________________
થાવા દર્શન
૨૪૫
મને જ લઈ લેવા હતા ને? ખરેખર, મને તેા એમ જ લાગે છે કે મારી પ્રભાવતીની હાજરીમાં મને ઉપાડી લેવાની તારામાં તાકાત નથી તેથી મારી પ્રાણપ્રિયા પ્રભાવતીને તે મારી પહેલાં લઈ લીધી. હું મારી વહાલી પ્રભાવતી! તુ એકવાર તા મારા સામું જો. પહેલાં તે હું ન મેલું તે તું મને પરાણે ખેલાવતી ને અત્યારે હું તને કાલાવાલા કરું છું છતાં તું મારા સાસુ` કેમ નથી જોતી ? મે તારા એવા શુ અપરાધ કર્યા છે કે મારાથી રીસાઈને સૂઈ ગઈ છે? અને આટલા બધા રાષ શા માટે કરે છે? આ પ્રમાણે ખેલતાં ખોલતાં મહારાજા કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા । ત્યાં બેઠેલા બધા માણસેા રયા. મનુષ્ય તે શું, ઝાડે બેઠેલા પંખીઓ પણ
રડવા લાગ્યા.
હેમાંગદ રાજા ખૂબ ન્યાયી અને પ્રજાપ્રિય હતાં. જ્યાં રાજા રડે ત્યાં શું બાકી રહે? રાજાનું રૂદન જોઈને પ્રજાજના, સૈનિકો બધા ચેાધારે આંસુએ રડવા લાગ્યા. મંત્રીએ, સૈનિક બધા રડતી આંખે મહારાજાને શાંત કરવાના પ્રયત્ના કરવા લાગ્યા કે હું મહારાજા ! એક દિવસ સૌને જવાનું છે. માટા મોટા તીથ કરા, ચક્રવતિ આ બધાને આયુષ્ય પૂર્ણ થતાં એક દિવસ તા સૌને જવુ પડે છે. તમે શાંતિ રાખે.
પ્રધાના તરફથી આવાસન :- રાજા કહે છે તમારી બધી વાત સાચી છે પણ હું પ્રભાવતી વિના એક ક્ષણવાર જીવી શકું તેમ નથી. રાણી વિનાનું જીવન મને શુષ્ક લાગે છે. માટે હું પ્રધાનજી ! તમે સુખડનાં કાટી લાવા ને ચિતા તૈયાર કરો. હું રાણીને ખેાળામાં લઈને તેની સાથે ખળી મરીશ. બધા મંત્રી કહે છે મહારાજા ! તમે આવા સમજુ થઈને આવું ન કરે. દુનિયા જાણુશે તેા એમ કહેશે કે રાણીની પાછળ રાજા મરણ પામ્યા. આ તે કેવી ઘેલછા કહેવાય ! અને બીજી કે તમે આ રીતે રાણીજીની સાથે જીવનના અંત લાવશે તે પણ કંઈ તમને ખીજા ભવમાં રાણી નહિ મળે. માટે સમજીને શાંતિ રાખા.
બંધુઓ! માહનીય ક્રમના નશા કેટલા ભયંકર છે ! આજે પેપરમાં ઘણી વખત વાંચવા મળે છે કે પ્રેમી પ ́ખીડાએ પ્રેમને ખાતર પ્રાણુનુ ખલીદાન આપ્યુ.. પ્રેમીએ સાથે ઝેર ખાઈને મરે છે. કંઈક કૂવામાં પડે છે ને કંઈક અગ્નિમાં સાથે મળી મરે છે. જાણે એ પ્રેમી પ`ખીડા ખીજા ભવમાં સાથે જ રહેવાના ન હોય! આ માહુના નશે! કેવા ભય કર છે! હજી દારૂના નશા સારા છે પણ માહના નશે। ખરાબ છે. કારણ કે કેાઈ માણસને દારૂના નશે। ચઢા હાય ને ગમે તેમ ખેલતા હાય તા તેને કોઈ એક તમાચા મારશે તે ઠેકાણે આવી જશે પણ જેને માહના નશેા ચઢચા છે તેને ગમે તેટલા તમાચા મારા તા પણ તે નશે। ઉતરવા મુશ્કેલ છે, અહી મહારાજાને પણ માહુના નશેા ચઢયા છે એટલે પ્રધાના, સામતા, મિત્રો, નાર