પણ કંસ જેવી અભિમાની હતી. અતિમુક્ત મુનિ કંસના નાના ભાઈ હતા. તેમણે દીક્ષા લીધી હતી, તપથી તેમનું શરીર સૂકાઈ ગયું હતું. ચાલતાં માર્ગમાં ગાયે શીંગડું માર્યું એટલે મુનિ પડી ગયા ત્યારે ઉછાંછળી છવયશાએ મુનિની મજાક ઉડાવતાં કહ્યું દિયરીયા, એક મુઠ્ઠીથી કઠાનું ઝાડ પાડી નાંખે તેવું તમારું બળ હતું તે ક્યાં ગયું? કે ગાયનું શીંગડું વાગતાં પડી ગયા? મુનિથી બોલાય નહિ પણ અતિમુક્તમુનિ ભાન ભૂલ્યા ને બોલી ગયા કે હે જીવયશા ! તું એ છે ગર્વ કર. તું જેનું માથું એાળે છે તે જ દેવકીને સાતમે પુત્ર તારા પિયરને અને સાસરીના બંને કુળને ઉચ્છેદ કરશે,
દેવકી કંસની બહેન હતી. જુઓ, દેવકી કેવી પવિત્ર છે ને કંસ કે? તમે કંસની વાત તે બધા જાણે છે ને? એક જ રાશીના બે મનુષ્યમાં એકના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયાં ને એકનાં નામ કાળા અક્ષરે લખાયા. જુઓ, રામ અને રાવણ, ગાંધીજી અને ગેડસે, કૃષ્ણ અને કંસ, મહાવીર અને મખલિપુત્ર આ બધાં એક જ રાશીના નામવાળા પુરૂષો થઈ ગયા, પણ રામ, કૃષ્ણ, મહાવીર અને ગાંધીજીને સૌ કઈ યાદ કરે છે, એમનાં ગુણ ગાય છે, પણ રાવણ, કંસ કે ગોડસેને કઈ યાદ કરે છે? “ના.” જયશા એ જરાસંઘની પુત્રી હતી. જરાસંઘ પણ એના જે અભિમાની હતો. તે પ્રતિવાસુદેવ હતા. ૬૩ લાકા પુરૂષો હોય છે તેમનાં આયુષ્ય નિકાચિત હોય છે. પ્રતિવાસુદેવને વાસુદેવ મારે. પ્રતિવાસુદેવ ભેગું કરે ને વાસુદેવ ભગવે. જરાસંઘ કૃષ્ણજીના હાથે મરાયા. બાર ચક્રવર્તિમાં દશ ચક્રવતિઓએ છ છ ખંડનું રાજ્ય છોડી દીક્ષા લીધી. દીક્ષા લે તે દેવલોક અથવા મેક્ષમાં જાય, અને દીક્ષા ન લે તે મરીને નરકે જાય. બાર ચક્રવર્તિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ અને સુભૂમ ચક્રવતિએ દીક્ષા ન લીધી. બ્રહ્મદત્ત ચક્રવતિ પૂર્વભવમાં નિયાણું કરીને આવ્યા હતા એટલે ચિત્તમુનિએ તેમને ઘણે ઉપદેશ આપે છતાં દીક્ષા લઈ શક્યા નહિ, ને સુબૂમ ચકવતિએ પરિગ્રહની મમતા કરી, એના મનમાં એવા ભાવ જાગ્યા કે છ ખંડ તે બધા સાધે છે પણ હું સાતમે ખંડ સાધું તે કંઈક વિશેષ કહેવાઉં. સાત ખંડ સાધવા જતાં તેમની જિંદગી ખતમ થઈ ગઈ.
બંધુઓ! અતિ લેભનું પરિણામ સારું ન આવ્યું. છ ખંડનું રાજ્ય હારી