________________
૨૪૮
શારદા દર્શન ન સરાઇ તેમાં જે સૌથી પ્રથમ બે મુનિએ આવ્યા તે જુદા, વચમાં આવ્યા તે જુદાને અમે પણ જુદા છીએ. એકના એક સંતે આવ્યા નથી. માટે હે માતા ! ચિંતા ન કરો. તમારી નગરીનાં કે તમારા દીકરાનાં પુણ્ય ઘટયા નથી પણ પુણ્ય ચઢિયાતા છે. આ પ્રમાણે દેવકીદેવીની શંકાનું સમાધાન કરીને સંતે જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ( વમાં રમણુતા કરનાર સંતે તે ગૌચરી કરીને ચાલ્યા ગયા પણ દેવકીજીના દિલમાં એક મંથન શરૂ થયું. જેમ ઘંટ વાગેને રણકો રહી જાય તેમ દેવકીજીનાં દિલમાં સંતના વચનરૂપી રણકે રહી ગયા. તેમના મનમાં એ વિચાર આવે કે હું જ્યારે નાની હતી તે સમયે “g ાજુ મર્દ જોઢાણgના ચાલુ કુમાર સાથે વાતને વારિકા” પિલાસપુર નગરમાં અતિમુક્ત અણગાર મારે ઘેર ગૌચરી પધાર્યા હતાં, અને મારા ભાભી જીવયશા મારું માથું ઓળતાં હતાં. તે વખતે મુનિએ મને જે કંઈ કહ્યું હતું તેનાથી જુદું બન્યું લાગે છે. આવું મંથન દેવકીદેવીના મનમાં શરૂ થયું. અતિમુક્ત મુનિએ દેવકી નાની હતી ત્યારે શું કહ્યું હતું તે જાણતી હતી પણ અત્યાર સુધી આ વાત ઉપર મંથન કર્યું ન હતું. અંતરની ગરસીમાં વિચારરૂપી દહીં ભરેલું હતું તે દેવકી એના ઉપર મંથન કરવા લાગ્યા. ગરસીમાં દહીં હોય તે મંથન કરવાથી માખણું મળે પણ ખાલી ગરસીમાં પાણી નાંખીને સાંજ સુધી વલેણું કરે તે શું માખણ મળે? “ના.” તે આ રીતે તમે જરા વિચાર કરજે. કેવળ મેક્ષની વાતે કરે મોક્ષ મળે ખરો? મોક્ષ મેળવવું હોય તે સાધના કરવા તૈયાર થાઓ. સાધના વિના સિદ્ધિ નથી. તમે ભૌતિક સુખ અને સંપત્તિમાં આનંદ માને છે પણ સમજી લેજે કે જ્યાં સુધી પુય પ્રબળ છે ત્યાં સુધી આ આનંદ છે. પુય ખતમ થતાં જીવનમાં અંધારું છવાઈ જશેને જ્યારે કેવા કર્મને ઉદય થશે તેની ખબર નથી.
એક શ્રીમંત શેઠ ખૂબ ધનવાન હતા. ધનની સાથે તેના જીવનમાં ધર્મ તાણાવાણાના જેમ વણાયેલું હતું. શ્રમ વિના સિદ્ધિ નહિ, સંતેષ વિના સુખ નહિ અને સેવા વિના મેવા નહિ. આ તેમનું તત્વજ્ઞાન હતું. “હાથે તે સાથે ન દે તે દેવ” આ તેમને જીવનમંત્ર હતા. તેમને ઘેર જે કંઈ ગરીબ કે દુઃખી આવતો તે કદી ખાલી હાથે જતો ન હતે. કેઈને ધનની જરૂર હોય તે ધન આપતાં અન્ન અને વસ્ત્રની જરૂર હેય તેને તે આપીને સંતુષ્ટ કરતાં હતાં. શેઠાણી પણ એવા પવિત્ર હતા. ઘરમાં સંપત્તિને પાર ન હતું છતાં સંપત્તિમાં તેમને આનંદ ન હતું પણ સંસારનાં સુખો ભોગવતાં જે પાપ લાગતું હતું તેને તેમના દિલમાં ડંખ હતો. જેમ ભરત ચક્રવતી છ ખંડના ધણી હતાં. તે મહાન સુખ લેગવતાં હતાં છતાં દિલમાં પાપને ડંખ