________________
શારદા દર્શન ત્યારે ભાવકાંટા આત્માના પવિત્ર ગુણેને છેદે છે. દ્રવ્ય કાંટા ભોંકાવાથી શારીરિક વેદના થાય છે. જો એ વ્યાકુળતા વિના સહન કરી શકાય તે પૂર્વે બાંધેલા કમેની નિર્જરા થાય છે. નિજર થવાથી કર્મોના ભારથી આત્મા હળ બને છે ને માથે ચઢેલું દેણું ચૂકવાતું જાય છે. ભાવકાંટા જીવને નવા કર્મનું બંધન કરાવે છે. એનાથી આત્માને કર્મોને ભાર વધે છે ને નવું દેણું વધારે છે. આ રીતે દ્રવ્ય કાંટાની અપેક્ષાએ ભાવકાંટા અનંતગણુ ભયંકર છે. જે આત્માથી મહાપુરૂષો એ કાંટાને અંતરમાંથી દૂર કરે છે તે સંયમના રાજમાર્ગે આગળ વધીને પોતાના બેય ઉપર પહોંચી જાય છે.
આઠમું અંગ અંતગડ સૂત્ર જેમાં છ અણગારાની વાત ચાલે છે તે અણગારો પણ સંસારના કાંટાળા માર્ગને છેડીને સંયમના રાજમાર્ગ ઉપર તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં અપ્રમતભાવે વિચરી રહ્યા છે. જેમને ત્યાં અઢળક સંપત્તિ હતી છતાં એક વાર મનાથ ભગવાનની વાણી સાંભળીને ક્ષણવારમાં સંસાર છોડી દીધે ને અહીં તે જ સાંભળવાં છતાં દીક્ષા લેવાનું મન થાય છે ખરું ? બોલે. ખેર, બ્રહ્મચર્ય વ્રતમાં તે આવે. દીકરાને ઘેર દીકરા થયા છતાં હજુ કંઈક આત્માઓ વ્રતમાં આવતા નથી. આ કેટલા અફસોસની વાત છે ! બને તેટલા જલદી વ્રતમાં આવે.
છ અણગારો બબ્બેના સંઘાડે દેવકીજીના મહેલમાં ગૌચરી પધાર્યા. તેથી દેવકીજીને શંકા થઈ. તેનું સમાધાન કરતાં સંતે કહે છે હે માતા ! અમે છ અણગારે સગા ભાઈઓ છીએ. નેમનાથ ભગવાનની વાણી સાંભળીને સંસારની અસારતા સમજીને તેમની પાસે દીક્ષા લીધી છે, અને અમે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનને વંદણા કરીને અમે ભગવાન પાસે આજ્ઞા માંગી કે “છી મજો!” હે ભંતે! હે પૂજ્ય! આ શખે કેવા મધુર લાગે છે ! અંતરમાં ગુરૂ પ્રત્યે કે ભાવનાને વેગ ઉછળે છે ! તમે પણ જ્યારે સામાયિક બાંધે છે ત્યારે બોલો છે ને કે કરેમિભંતે! તે વખતે હે પૂજ્ય ! હે ભગવંત! હું આપની આજ્ઞા લઈને સાવધ ગનાં પ્રત્યાખ્યાન કરું છું. એવા ભાવ આવે છે? કે માત્ર શબ્દ રૂપે બોલી જાઓ છો? આ શબ્દ બોલતી વખતે અંતરમાં ભાવ જાગવા જોઈએ. અહીંયા સંતે દેવકીરાણીને કહે છે કે અમે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવંત પાસે આજ્ઞા માંગી કે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તે અમે જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની ઈચ્છા રાખીએ છીએ. આત્માથી વિનયવંત શિષ્ય કદી એમ ન કહે કે મારે આમ કરવું છે? એ પહેલાં વિનયપૂર્વક ગુરૂની આજ્ઞા માંગે કે આપની આજ્ઞા હિય તો આ કાર્ય કર્યું. પછી તપ, જપ કે બીજું કંઈ કાર્ય હાય. શિષ્યને ગમે તેટલું ગમતું હોય પણ ગુરૂની આજ્ઞા ન હોય તે તે કાર્ય કદી કરે નહિ. છ અણગારે કહે છે કે દેવકીજી, અમે ભગવાન પાસે આજ્ઞા માંગી અને ભગવાને અમને