________________
૨૩
શારદા દર્શન
વ્યાખ્યાન ન. ૨૯. શ્રાવણ વદ ૨ ને સોમવાર
તા. ૧-૪-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાંતિનો સંદેશવાહક એવા ભગવંતે શાસ્ત્રમાં બતાવે છે કે હે ભવ્ય જી! તમે આ સંસારનાં સુખો સ્થિર માનીને બેસી ગયાં છે પણ સંસારનું એકપણ સુખ કે પદાર્થ થિર નથી. સંસારમાં જ્યાં દષ્ટિ કરશે ત્યાં તમને અસ્થિરતા જોવા મળશે. સ્થિરતાનું નામનિશાન નથી. કારણ કે ગરિ જંચા જીવઠ્ઠો રિત્તિ: 2 જીવલેકની સ્થિતિ અતિ ચંચળ છે. નીતિકારોએ પણ કહ્યું છે કે
अस्थिर जीवित लोके, अस्थिरे धन यौवने ।
अस्थिरा पुत्र दाराश्च, धर्म कीर्ति द्वय स्थिर॥ આ લેકમાં મનુષ્ય આદિ દરેક પ્રાણીઓનું જીવન અસ્થિર છે, ધન, યૌવન, પુત્ર, પત્ની બધું અસ્થિર છે. રૂપ, સત્તા, બુદ્ધિ, બળ, આરોગ્ય, સત્કાર, બંગલા, બગીચા, ગાડી, મોટર, વૈભવ વિલાસે, સુખ-દુઃખ બધું જ અસ્થિર ને નાશવંત છે. એટલે આ સંસારમાં બધું જ નાશવંત છે. આ સંસારના તમામ પદાર્થો ક્ષણે ક્ષણે વેગથી વિનાશ તરફ દેડી રહ્યા છે. જેનું સર્જન છે તેનું અવશ્યમેવ એક દિવસ વિસર્જન થવાનું છે માટે આ સંસારમાં રહીને જીવે માત્ર એક મોક્ષનું સર્જન કરી લેવા જેવું છે. મોક્ષનું સર્જન કેવી રીતે થાય તે જાણે છે? અહિંસા, સંયમ અને તરૂપ ધર્મથી મોક્ષમાર્ગનું સર્જન થાય છે. પછી તેનું વિસર્જન થતું નથી. મોક્ષમાં ગયા પછી બધું સ્થિર છે. ત્યાનું સુખ પણ સ્થિર, આનંદ પણ સ્થિર, સ્થાન, જ્ઞાન, આત્મા અને આત્માના ગુણો બધું સ્થિર છે, પણ અનાદિકાળથી અજ્ઞાની જીવ અસ્થિર એવા સંસારના પદાર્થોને સ્થિર માની તેમાં સુખ મેળવવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યો છે, પણ વિચાર કરે કે અસ્થિર પદાર્થોમાંથી સ્થિર સુખ ક્યાંથી મળવાનું છે? વિવેકી મનુષ્ય જીવનમાં ધર્મને સ્થિર કરવાની જરૂર છે. ધર્મથી સ્થિર અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે જીવનમાંથી પ્રમાદને ત્યાગ કરીને બને તેટલી ધર્મની આરાધના કરી લે. કાલે કરીશ એ વિશ્વાસ કરીને અહીં બેસી રહેવા જેવું નથી. કારણ કે જિંદગી ક્ષણિક છે.
છે જિંદગી કી ઘડી, આશા અતિ લાંબી ઘડી,
આશા પૂરી ના થાય ત્યાં, કાયા ઘડી બે ઘડી. આપણી જિંદગી એક ટૂંકી ઘડી જેવી છે. પહેલાનાં માણસે સામાયિક કરતાં