________________
શાહ દઈને ચાકર, બધા ખૂબ સમજાવે છે છતાં માનતા નથી. એમણે તે એક જ હઠ લીધી છે કે મારે માટે જલદી ચિતા ખડકે. કેઈ પણ રીતે રાજા ન માન્યા એટલે પ્રધાને ચિતા પડકાવી. હવે પ્રધાન વિગેરે પણ વિચાર કરવા લાગ્યા કે આપણાં મહારાણી ગયા, તેમની પાછળ રાજા પણ જાય છે. તે હવે આપણે જીવીને શું કામ છે? આપણે પણ ચિતા ખડકીને બળી મરીએ. એટલે બીજા ઘણુએ પિતાને માટે ચિતા તૈયાર કરી.
લે રાની કે હાથ બીચમેં, બઠા ચિતા મેં આઈ સામંતાદિક સંગ મરણુહિત, ન્યારી ચિતા રચાઈ હે....શ્રોતા
રાજાએ તૈયાર કરાવેલી ચિતા :- ચિતા તૈયાર થઈ એટલે રાજા તે રાણીને મેળામાં લઈને ચિતામાં બેસી ગયા ને પ્રધાનને કહે છે હવે અગ્નિદાહ દઈ દે. એટલે હું શાંતિથી મારી પ્રભાવતી સાથે જાઉં. રાણી તે મરણ પામ્યા છે પણ જીવતા ને જાગતા મહારાજાને કંઈ બાળી નંખાય? પ્રધાનનું મન નથી માનતું પણ હવે અનિચ્છાએ રાજાની ઈચ્છાને આધીન થવું પડયું. જ્યાં રાજાએ ચિતામાં પ્રવેશ કર્યો ત્યાં બીજા બધાએ પિતાપિતાની ચિતામાં પ્રવેશ કર્યો, અને ચિતામાં અગ્નિ મૂકી એટલે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચઢવા લાગ્યા. બરાબર એ જ સમયે અર્જુન પ્રભાવતી રાણીને લઈને વિમાનમાં આવી પહોંચે. તો ઉચેથી જોયું કે અહીં આટલે બધો ધૂમાડે કેમ દેખાય છે? બરાબર ધ્યાનપૂર્વક જોયું તે ઘણું ચિતાઓ ખડકેલી છે ને તેમાંથી ધૂમાડા નીકળે છે. એટલે અર્જુનના મનમાં થયું કે પ્રભાવતીના વિગથી શું હેમાંગદ રાજા અગ્નિમાં પ્રવેશ કરતા નથી ને? બરાબર ધારીને ઉંચેથી જોયું તે એમ જ અનુમાન થયું. તેથી અને વિચાર કર્યો કે ગજબ થઈ ગયા. સહેજ મેડે પડયા હતા તે ન બનવાનું બની જાત. જે થયું તે સારું થયું. હજુ ચિતાઓ પૂરી સળગી નથી તે પહેલા પહોંચી જાઉં. હવે અર્જુન ઝડપથી નીચે ઉતરશે ને રાજાને બચાવશે અને સાચી પ્રણાવતી કઈ તેને ખુલાસો થશે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩ર શ્રાવણ વદ ૫ ને ગુરૂવાર
તા. ૪-૮-૭૭ અનંત ઉપકારી, શાસનપતિ, જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેવી વાણી ભવ્ય જીના ભવરોગ નાબૂદ કરવા માટેની અમોઘ ઔષધિ છે. જેમ પાણીને સ્વભાવ શીતળતા આપવાનું છે તેમ જ્ઞાની પુરૂષ કહે છે કે આત્માને સ્વભાવ સ્વમાં