________________
૨૨૭
શારદા દર્શન વાસનાની આગ વધતી જશે, સંસારની બેડીઓ મજબૂત થતી જશે, અને અનંતકાળ સુધી આત્માને ઈન્દ્રિઓ રૂપી મહારાણીને નેકર બનીને રહેવું પડશે, ને મજુરી કરવી પડશે. તેના કરતાં સમજીને આશંસાઓ છેડી દે પછી તારે મજુરી કરવી નહિ પડે, ઈન્દ્રિઓનું જોર ધીમું પડશે ને પછી ઈન્દ્રિઓની આગ ઓલવાતી જશે એટલે પછી વિષે નહિ મળે તે પણ દુઃખ નહિ થાય, પણ જો તું આ રીતે વલખા માર્યા કરીશ ને કઈ કિમિયાગર મળી જશે ને તારી ઈચ્છા પ્રમાણે તારો પતિ તારી સાથે પૂર્વવત્ પ્રેમભર્યું વર્તન કરશે તેમાં તેને સંસારનું ક્ષણિક સુખ મળશે પણ એક વાત નક્કી સમજી લેજે કે એમાં તારી વાસનાઓની નાની આગમાંથી કને માટે દાવાનળ થશે પછી એની કારમી વિટંબણુઓ તારાથી સહન નહિ થાય. માટે એવા ક્ષણિક સુખ પાછળ ગૂરવાનું છેડી દઈને વાસનાની આગ બૂઝવવા માંડે તે તું મહાન સુખી, શાંત અને સ્વસ્થ બની જઈશ. પછી જ્યાં ત્યાં ફાંફા મારવા નહિ પડે.
શેઠાણીની ખુલેલી દષ્ટિ : દેવાનુપ્રિયે! સાધ્વીજીની પવિત્ર અમૃતવાણીએ શેઠાણી ઉપર જાદુઈ અસર કરી. તેણે સાવજને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું કે અહે! સંસારના ત્યાગી એવા આપની પાસે મેં કેવી હલકી માંગણી કરી ! હે મહાસતીજી! આપ મારી આંખડી ખોલાવી અનંતકાળની મારી ઉંઘ ઉડાડીને મને જાગૃત કરી. આપે ઘેર અંધારા કૂવામાંથી મને બહાર કાઢીને ઝગમગતા પ્રકાશમાં લાવીને મૂકી. મને આંધળીને જ્ઞાનનાં દિવ્યચક્ષુ આપ્યા. હવે એ વાસનાઓને જીવનમાંથી દૂર કરું છું. હવે મને સમજાયું કે મારા પતિ તે પવિત્ર છે પણ મારી વાસનાઓ મને દુઃખી કરે છે. એણે જ મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી. હવે મારે એનું પ્રજન નથી. આપ હવે ફરમાવે કે હું શું કરું તે મારે ઉધાર થાય ? ત્યારે સાધ્વીજીએ આત્માના ઉદ્ધાર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્રને માર્ગ બતાવ્ય, શેઠાણીએ કહ્યું હે ગુરૂદેવ ! ચારિત્ર માર્ગ અંગીકાર કરે તેવી મારી શક્તિ નથી પણ બીજે કેઈ માર્ગ હોય તે બતાવે. તેથી સાધ્વીજીએ તેને સમ્યકત્વ અને શ્રાવકના બાર વત સમજાવ્યા એટલે તેણે તેને સ્વીકાર કર્યો ને આજીવન બ્રહાચર્યવ્રત અંગીકાર કર્યું, અને આત્માના ઉલ્લાસથી ધર્મારાધના કરવા લાગી. બીજી બાજુ એના પતિના માથે આવેલી આપત્તિ દૂર થઈ એટલે તે ચિંતાથી મુક્ત થયા તેથી એને પ્રેમથી બોલાવવા લાગ્યા. આ વખતે પત્નીએ કહ્યું કે મેં તે તમારા માટે આવું અનુમાન કર્યું હતું ને સાધ્વીજી પાસે આવી માંગણી કરી ત્યારે તેમણે મને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી મેં જાવજીવ સુધી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે. હવે મારા આત્માને અપૂર્વ શાંતિ થઈ છે. મને હવે સંસારના સુખની આશંસા નથી. આ સાંભળીને એને પતિ પણ ખુશ થશે ને તેણે પણ બાર વ્રત અંગીકાર કર્યો, અને