________________
૨૨૨
શારદા દર્શન
નસે પણ કહેવા લાગ્યા કે મહારાણી સાહેબ ! અમે પણ એમને એમ જ કહીએ છીએ કે તમે આવા જાણકાર થઈ ને શા માટે ગયા ? હવે એનું પરિણામ શું આવશે ? આ સાંભળીને એલીસનું લેાહી ઉકળી ગયું. ક્રોધથી લાલ પીળી થઈને કહે છે તમે બધા મને કહેા છે કે શા માટે એની પાસે ગઈ ? અનુ પરિણામ શું આવશે ? તમને બધાને આવું ખેલતાં શરમ નથી આવતી ? એ મારા દીકરા છે ને હું એની મા છું. એ મને એની પાસે ખેલાવવા કેટલુ કરગરે, રડે, ડ્યૂરે ને હું બહાર ઉભી ઉભી જોયા કરુ? મારુ' હૃદય ચીરાઈ જાય છે. પરિણામ જે આવવાનું હશે તે આવશે પણ હું એની મા છું. માની લાગણી તમે નહિ સમજી શકે. આટલું ખેલતાં ખેલતાં રડી પડી અને પુત્રને ખૂબ વ્હાલ કરીને થોડીવારમાં એ બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડી.
બંધુએ ! માતાનું વાત્સલ્ય અલૌકિક ડાય છે. એને દુનિયા સમજી શકતી નથી. દીકરો બહુ પજવે ત્યારે માતા એને ખૂબ માર મારીને ખીજાઈ ને કહે છે ચાલ્યા જા અહીંથી. એમ કરીને બહાર કાઢી મૂકે છે, પણ પાછે! ક્રોધ શાંત થાય ને ખાળક ઘરમાં આવે એટલે એને વહાલથી હાથ ફેરવીને રમાડે છે. દરેક માતાઓને સંતાના ઉપર આવું વહાલ હાય છે. એલીસે એના મામાને છાતી સરસો ચાંપીને વહાલ કર્યુ ત્યારથી એના શ્વાસમાં ઝેરી જંતુઓ પ્રવેશી ગયા હતાં. એટલે ચાર કલાકમા તેા એને ખૂબ તાવ ચઢયા. ડોકટરોએ ખૂખ સારી ટીટ્રમેન્ટ આપી. દીકરાની બાજુમાં એના પલંગ રાખ્યા. તે બેભાન અવસ્થામાં પડી હતી. બે કલાકમાં તા એના પ્રાણ ચાલ્યા ગયા. પુત્ર મિલનના છ કલાકમાં જ એલીસે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. ત્યાર પછી ખાર કલાકે પુત્ર પણ ચાલ્યા ગયા.
.
જુઓ, માતાને પુત્ર પ્રત્યે કેટલું હેત હતું ! પુત્રની પાછળ પોતાના પ્રાણનુ બલિદાન આપી દીધું. આનુ નામ મા' છે. તમે પણ કહો છે ને કે “ મા તે મા અને બીજા બધા વગડાના વા.” એ વાત એલીસના દૃષ્ટાંતથી તમને ખરાખર સમજાઈ ગઈ હશે. આપણે માતાનું હૃદય કેવું હાય છે તે ઉપર દેવકીમાતાની વાત ચાલતી હતી. મુનિઓ દેવકીમાતાને કહે છે હૈ માતા ! અમે ભદ્દીલપુર નગરીના મહાન શ્રીમત નાગનામના ગાથાપતિના પુત્ર છીએ, અને સુલશા અમારી માતા છે. અમે એક જ માડીના જાયા છ સગા ભાઈ એ એક સરખા રૂપ ને કાંતિવાળા છીએ. આમ કર્યું ત્યાં દેવકીના સાડા ત્રણ ક્રોડ રામરાય વિકસી ઉઠયાં કે અહા ! એ માતાને છે કે છ છ પુત્રાને તેમનાથ ભગવાનને અપ`ણુ કર્યાં. આ પ્રમાણે વિચાર કરતાં તેના હૈયામાં હુતના ઉછાળા મારે છે. આગળ શું વિચારશે તેના ભાવ અવસરે,
ન્ય