________________
શારદા દર્શન
૨૪૯ હતે ને? એમના સુખે આગળ એક અંશ સુખ તમારી પાસે નથી અને પાપની સીમા નથી છતાં ડંખ લાગે છે કે હું મરીને ક્યાં જઈશ? ડંખ તે નહિ પણ ઉપરથી આનંદ અને ખુશીને પાર નહિ. ચક્રવતિનાં સુખોની અપેક્ષાએ આજના સુખો તે છેતરા જેવા છે. છતાં છોતરા ચાટવામાં આનંદ આવે છે પણ પાપને ડંખ નથી લાગતું.
બંધુઓ ! ભૌતિક સુખ અને સુખના સાધનામાં પાપ દેખાય, તે મેળવવામાં હિંસા, જૂઠ, અનીતિ વિગેરે પાપનું સેવન થતું દેખાય, તેનાથી મારો આત્મા મલીન બને છે એમ લાગે તે હૈયામાં પાપને ડંખ લાગે, સમકિતી મનુષ્ય બહારથી સુખી દેખાતે હોય પણ અંતરથી દુખી હોય. પૂર્વનાં પુણ્યથી સુખનાં બધા સાધને મળ્યાં છે એનાથી સુખ ભોગવે છે એટલે બાહ્યદૃષ્ટિથી જોતાં સુખી દેખાય છે પણ સમ્યકત્વને કારણે એ સુખ જોગવતાં બંધાતા પાપને થેંક જોઈને એના દિલમાં દુઃખ થાય છે કે આ સુખ ભોગવતાં કર્મબંધને વધતાં જાય છે. તે મારું શું થશે ? તમારા દિલમાં આવું દુઃખ થાય છે કે એ સુખનાં સાધને વધતાં આનંદ થાય છે? તમે જૈનકુળમાં જન્મ્યા છે એટલે જૈન છે. જૈન કેને કહેવાય? જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શિરામાન્ય કરનાર હોય, તેમને અનુયાયી હોય, અને વીતરાગ બનવાની અભિલાષા રાખતે હેય તે જૈન છે. બોલે, તમારે વીતરાગ બનવું છે કે વિત્તના રાગી બનવું છે? વીતરાગ એટલે રાગ રહિત અને વિત્તરાગ એટલે વિત્ત-ધનના રાગી. તમને તે વિત્તરાગી બનવું બહુ ગમે છે પણ એટલું જરૂર યાદ રાખજો કે
જ્યાં સુધી વીતરાગી બનવાની ભાવના નહિ જાગે ને પાપને ડર નહિ લાગે ત્યાં સુધી જૈન કુળ મળ્યાની સાર્થકતા નથી. ગમે તેટલાં સુખનાં સાધનો મળે છતાં તેમાં ખુશ ન થતાં હૈયામાં પાપને ભારે ડંખ લાગે તે જૈનપણું મળ્યાનું અહેભાગ્ય છે.
પેલા શેઠ જૈન હતાં, મહાન સંપત્તિ મળી હતી છતાં પાપને ભારે ડંખ હતે. પિતાનાથી કેઈ જીવને દુઃખ ન થાય તેની કાળજી રાખતાં હતાં. સવારથી સાંજ સુધી કેટલાયનાં દુઃખ મટાડતાં હતાં. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકે, કપડાં ને સ્કુલની ફી આપતાં. ગરીબેને ઘેર ગુપ્ત રીતે અનાજ મોકલાવી દેતા અને રેગીને દવા માટે પાંચ-પચાસ રૂપિયા જોઈએ તે આપી દેતાં હતાં. કદી અસત્ય બેલતાં નહિ. સારે માલ બતાવી ખરાબ માલ આપ, ઘરાકને છેતરવાં, ખોટાં તેલમાપ રાખવા, આ બધા દૂષણે શેઠના જીવનને સ્પર્શી શક્યા ન હતાં. ન્યાય નીતિથી વહેપાર કરતા જે ધન મળે તેનાથી સંતેષ માની જીવન વીતાવતાં હતાં. સંસારમાં રહેવા છતાં સાધુ જેવું પવિત્ર જીવન ગાળતાં હતાં. શેઠાણું પણ શેઠ જેવા પવિત્ર હતા, દુઃખીના દિલને વિસામે હતાં. કેઈ માંદુ હોય તે પ્રેમથી તેની સેવા કરતાં. દરેકને સાચી