________________
૨૨૯
શારદા દર્શન આનંદ આવતું હોય પણ પરિણામે તે તે મહાન દુઃખદાયક છે. આવું તમે ઘણીવાર સાંભળ્યું પણ તમને સંસારનો ભય લાગે છે ? તમે શ્રેતા બનીને બેઠાં છે તે સાંભળીને કંઈક ગ્રહણ કરતા જાઓ. ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણે ચાર પ્રકારના કુંભ બતાવ્યા છે. તેમાં પહેલો ઘડે નળ નીચે મૂકે ત્યારે ભરેલો દેખાય ને આ ખસેડે ત્યારે ખાલીખમ દેખાય છે. એ ઘડો તળીયેથી ફૂટેલો હોય છે. બીજા પ્રકારને ઘડે નળ નીચે મૂકે ત્યારે ભર્યો દેખાય પણ અંદર પાણી ઉતરે નહિ. કારણ કે તેનું મોટું ચણી લીધું હોય છે. ત્રીજા પ્રકારને ઘડો નળ નીચે ભરેલો દેખાય પણ એને નળ નીચેથી ખસેડી લેવામાં આવે ત્યારે અડધો ભરેલો રહે છે એટલે તે અડધેથી ફૂટેલે છે, અને ચોથા પ્રકારને ઘડે નળ નીચે ભલે દેખાય છે ને નળ નીચેથી લઈ લેવામાં આવે ત્યારે પણ ભરેલો દેખાય છે. એટલે તે અણીશુદ્ધ આખો ઘડો છે.
આ રીતે પહેલા પ્રકારના ઘડા જેવા શ્રોતાઓ વ્યાખ્યાનમાં બેઠાં હોય ત્યારે એમ લાગે કે આને તે સારે રંગ લાગી ગયા છે. આ ચાતુર્માસમાં ધમ પામી જશે પણ અહીં બેસે ત્યાં સુધીને રંગ હોય છે. અહીંથી ઉઠયાં એટલે એક શબ્દ યાદ ન રહે, આ તળીયેથી ફૂટેલા ઘડા સમાન શ્રોતા છે. બીજા પ્રકારનાં શ્રોતાજને વ્યાખ્યાનમાં બેઠા હોય ત્યારે એમ લાગે કે આ તે જાણે બૂઝી જશે પણ એ તે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. વીતરાગવાણી અંતરમાં ઉતરવા દેતા નથી. એ મઢેથી બંધ કરેલા ઘડા જેવા છે. ત્રીજા પ્રકારને શ્રેતા વ્યાખ્યાન ખૂબ રસથી સાંભળે. ભલે, બધું ગ્રહણ ન કરી શકે પણ અડધું ગ્રહણ કરે છે. એ અડધેથી ફૂટેલા ઘડા જેવા છે, પણ ઉપરના બે કરતાં શ્રેષ્ઠ છે. ચોથા પ્રકારના શ્રોતા જેટલું સાંભળે છે તેટલું બધું ગ્રહણ કરે છે. તે આખા ઘડા જેવા છે. એ બધામાં શ્રેષ્ઠ છે. હવે તમે બોલે, ક્યા પ્રકારના શ્રોતામાં તમારો નંબર છે? પહેલા બીજા નંબરમાં કે ત્રીજા ચોથા નંબરમાં ? (શ્રોતામાંથી અવાજ :-ત્રીજા ચોથા નંબરમાં) (હસાહસ) ત્રીજા ચોથા નંબરનાં શ્રોતા બનવું હોય તે બરાબર ધ્યાન રાખવું પડશે. જો તમે એવા બન્યાં હતા તે હું માનું છું કે બોરીવલીમાંથી ઘણાં સાધુ બની ગયા હતા.
અહીં છ અણગારે ચોથા નંબરના શ્રોતા જેવા હતાં. તેમણે એક જ વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જન્મ-મરણનાં દુઃખથી મુક્ત બનવા માટે દીક્ષા લીધી. એ અણુગાર દેવકીરાણીને કહે છે કે હે માતા ! અમે છ સગા ભાઈઓ છીએ ને એક સરખા દેખાઈએ છીએ, તેથી તને એમ લાગે છે કે એકના એક મુનિઓ મારે ઘેર ગૌચરી માટે પધાર્યા છે પણ એમ નથી. હજુ પણ મુનિઓ દેવકીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.