________________
૨૨
શારદા દર્શન ઓ મારા લાલ! તું ક્યાં ગયે હતે? બાબ મળતાં મા-બાપને અલૌકિક આનંદ થયે. તે બાબાને લઈને ઘેર આવ્યા. આ દાદા-દાદીએ તે બાબાને જે ન હતે. પહેલી જ વખત જે. ખૂબ હેતથી બાબાને રમાડા ને કહ્યું કે હવે અમે જઈએ છીએ. દીકરે કહે-મલે, મા-બાપ ગયા બાદ બધા જમ્યા ને છેવટે સૌ સૂઈ ગયા. પણ વહુને ઉંઘ આવતી નથી.
પોતાના અનુભવ પછી વહની ઉઘડેલી આંખ” – સૂતા સૂતા એને વિચાર થયે કે આ મારે બા એવાઈ ગયે તે મને કેટલું દુઃખ થયું ? તે જેનો દીકરો મેં ચાર ચાર વર્ષથી ગુમ કર્યો છે તે મા-બાપને કેટલું દુઃખ થતું હશે? મેં ખાલી હાથે સાસુ-સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા પછી કદી લાવ્યાં નથી. કદી એમની ખબર લીધી નથી છતાં બાબો ગુમ થયાની ખબર મળતાં દેડીને આવ્યા. એ કેવા પવિત્ર છે. મારા પાપે મારા પતિએ એમને તરછોડયા. બાબાના વિયેગમાં સાસુ કેટલા રડતાં હતાં અને સસરાજી કેવા સૂનમૂન બની ગયા હતાં. આ ઉંમરે સાસુને કામ કરવું પડે છે, સસરાને નેકરી કરવી પડે છે અને અમે ઘરમાં લહેર કરીએ છીએ. હું કેવી પાપણ છું! આ વિચારમાં આખી રાત ઊંઘ આવી નહિ. બીજે દિવસે સવાર પડતાં એના પતિને બધી વાત કરી અને કહ્યું કે આજે ને આજે આપણે જઈએ ને બા-બાપુજીની માફી માંગીને આપણે અહીં તેડી લાવીએ. પતિ કહે છે આજે તે ભાગ્ય ખુલી ગયા. બીજે દિવસે દીકરા-વહુએ માતા પિતા પાસે આવીને ચરણમાં પડી માફી માંગી કે દુઃખ વેઠીને મને ભણાવનાર એવા હે મારા માતાપિતા ! મેં તમને તરછોડ્યા. ધિક્કાર છે મને ! એમ કહી પુત્ર ખૂબ રડે છે ને વહુ કહે છે કે હે બા-બાપુજી! એમને દોષ નથી. પાપણ હું છું. મેં એમને ચઢાવ્યા. એ આપની પાસે આવવા તૈયાર થતાં તે હું આવવા દેતી નહિ. પૈસા મોકલવા દેતી નહિ, પણ મારો બાબે ચાવીશ કલાક માટે ગુમ થયો ત્યારે મને ભાન થયું કે મારે વીશ કલાક માટે ગુમ થયે તે મારે જીવ ઉડી ગયો તે મેં પાપણીએ આપને દીકરે ચાર વર્ષથી ગુમ કર્યો છે તે આપને કેટલું દુઃખ થયું હશે ! બા-બાપુજી! આ અભાગણી વહુને માફ કરે. મારી આંખડી ખેલવા માટે જ બાબા ગુમ થયે હશે! બાબો દેવા ન હતા તે મને સમજાત નહીં કે આ માતા-પિતાને કેટલું દુઃખ થયું હશે! મને મારી ભૂલનું ફળ મળી ગયું. હવે મારે બાબો મને મળે તેમ આપના પુત્ર આપને મળી ગયા. હવે ઘેર પધારે. સાસુ-સસરા કહે છે બેટા! તમારે દોષ નથી. દેષ તે અમારા કર્મને છે. માતા પિતા હવે પુત્રને ઘેર આનંદથી રહેવા લાગ્યા. ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંત ઉપરથી એ વાત સમજવી છે કે સંતાને પ્રત્યે માતાનું વાત્સલ્ય કેવું હોય છે ! પિતે દુઃખ વેઠીને પણ સંતાનનું હિત ચાહે છે. માતા સંતાનનું દુઃખ જોઈ શકતી નથી.