________________
૨૨૪
શારદા દર્શન ત્યારે એક ઘડી લઈને બેસતાં હતાં. અત્યારની માફક આટલી ઘડિયાળ ન હતી. એ ઘડીમાં રેતી હોય. એ રેતી ધીમે ધીમે નીચે પડે છે. એ રેતી પડી જાય એટલે ઘડી પૂરી થાય છે. તે રીતે આપણાં આયુષ્યની રેતી ક્ષણે ક્ષણે સરી રહી છે. આયુષ્યની ક્ષણે રૂપી રેતી સરી જતાં જીવનલીલા સમાપ્ત થઈ જશે. આવી ટૂંકી જિંદગીમાં માનવીની આશાઓ તે ઘણી લાંબી હોય છે. એક આશા પૂરી ન થાય
ત્યાં બીજી આશાને જન્મ થઈ જાય છે. એમ આશાના પૂરમાં ને પૂરમાં માનવીની જિંદગી પૂરી થઈ જાય છે. આ જિંદગી રેતીના મહેલ જેવી છે. રેતીને મહેલ કે હેય તે જાણે છે ને? જ્યારે આ છે આ છે વરસાદ પડે છે ત્યારે નાના નાના બાળકે એ વરસાદથી ભીંજાયેલી રેતીના ઘર બનાવે છે. આસપાસ ચગાન બનાવે છે ને હરખાય છે કે આ મારે બંગલો છે ને આ મારો બગીચે છે. પણ એને બંગલે ને બગીચે કયાં સુધી? જ્યાં સુધી રમત પૂરી થઈ નથી ત્યાં સુધી ને ? કાં પવન આવે તે એને બંગલે તૂટી પડે.
બંધુઓ ! આ નાના બાળકના બંગલા જેવી તમારી જિંદગી છે. આ ધનવૈભવ, બંગલા, ગાડી–મોટર બધું તમને મળ્યું છે તે કયાં સુધી તમારું છે? મહાન પુણ્યના ઉદયથી આ બધું મળ્યું છે ને પુણ્ય ખલાસ થશે એટલે બધું ચાલ્યું જનારું છે. કેઈને પુણ્યદય વધારે હોય તે જીવનભર સુખ જોગવી શકે પણ આયુષ્ય પૂરું થાય ત્યારે બધું છોડીને જવાનું છે. ઘણું એવા માણસને પણ જોઈએ છે કે જેના માતાપિતા વારસામાં સંપત્તિ મૂકીને ગયા નથી પણ પિતાના પુણ્યબગી લમી મેળવે છે ને પછી થોડો સમય થતાં ચાલી જાય છે. આ બધી રમત જ છે ને? આટલા માટે મહાપુરૂષે જીવનની અસ્થિરતા સમજીને વિચારીને સર્પ જેમ કાંચળી છેડીને ચાલ્યા જાય છે તેમ સંસાર રૂપ કાંચળી છોડીને ચાલ્યા ગયાં છે. તમને તે બે ઘડી માટે પણ ઘર છૂટતું નથી. કારણ કે અંતરમાં સંસારનાં ઝેર ભર્યા છે. સર્પ કાંચળી ઉતારી નાંખે છે પણ એની દાઢમાંથી ઝેર જતું નથી. સર્ષ કાંચળી શા માટે ઉતારે છે? જેમ તમારા શરીર ઉપર મેલ જામી જાય છે તે તમે સાબુ અને પાણીથી સ્નાન કરીને મેલ ધોઈ નાંખે છે તેમ સર્પના શરીર ઉપર મેલને થર જામે છે. એનાથી એ મેલ સહેવાતું નથી એટલે એ મેલ રૂપ કાંચળી ઉતારી નાંખે છે. સર્ષની કાંચળી એ એના શરીર પર મેલ છે. એ કાંચળી ઉતારી તેથી સર્પની દાઢમાંથી ઝેર જતું નથી રહેતું. તમે પણ કદાચ ઘર રૂપ કાંચળી ઉતારીને બે ઘડી ઉપાશ્રયમાં આવે છે પણ મનમાંથી સંસારનું ઝેર જતું નથી. એટલે અહીં બેઠા હેવા છતાં પણ અંતરમાં તે સંસારના વિચારની ઘટમાળા ચાલ્યા કરતી હોય છે કે અહીંથી છૂટીને જાઉં પછી દુકાને જવું છે. કેટલો માલ સ્ટેકમાં છે, ન કેટલો ખરીદવાનું છે ને કયાં કયાં ઉઘરાણી જવાનું છે. આ તે મનમાં