________________
શારદા દર્શન
૨૨ વિચાર કર્યા પણ કંઈક ગૃહસ્થો તે એવા હોય છે કે સાધુ-સાધ્વી પાસે આવીને એમ કહે છે કે મહારાજ! તમે સંસાર છો, તમે મહાન સુખી છે તે મારે દીકરે નથી, અગર તે મારી દીકરીને જમાઈ બહુ દુઃખ દે છે, તે એનું દુઃખ દૂર થાય એવું કંઈ કરી આપો. આવું શા માટે કહે છે? એનું અંદરનું ઝેર ગયું નથી. ઘર છોડીને સત્સંગ કરવા આવ્યા પણ અંદર તે સંસારનું હળાહળ ઝેર ભરેલું છે.
એક શ્રીમંત શેઠની પુત્રી ખૂબ સૌંદર્યવાન હતી. એક વખત એક મિટા. શ્રીમંતના દીકરાએ તેને જોઈ એટલે સામેથી તેનું માંગું કર્યું અને બંનેના લગ્ન થયા. તે ખૂબ આનંદથી રહેવા લાગ્યા. પતની ઉપર પતિને અથાગ પ્રેમ હતું. સમય જતાં એક વખત એવું બન્યું કે એને પતિ કે ઈ મુશ્કેલીમાં આવી પડે. એના માથે ચિંતા વધી ગઈ. તમે તે જાણે છે ને કે માણસ માત્રના માથે ચિંતા આવે ત્યારે એ સૂનમૂન બની જાય છે. એને કેઈની સાથે બોલવું કે ચાલવું પણ ગમતું નથી. બાઈને પતિ એમ વિચાર કરતું હતું કે મારા દુઃખની વાત પત્નીને નથી કહેવી. હું એક જ સહન કરી લઈશ. એટલે પત્નીને કાંઈ વાત ન કરી. મનમાં જ દુઃખ દવા લાગ્યા પણ એને આનંદ ઉડી ગયે છે, એટલે પત્નીની સાથે હસીને વાતચીત કે આનંદ-કિલેલ કરતા હતા તે બધું બંધ થઈ ગયું. પત્ની સાથે બાલવું ચાલવું બંધ કર્યું ત્યારે એની પત્નીને પતિ માટે જુદે જ વિચાર આવ્યો.
સ્ત્રી ગમે તેટલી સારી ને હોંશિયાર હોય પણ એની દષ્ટિ બહુ ટૂંકી હોય છે. એના વિચાર પણ ટૂંકા હોય છે. એના મનમાં એમ થઈ ગયું કે મારા પતિ મને પહેલાંની જેમ બેલાવતાં ચલાવતાં નથી. એટલે એમને મારા ઉપરથી પ્રેમ ઉતરી ગયું છે ને બીજી કેઈ સાથે પ્રેમ થયે લાગે છે. પતિને કંઈ કહેતી નથી પણ મનમાં ખૂબ દુઃખી થવા લાગી, અને ચિંતાતુર રહેવા લાગી. મનમાં વિચાર કરવા લાગી કે હું શું કરું કે જેથી મારા પતિને મારા ઉપર હતું તે પ્રેમ થઈ જાય.
બંધુઓ! સંસારના મોહમાં ઘેરાયેલે માણસ કેવું ભાન ભૂલે છે! સાચી વસ્તુને જાણતું નથી ત્યારે કેવી ગેરસમજ ઉભી કરે છે ને માણસને ભાન ભૂલાવે છે. પેલા શ્રીમંત શેઠની પત્ની ભાન ભૂલી. શેઠને પિતાના તરફ આકર્ષિત કરવા માટે મંત્ર, ધાગાદરા કરવા લાગી. દેવ દેવીની માનતા માનવા લાગી પણ કઈ રીતે એનું કાર્ય સિધ થયું નહિ. આ તરફ પતિની ચિંતા ખૂબ વધી ગઈ એટલે પત્નીની પાસે આવતે જતો નથી તેથી પત્નીની શંકા મજબૂત થતી જાય છે. આમ કરતાં છ મહિના પૂરાં થયાં ત્યારે એક વખત સાધ્વીજી ગૌચરી કરતાં કરતાં એને ઘેર પધાર્યા. એણે સાધ્વીજીને ગોચરી વહોરાવી. સાધ્વીજી વહારીને બહાર નીકળવા જાય છે ત્યારે પેલી શેઠાણું બારણું આડી ઉભી રહીને કહે છે મહાસતીજી! મારા ઉપર