________________
ચારતા દેશન
૨૩૫
ભલે, હું કાંઇ સાંભળતા નથી પણ મને અહીં આવવામાં મહાન લાભ થાય છે. એક તા સામાયિક લઈને બેસુ છુ એટલે અન્નતના ત્યાગ થાય છે, અને મહારાજ વ્યાખ્યાન વાંચે છે ત્યારે તેમના મુખ ઉપરના હાવભાવથી મને એમ સમજાય છે કે અત્યારે એ એમ કહે છે કે આ સંસારની માયા-માહે મમતા તજવા જેવા ને ધર્મ અપનાવવા જેવા છે. તે વખતે મને ખૂબ આનંદ આવે છે. ખીજું હું અહીં આવીને બેસુ છુ... તા મારા દીકરા, વહુ બધા આવે છે એટલે મને મહાન લાભ થાય છે. જી મો, સંભળાતું નથી પણ શ્રધ્ધા છે તે પણ તેને લાભ થાય છે. મિથ્યાત્વ પછી અવિરતિના નખર આવે છે.
અવિરતિ એટલે શુ ? મન, વચન અને કાયાથી પાપનાં કાર્ય કરવા કરાવવા કે તેની અનુમાદના કરવી નહિ. તેનું નામ વિરતિ અને તેનાથી વિપરીત દશા છે તે અવિરતિ છે. અવરતિ જ્યારે જશે ને વિરતિ આવશે ત્યારે કાચામાં પણ મદતા આવશે. જ્યારે કષાયાની અમુક પ્રમાણમાં મંદતા થાય છે ત્યારે આત્મામાં સમ્યગ્ દશ'નાદિ ગુણા પ્રગટે છે. અહી આવીને તમે બેઠાં છે. કલાક બેસવાનું છે તે નક્કી છે પણ કાટ ઉતારીને સામાયિક કેટલાએ લીધી છે? ખાલી એસીને સાંભળેા છે ને સામાયિક લઈને સાંભળેા તા ખનેમાં ટાઈમ તા પસાર થવાના જ છે ને ? પણ જો સામાયિક લઈને બેઠા હશે। તા આશ્રવ રાકાઈ જશે. જેમ તમે કાઈના પૈસા વ્યાજે લીધા છે. મળે એટલે ભરપાઈ કરી દેવાનાં છે. માની લે કે તમને પૈસા મળી ગયાને દીકરાને કહ્યું કે તું પૈસા ભરી આવજે. હવે દીકરા ચાર દિવસ સુધી ભરવા ગયા નહિં ને તમને ખબર પડી કે હજુ પૈસા ભરપાઈ કર્યો નથી તેા તમે દીકરા ઉપર ગુસ્સે થઈને કહેશે। કે ચાર દિવસથી પૈસા ઘરમાં આવીને પડયાં છે ને હજી કેમ ભર્યાં નથી ? તને ખબર નથી પડતી કે પૈસાનું માથે કેટલું વ્યાજ ચઢે છે ? ખીજી રીતે તમે તમારી મૂડી ઘરમાં મૂકી રાખેા કે વ્યાજે મૂકેા ? મેલે. ત્યાં તે સમજો છે કે વ્યાજ ન જવા દેવાય. ખરાખરને ? તે રીતે સામાયિક, સંવર આદિ વ્રતમાં બેસશે તે તેટલા સમય આશ્રવ રાકાશે. તમે વ્રતમાં આવશે તેટલા સમય પાપની ક્રિયાએ આવતી બંધ થશે. માટે તમે અવશ્ય અવતને ત્યાગ કરીને વ્રતમાં આવેા. જીવનમાંથી પ્રમાદના ત્યાગ કરો. અને તેટલી કષાય ઓછી કરો અને મન, વચન, કાયાના ચેગેને શુભ ક્રિયામાં જોડી દો. જો આટલુ કરશે! તે જરૂર આગળ વધી શકાશે.
મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભાગ એ ભાવકાંટા છે. દ્રષ્ય કાંટા પગમાં ભેાંકાય છે તે ભાવકાંટા અંતરાત્મામાં લેાંકાય છે. દ્રશ્ય કાંટા ક્ષણિક દુઃખ આપે છે. એ કાંટા નીકળી ગયા પછી વેદના અધ થઈ જાય છે. જ્યારે ભાવકાંટા જન્મ-જન્માંતરા સુધી જન્મ-મરણને ત્રાસ આપે છે. દ્રવ્ય કાંટા શરીરને વીધે છે