________________
૨૪૧
શારદા દર્શન છે. માટે આત્મામાં સુખની ખોજ કરે. ઘણીવાર અજ્ઞાની આત્મા તન અને ધનના કારણે ફેલાઈને ફરતા હોય છે કે મારા જેવું શરીર કેવું છે? મારા જેટલું ધન કેની પાસે છે? પણ કવિઓ કહે છે કે તું ગર્વ ના કર. ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપ ને પુન્ય જે આવશે સાથમાં
ધન કાયાને હું રાખું રાજી, તપ કરશો. હું કહું છું “ના છે.” જેની કિંમત મુજને ઝાઝી,એને દીકરો જલાવે...ધન સાથે નહિ આવે.
તમારું ધન તે તમારી તિજોરીમાં રહી જવાનું છે, અને આ દેહ જે તમને બહુ વહાલે છે તે પણ પાછળ અહીં મૂકવાને છે. તે શા માટે એને મેહ રાખે છે? એને મેહ છેડીને આત્માને ઉજજવળ બનાવવા માટે તપશ્ચર્યા કરે. તપ કરવાના દિવસે ચાલી રહ્યા છે. કાલને વિશ્વાસ ના કરે. આજે શરીર સારું છે ને કાલે શું થશે તેને વિશ્વાસ છે ! જુઓ સનતકુમાર ચક્રવર્તિનું શરીર કેવું સારું હતું. જેની દુનિયામાં જેના સૌંદર્યનાં ખૂબ વખાણ થયા. ત્યારે કઈ ઈર્ષાળુ દેવના મનમાં થયું કે જોઈએ તે ખરાં કે માંસ લેહીથી ભરેલાં દુર્ગધ મારતા શરીરવાળા એ સનતકુમાર ચક્રવતિનું રૂપ કેવું છે? તે જોવા માટે મનુષ્યનું રૂપ લઈને દેવ સનત્કુમાર ચક્રવર્તિની સભામાં આવ્યું. અને મેનેખ દષ્ટિથી ચક્રવતિની સામે જોવા લાગ્યા. કેઈ અજાણ્યા માણસ આવ્યો લાગે છે તેમ માનીને ચક્રવતિએ પૂછયું કેમ ભાઈ! તમે કેણ છે ને ક્યાંથી આવ્યા છે ત્યારે દેવે કહ્યું હું તે ઘણે દૂરદૂરથી આપનું રૂપ જોવા માટે આવ્યો છું. આમ તે અમારી નગરીમાં રૂપરૂપના અંબાર સમાન લકે વસે છે. છતાં ત્યાં આપના રૂપની પ્રશંસા થઈ તેથી હું તમારું રૂપ જોવા માટે આવ્યો છું,
સનતકુમાર ચક્રવર્તિને પિતાના રૂપને ગર્વ તે હતે જ. તેમાં આ માણસના મુખેથી વધુ પ્રશંસા સાંભળીને ગર્વથી કહ્યું કે ભાઈ! અત્યારે તે સંધ્યા સમય થવા આવ્યું છે. મારા રૂપમાં અત્યારે શું જોવાનું છે? કાલે સવારના પ્રહરમાં હું નાહીધોઈ સુંદર સ્વાંગ સજીને સિંહાસને બેસું ત્યારે તમે મારું રૂપ જોવા માટે આવજે. પણ જોવા આવનારને તે તેનું રૂપ જોઈને આનંદ થયે હતું કે મેં જેવી પ્રશંસા સાંભળી હતી તેવું જ આનું રૂપ છે. બીજે દિવસે જ્યાં જોયું ત્યાં આશ્ચર્ય પામી ગયા કે આ શું? કાલની કાયા કેવી ને આજે કેવી ? ચક્રવર્તિ પૂછે છે કે કેમ? ત્યારે કહે છે કે તમારી કાયા સેળ રોગથી ઘેરાઈ ગઈ છે ને છેવટે ખાત્રી કરીને બતાવે છે. આથી તેમને ગર્વ ઉતરી ગયો.
આપણે એ સમજવું છે કે ચક્રવર્તિનું શરીર કેવું મજબૂત હોય છે કે નદીના