________________
શારા દર્શન
૨૫૧ કરતાં હતાં. શેઠ-શેઠાણી ખૂબ સંસ્કારી અને જૈન ધર્મને સમજેલાં હતાં એટલે બધું દુખ સમભાવે સહન કરતાં હતાં. ધર્મીષ્ઠ અને તે દુઃખ વખતે પણ એ સંતાપ થાય કે અરેરે! સુખ વખતે સુખને ત્યાગ ન કર્યોને સુખમાં રપ રહીને પાપ બાંધ્યા ત્યારે ઉદયમાં આવ્યા ને? અને પરાધીનપણે દુઃખ વેઠવા પડે છે ને? શ્રેણીક રાજાને કણકે કેદમાં પૂર્યા ત્યારે એ વિચાર ન કર્યો કે અરેરે...દીકરા! તને મેં મરતાં બચાવ્યું અને તું દીકરો થઈને મને મારવા ઉઠો ! પણ આવા દુઃખમાં શું વિચાર કર્યો? મેં સુખનો ત્યાગ કરીને અભયકુમારની માફક દીક્ષા લીધી હતી તે આવું થાત? કદાચ કર્મોદયથી સંયમમાં કષ્ટ આવે ને વેઠત તે કલ્યાણ થઈ જાત પણ પરાધીનપણે દુખ વેઠવામાં મારું શું કલ્યાણ થવાનું છે?
આ શેઠ-શેઠાણીને માથે આવું જાલીમ દુઃખ આવ્યું છે છતાં અફસોસ નહિ કરતાં પૂર્વકૃત કર્મને ઉદય સમજી દુઃખને સમતાભાવે સહન કરે છે. એક વખત શેઠને જૂને મિત્ર શેઠને ઘેર આવે. આવા દુઃખમાં પણ શેઠ શેઠાણી પિતાને ઘેર આવેલાં મહેમાનને સત્કાર કરવાનું ચૂકતા નહિ. શેઠના મિત્રે આ ગાંડા થયેલા છોકરાનું તેફાન જોયું. એને સહેજ છૂટે કરે ત્યાં પૂર્વભવને વૈરી હોય તેમ શેઠનું ગળું દબાવવા દોડતા. આ જોઈને શેઠને મિત્ર ત્રાસી ગયે. અહો ! ઈશ્વરના અવતાર સમા મારા મિત્રને આવું દુઃખ મારાથી આ જોયું જતું નથી તે આ કેમ સહન કરી શકતા હશે? મિત્રનું દુખ મટાડું તે જ હું સાચેમિત્ર છું. એમ વિચાર કરીને મિત્ર શેઠની રજા લઈને રવાના થયે, અને કેઈ મહાન પુરૂષની શોધ કરતાં એક પર્વત ઉપર આવ્યા. પર્વત ઉપર એક મહાન અવધૂતને ધ્યાનમાં બેઠેલાં જોયા. એમને જોઈને મિત્રનું મન ઠરી ગયું. તે તેમના ચરણમાં પડે. અવધૂત ધ્યાનથી મુક્ત થયાં એટલે તેમને વંદન કરીને સામે બેઠે. એટલે તે ઉપદેશ આપતાં કર્મનાં કટફળ જીવને કેવા ભોગવવા પડે છે તે વાત સમજાવી. ત્યારે શેઠના મિત્રે પિતાના મિત્રના દુઃખની વાત કરીને કહ્યું કે આપ તે મહાનપુરૂષ છે. આપ મારા મિત્રનું દુઃખ મટાડે. મને શ્રદ્ધા છે કે આપ મને નિરાશ નહિ કરે. પેલા મિત્રની વાત સાંભળી અવધૂતનું દિલ મીણની જેમ પીગળી ગયું ને થેડી વાર વિચાર કરીને કહ્યું કે તમારે મિત્ર અને તેને પુત્ર બંનેને અહીં લઈ આવે.
મહાત્માના ચરણે આવેલા શેઠ”: મહાત્માના શબ્દ સાંભળીને મિત્રના પગમાં જેમ આવ્યું. તે દેડતે શેઠની પાસે આવીને કહે છે ભાઈ ! ચાલે, આપણે આ દીકરાને મહાત્મા પાસે લઈ જઈએ. એ મહાન સમર્થ શક્તિશાળી છે. મને શ્રદધા. છે કે એમના દર્શનથી જ આ ગાંડ દીકરે ડાહ્યો બની જશે. શેઠ તે પહેલેથી જ ધર્મમાં શ્રદ્ધાવાન હતાં એટલે તે મહાત્મા પાસે જવા તૈયાર થયા. અવધૂત સમર્થ