________________
શારદા દેશન
૨૩૭
આજ્ઞા આપી, એટલે અમે છઠ્ઠને પારણે છઠ્ઠું કરવાની પ્રતિજ્ઞા કરીને છઠ્ઠને પારણે છઠ્ઠ કરતાં વિચરીએ છીએ. હજુ સંતા દેવકીજીને આગળ વાત કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર = અર્જુનજી હસ્તિનાપુર તરફ જઈ રહ્યા હતા. ત્યાં માગ માં કાલાહક થતા સાંભળીને પેાતાનું વિમાન અટકાવીને કેસર નામના વિદ્યાધરને તેમણે તપાસ કરવા માટે મેકલ્યા અને તે ખબર લઇને આવ્ચે. ત્યારે અર્જુને વિચાર કર્યાં કે હવે આ રાજાનું દુઃખ દૂર કર્યા વિના મારાથી આગળ વધાય નહિ. જો આ રીતે હું ચાલ્યેા જાઉં તેા મારી માનવતાને લંછન લાગે છે, મારું ક્ષત્રિયપણું લાગે છે. બીજી તરફ હેમાંગદ રાજા અને પ્રભાવતી રાણીનુ નામ સાંભળીને અર્જુનને વિચાર થયા કે મણીચૂડ એમ કહેતા હતા કે મારી બહેન પ્રભાવતીને હિરણ્યપુરના મહારાજા હેમાંગઢ સાથે પરણાવી છે. તે આ મીચૂડની બહેન હશે. ત્યારે કેસર વિદ્યાધરે કહ્યું હા. એ તેની બહેન થાય છે.
ઉસકી બહેન સે મેરી હૈ અખ, કરી યત્ન ઉસે લાના, દેખા મનુષ્યકા કષ્ય શ્રેષ્ઠ છે, પરકે કષ્ટ મિટાના હૈ....શ્રોતા.... અર્જુને કહ્યું કે જો મીચૂડની બહેન છે તેા મારી પણ બહેન જ કહેવાય ને ? કારણ કે મણીચૂડને મેં મારા ભાઈ માનેલા છે. એટલે એની બહેન તે મારી બહેન છે, માટે મારે તેને બચાવવી જોઇએ. આ તે મારી બહેન છે. પણ જો ખીજા કોઈ હાય તા પણ મારે તેનું રક્ષણ કરવું જોઇએ. એ મારું કન્ય છે. તે હું કેસર ! તુ હેમાંગ રાજા પાસે જઇને એટલું કહી દે કે પાંડુપુત્ર અર્જુન તમારી વહારે આવ્યા છે, અને આપની પત્ની પ્રભાવતીને જે કેઈ દુષ્ટ ઉપાડી ગયા હશે તેની પાસેથી લઈ આવીને આપને સાંપી દેશે. હવે તમે એમ સમજી લેજો કે મારે શત્રુ મરી ગયા છે. એની તમામ ચિંતા અર્જુનને માથે છે. માટે આપ કઈ જાતની ચિંતા કરશે! નહિ રડશે! કે ઝૂરશે નહિ, અને આપ આ સ્થળે રાકાજો. બીજે ક્યાંય જતા નહે આ પ્રમાણે અર્જુનના સમાચાર લઈને કેસર વિદ્યાધર હેમાંગઢ રાજા પાસે આવ્યે અને અર્જુને કહ્યા પ્રમાણે બધી વાત કરી.
અર્જુન તરફથી રાજા હેમાંગદને આશ્વાસન :- આવા ઘાર જંગલમાં આવી દુઃખી અવસ્થામાં કાઈ બાશ્વાસન આપે તે કેટલા આનંદ થાય ! કેસરના મુખેથી અર્જુનના સમાચાર સાંભળીને હેમાંગદ રાજા સ્વસ્થ થયા ને કહ્યું-ભાઈ! તે પાંડુપુત્ર અર્જુન કયાં છે? હું તેમની પાસે આવું. ત્યારે કેસરે કહ્યું તમે આવે, તેમને મળે ત્યાં સુધીમાં ઘણા ટાઈમ થઈ જાય ને દુશ્મન પ્રભાવતીને લઈને ઘણે દૂર નીકળી જાય માટે તાત્કાલિક તેના પીછેા કરવા જોઈએ. માટે હમણાં અઢી' રાકાઈ જાઓ. પછી તમે સુખેથી મળજો. એમ કહીને પ્રભાવતીના વિચાગથી સૂરતા રાજાને શાંત