________________
૨૩૯
શારદા દર્શન રહેવા જેવું નથી. જ્યાં સુધી પૂરાઈ રહીશ? તે તે કેદમાંથી છૂટવા માટે પિતાનું બળ અને પરાક્રમ વાપરીને મોહરાજાની કેદમાંથી મુક્ત થાય છે.
આપણે જે અધિકાર ચાલે છે તેમાં છ અણગારેએ નેમનાથ પ્રભુની વાણી સાંભળી. તેથી તેમને એમ લાગ્યું કે આપણે અનંતકાળથી મહારાજાની કેદમાં પુરાઈ ગયા છીએ તે હવે તેમાંથી છૂટકારો મેળવીએ. તે તેમણે મહારાજાની મહાસેનાને હરાવી તેના ઉપર વિજય મેળવીને છલાંગ મારીને બહાર નીકળ્યા ને તેમનાથ ભગવાનનું શરણું અંગીકાર કર્યું. એમને એમ સમજાયું કે આત્મા અનંત શક્તિને અધિપતિ છે. એ શક્તિને સદુપયેાગ મેહનીય આદિ આઠ કર્મોને તેડવામાં કરવો જોઈએ. પણ આજના માનવીને આ વાત સમજાતી નથી. એટલે ભૌતિક સુખના ટુકડા માંગતે અનંત ભવથી ભટકી રહ્યો છે. દેવકનાં સુખની કે મોક્ષનાં સુખની વાતે સાંભળે ત્યારે એને મનમાં મેળવવાની ઈચ્છા થાય પણ એની દશા કેવી છે? મુકત થયા છે કંઈક મહાત્મા, વાતે એની વાંચુ જ્યારે, રેઈ રડીને એવી પદવી, ઈશ્વર પાસે યાચું હું તે, જે છ પુરૂષાર્થ કરે, સિધિ એને સદાયે વરે, શકિતને હું સ્વામી છું પણ ભિક્ષાથી ભવપાર ચાહું છું
મુકિત ઉપર અધિકાર ચાહું. સારામાં સારું સુખ જોઈએ છે પણ સુખ માટે જે પુરૂષાર્થ કરવો જોઈએ તે થતું નથી. અનંત શક્તિનો સ્વામી હોવા છતાં ભૌતિક સુખની ભીખ માંગીને ભવપાર થવું છે તે ક્યાંથી બને ? જીવની આવી દયામણી દશા જોઇને મહાનપુરૂષના મુખમાંથી શબ્દો સરી પડે છે કે હે માનવ! તું પરમાં કયાં સુધી ભટકીશ? તું અનંત શક્તિને સ્વામી છે. આનંદની લહેરીઓથી છલકાતા મહાસાગર જે છે. અગાધ જ્ઞાનને તું અખૂટ ખજાને છે. હે જીવ! તું ભેગને ભિખારી બની ભવના બજારમાં ફરી, ચોર્યાશીના ચક્રમાં ઘૂમીને ઘરઘરમાં ભૌતિક સુખની ભીખ માંગવી તને શેલે છે? બે ઘડી એકાંતમાં બેસીને જરા વિચાર કર કે સંસારનાં ક્ષણવિનાશી સુખની પાછળ તારી દેટ કેટલા કાળથી છે? આ દેટ આજકાલની નથી પણ અનંતકાળથી તારી દેટ ચાલુ છે છતાં તું અંદરથી ધરાય છે ખરો? કે ઉપરથી ધરાવે છે? તેને વિચાર કર. જેની પાછળ તનતુંડ મહેનત કરે છે, જેને માટે દેડાડ કરી રહ્યાં છે તે શું તમારું છે? “ના.” એ કદી તમારું છે નહિ, પહેલા હતું નહિ ને ભવિષ્યમાં એ તમારું થવાનું નથી. તેના કરતાં આત્માનું અનંત સુખ પિતાનું છે. જે અત્યારે કર્મસત્તા નીચે દબાયેલું છે એને પ્રાપ્ત કરવા માટે દેટ લગાવે. તે તમારું ભવિષ્ય ઉજજવળ બની જશે, અને કાયમ માટે ભીખ માંગવાનું