________________
૨૨૬
શારદા દર્શન કપ કરે ને મારું દુઃખ ટાળે, ત્યારે સાધ્વીજીએ પૂછયું–બહેન! તારે શું દુઃખ છે? ત્યારે કહે છે મારા પતિને મારા ઉપર ખૂબ સસ્નેહ હતે પણ કોણ જાણે કોઈના પ્રેમમાં પડયા છે કે શું મારા સામું જોતા નથી ને મને બોલાવતા નથી. આપ મને એવું કંઈ વશીકરણ કરી આપે અથવા એવો કોઈ ઉપાય બતાવે કે પહેલાં જે તેમને મારા ઉપર પ્રેમ થાય.
સાઠવીજીને શેઠાણું પ્રત્યે પડકાર: મોહથેલી સી સંસારનું ઝેર કોની સામે ઓકવા બેઠી છે. જેમણે સંસારને ઝેરના કટેરા જેવા માનીને છેડી દીધો ને બીજાને ઝેરના કટેરા પીવડાવે ખરા? ના. સાવીજી ખૂબ ગંભીર અને જ્ઞાની હતાં. ચારિત્રમાં દઢ હતાં એટલે તેમણે કહ્યું. બહેન ! આવા કામમાં સાધુ-સાધવી માથું મારે નહિ. તું જરા વિચાર કર. ખાનદાન કુળની દીકરી કેઈ દિવસ આવી વાત બહાર કરે નહિ, ને તું શા માટે આવી વાત કરે છે? તને આમાં શું દુઃખ દેખાય છે? જરા વિચાર કર. તને તારા પતિ બાલાવતાં નથી એનું દુઃખ નથી પણ તારા અંતરમાં વાસનાઓ ભરેલી છે એટલે એ ભૌતિક વાસનાઓની આગ સળગે છે તેથી તારા દિલમાં થાય છે કે મારા પતિ મને પ્રેમથી બેલા ને મને આનંદ કિલ્લોલ કરાવે, પણ જે અંતરમાં આશંસા ન હોત તે તારે પતિ બેલાવે કે ન બોલાવે એમાં તને હર્ષ કે શક ન થાત, ત્યારે શેઠાણી કહે છે કે વાસના ઉભી હોય ત્યાં સુધી આશંસા તે થાય જ ને ?
સાધ્વીજી એને સમજાવતાં કહે છે કે બહેન ! તું વાસનાને ભયંકર રોગ સમજી લે. તને કઈ રોગ લાગુ પડે છે તે એ રોગને વધારનારી ચીજ તું ખાય ખરી? હાથે કરીને રોગને પુષ્ટ કરનાર કુપગ્યનું સેવન કેણ કરે? એ વાત તે તું બરાબર સમજે છે ને? “હા.” તે પછી આ વિષયવાસના એ એક પ્રકારને રોગ છે. તે રોગને પુષ્ટ કરનાર આશંસાઓ રૂપી કુપગ્યનું સેવન કરવાની શી જરૂર છે? હાથે કરીને વિષયવાસનાના વિષ શા માટે વધારે છે ? હવેથી નક્કી કરી લે કે મારે વિષયવાસનાને વધારનારી આશંસા જોઈએ નહિ. આ વાસનાની ઈચ્છા તને કેટલે ભયંકર ઉદ્વેગ કરાવે છે, તેને કેવી દુઃખી કરે છે ! અને તું એ વાસનામાં તણાઈ પતિને દોષ દઈ રહી છે, પણ વિચાર કર. વાસનારૂપી આગ ગુણેને બાળે છે. અને આ વાસનાઓ કેની છે? આત્માના ગુણેની કે ઈન્દ્રિઓના વિષયની ? ઈન્દ્રિઓના વિષયની. માટે તું સમજ કે મારા પતિ મને બેલાવતાં નથી તે સહેજે મને બ્રહ્મચર્યનું પાલન કરવાનો અવસર મળે છે. આ ઈન્દ્રિઓનાં વિષયો તે અનંત કાળથી પિડ્યાં છે છતાં એ આગ ઓલવાઈ છે? અગ્નિમાં કેરોસીન નાંખવાથી આગ વધતી જાય છે તેમ ઈન્દ્રિઓની જેટલી વધુ ગુલામી કર્યા કરીશ તેટલી આ